Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કારણ હોવાથી તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શ્રી ષોડશકપ્રકરણમાં (૭-૭) એના અનુસંધાનમાં જણાવ્યું છે કે - “શિલ્પીને વિશે કરાયેલી અપ્રીતિ પણ પરમાર્થથી ભગવાન શ્રી જિનેશ્વરદેવને વિશે જાણવી. આ અપ્રીતિ સર્વ અપાયનું નિમિત્ત છે. તેથી પાપસ્વરૂપ આ અપ્રીતિ કરવી નહિ.” તેથી શિલ્પીને વિશે થતી અપ્રીતિ સર્વથા પરિહાર(ત્યાગ) કરવા યોગ્ય છે. શિલ્પી પ્રત્યે અપ્રીતિ તો કરવી જ નહિ' - એ પ્રમાણે જણાવી ઉત્તરાર્ધથી તેને પ્રીતિ થાય એ પ્રમાણે કરવાનું જણાવ્યું છે.
એનો આશય એ છે કે પ્રતિમાજીનું નિર્માણકાર્ય કરતી વખતે શિલ્પીને જે જે વિશિષ્ટ મનોરથો થાય તે તે મનોરથો વિના વિલંબે પૂર્ણ કરવા જોઇએ. સામાન્યથી પ્રતિમાજીનો નિર્માતા શિલ્પી બાલ, કુમાર અને યુવાન હોય છે. તેને પોતાની અવસ્થાનુસાર રમકડાથી રમવાની, મિત્રોની સાથે હરવા-ફરવાની અને ભોજનવિશેષ... વગેરેની ઇચ્છા થાય - એ બનવાજોગ છે. એ ઇચ્છાઓને તુરત જ પૂરી કરી દેવાનું ખાસ ધ્યાન રાખવું. એ વખતે બાલાદિ અવસ્થા શિલ્પીની છે – એમ માન્યા વિના પરમાત્માની જ એ ત્રણ અવસ્થા સમજીને પરમાત્માની જ ઇચ્છાને આપણે પૂર્ણ કરી રહ્યા છીએ - એમ સમજવું. એ અવસ્થાત્રયનું પ્રતિમાજીમાં ઉદ્દભાવન કરી મનમાં ઉત્પન્ન થયેલા એ શિલ્પીના મનોરથો; રમકડાં વગેરે આપવા વડે વિલંબ વિના પૂર્ણ કરવા જોઈએ. અન્યથા શિલ્પીની તે તે ઇચ્છાઓ પૂર્ણ નહિ થવાના કારણે તેને અપ્રસન્નતા પ્રાપ્ત થશે. જેથી પરિણામે પ્રતિમાજી ભરાવવાનું કાર્ય બગડશે. તેથી શિલ્પીના મનોરથો શિલ્પીના નથી, પરંતુ શ્રી જિનેશ્વરદેવની અવસ્થાત્રયને (બાલ-કુમાર-યુવાનાવસ્થાત્રયને) આશ્રયીને પ્રતિમાજીમાં ઉભાવન કરાયેલી અવસ્થાત્રયના જ એ મનોરથો છે - એમ માનીને તે પૂર્ણ કરવા જોઈએ. આ રીતે કરવાથી જ ભગવાન પ્રત્યેની ભક્તિનો પ્રકર્ષ સંગત થાય છે.
એ પ્રમાણે શ્રી ષોડશકપ્રકરણમાં કહ્યું પણ છે કે- “અધિક ગુણવાળા એવા પરમાત્માસંબંધી શિલ્પીને પોતાને થયેલા જે મનોરથો છે; તેનાથી યુક્ત એટલે કે તેને પૂરા કરવા દ્વારા ચોક્કસપણે ન્યાયથી પ્રાપ્ત થયેલા ધનથી નિર્મળ અંત:કરણે શ્રી જિનબિંબ કરાવવું જોઇએ. (૭-૮) અહીં શ્રી જિનબિંબ કરાવવાના પ્રસંગે બાલાદિ અવસ્થાત્રણને અનુસરનારા મનોરથો વિદ્વાનોએ કહ્યા છે. શિલ્પીના ચિત્તમાં ઉદ્દભવેલા એ બાલાદિ અવસ્થાનુરૂપ મનોરથો હોય; તેથી તે ઇચ્છાઓની પૂર્તિ માટે રમકડાં વગેરે આપવાં જોઈએ.” (૭-૯).
આ રીતે ઉપયોગપૂર્વક શિલ્પીની તે તે ઇચ્છાઓને પૂર્ણ કરવાથી ચોક્કસ જ કાર્યની સિદ્ધિ થાય છે. ચાલુ વ્યવહારમાં પણ જેમની પાસેથી કામ લેવાનું છે; તે કાર્યકરોની તે તે જરૂરિયાત અંગે ખૂબ જ ઉપયોગપૂર્વક ધ્યાન આપીએ અને તેઓને તે અંગે કહેવાની જરૂર જ ન પડે તો તે કાર્યકરો આપણું કામ સજ્વર અને સરસ કરી આપે છે – એ આપણે નજરે જોઈએ એક પરિશીલન
૧૭૭