Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अर्हमित्यक्षरं यस्य चित्ते स्फुरति सर्वदा ।
પર ત્રહ તતઃ શદ્ધાઃ સોથિકચ્છતિ I૪-૨૮ “અહ” આ અક્ષર જેના ચિત્તમાં સર્વકાળ સ્કુરાયમાન છે; તે આત્મા, તે શબ્દબ્રહ્મથી પરમબ્રહ્મને પ્રાપ્ત કરે છે – આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે આત્માઓ અરિહંત પરમાત્માનું હૃદયમાં નિરંતર ધ્યાન કરે છે તેઓ અપરતત્ત્વમાંથી પરતત્ત્વમાં જાય છે. પરતત્ત્વ આત્માના શુદ્ધ (સ્વભાવસિદ્ધ) સ્વરૂપને કહેવાય છે, જે સકલકર્મના અભાવે આવિર્ભાવ પામેલી સિદ્ધાવસ્થા સ્વરૂપ છે. એ પરતત્ત્વસ્વરૂપ પર(પરમ)બ્રહ્મની પૂર્વાવસ્થાને અપર બ્રહ્મ તરીકે વર્ણવી છે. રૂપાતીત અવસ્થાનું વર્ણન શબ્દથી ખૂબ જ સ્થૂલ રીતે થાય છે અને રૂપવત્ અવસ્થાનું વર્ણન તેની અપેક્ષાએ સૂક્ષ્મ રીતે થતું હોય છે. તે અપર બ્રહ્મને એ અપેક્ષાએ શબ્દબ્રહ્મ કહેવાય છે. શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મમાં જે ભેદ છે તે વેદાંતદર્શનાદિના અભ્યાસથી સમજી લેવો જોઈએ. શબ્દથી પ્રતિપાદ્ય બ્રહ્મ, શબ્દથી શેય બ્રહ્મ અને શબ્દસ્વરૂપ બ્રહ્મ... ઇત્યાદિ જુદી જુદી વ્યુત્પત્તિને આશ્રયીને શબ્દબ્રહ્મનું સ્વરૂપ; પરબ્રહ્મના સ્વરૂપથી ભિન્ન છે. શબ્દબ્રહ્મથી પરમબ્રહ્મને પામવા માટે શ્રી અરિહંત પરમાત્માની ઉપાસના એ એક જ ઉપાય છે. એ વિના બીજો કોઈ જ ઉપાય નથી – એ ઓગણત્રીસમા શ્લોકથી જણાવાય છે–
परः सहस्राः शरदां परे योगमुपासताम् ।
हन्तार्हन्तमनासेव्य गन्तारो न परं पदम् ॥४-२९॥ હજારો-લાખો વર્ષો સુધી બીજા (શ્રી અરિહંત પરમાત્માની ઉપાસના નહિ કરનારા) લોકો યોગની ઉપાસના કરે; તોપણ શ્રી અરિહંતપરમાત્માની સેવા (આજ્ઞાપાલનાદિ સ્વરૂપ ઉપાસના) કર્યા વિના તેઓ પરમપદે જવાના નથી. કારણ કે પરમપદને પ્રાપ્ત કરવાનો જો કોઈ ઉપાય હોય તો તે એકમાત્ર શ્રી અરિહંતપરમાત્માની ઉપાસના જ છે. એ વિના કરાતી યોગની ઉપાસના વસ્તુતઃ યોગની ઉપાસના નથી. પરંતુ તેના આભાસની જ ઉપાસના છે. બીજા યોગીઓને સમ્યજ્ઞાન ન હોવાથી તેઓ પારમાર્થિક યોગને સમજી જ શક્યા નથી. અને તેમને સમ્યગ્દર્શન ન હોવાથી શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને વાસ્તવિક રીતે સમજી શકતા નથી. મિથ્યાત્વમોહનીયકર્મના તીવ્ર વિપાકો યોગના (બાહ્યદષ્ટિએ યોગના) ઉપાસકોને પણ પરમપદથી દૂર રાખે છે. તેની મંદતા આત્માને પરમપદના પથિક બનાવે છે. સંસારના સુખ-દુઃખ પ્રત્યેના તીવ્ર રાગ-દ્વેષનાં પરિણામોની તીવ્રતા ઘટે તો જ મિથ્યાત્વાદિની મંદતા થઈ શકે. આપણા સૌનું સદ્ભાગ્ય અદ્ભુત છે કે સ્વભાવથી જ શ્રી અરિહંત પરમાત્માની ઉપાસનાનો આપણને યોગ પ્રાપ્ત થયો. એ દ્વારા પરમપદનો યોગ પ્રાપ્ત થાય એ માટે આપણે પ્રયત્નશીલ બની રહીએ. I૪-૨
૧૬૨
જિનમહત્ત્વ બત્રીશી