Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
માનવી હોય ત્યારે શ્રી વીતરાગપરમાત્માની જ આજ્ઞા માનવા સ્વરૂપ તેઓશ્રીની જ સેવા કરવી જોઇએ. આથી જ ગ્રંથકાર પરમર્ષિ શ્લોકના ઉત્તરાદ્ધથી ફરમાવે છે કે તમારામાં જો ચેતના છે તો આ જ શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં ભક્તિ કરવી જોઇએ. અર્થાત્ તેઓશ્રીના જ શાસન(વચન)ને આરાધવું જોઇએ. શરીરમાં જ્યાં સુધીચેતના છે ત્યાં સુધી શ્રીવીતરાગપરમાત્માના શાસનની આરાધના સિવાય બીજુ કાંઈ પણ કરવા જેવું નથી. ચેતનાનો એકમાત્ર ઉપયોગ જ એ છે. શ્રી તીર્થંકરભગવાનનું મહત્ત્વ સમજાયા પછી સમજણની સાર્થકતા એમાં જ રહી છે.ll૪-૩૧ ભક્તિની ઉપાદેયતાને તેના ફળના વર્ણનથી જણાવાય છે
सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् ।
भक्ति भगवती बीजं परमानन्दसम्पदाम् ॥४-३२॥ પવાર્થત્યાઘારણ્ય પત્તોડી સુગમાં ૪-૨૭ીર૮ર૬llરૂolીરૂછોરૂરી
“શ્રુતસમુદ્રનું અવગાહન કરવાથી મને આ સાર-રહસ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન શ્રી વીતરાગપરમાત્માની ભક્તિ મોક્ષનું બીજ છે.” - આ પ્રમાણે છેલ્લા શ્લોકનો અર્થ છે. ગ્રંથકાર પરમર્ષિએ આ શ્લોકમાં ચોથી બત્રીશીનો સાર વર્ણવ્યો છે.
શ્રી જિનેશ્વર દેવોને છોડીને અન્ય કોઈ પણ દેવમાં મહત્ત્વ સિદ્ધ થતું નથી. માત્ર શ્રી જિનેશ્વરદેવમાં જ પારમાર્થિક મહત્ત્વ છે. એ પણ માત્ર બાહ્ય સંપદાને લઈને નથી; પરંતુ અવિસંવાદી(મોક્ષસ્વરૂપ ફળને પ્રાપ્ત કરાવનારા) વચનને લઈને જ છે. આ સંસારથી મુક્ત બની પરમાનંદને પ્રાપ્ત કરવા માટે શ્રી તીર્થંકરપરમાત્માના જ વચનની આરાધના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. ભગવાન શ્રી તીર્થંકરપરમાત્માની ભક્તિ; પરમાર્થથી તો તેઓશ્રીના પરમતારક વચનની આરાધનામાં જ રહેલી છે. સમસ્ત દ્વાદશાંગીની રચના પરમપદની પ્રાપ્તિના એકમાત્ર ઉદેશથી થયેલી છે. મુમુક્ષુ આત્માઓને એ ઉદેશની સિદ્ધિ માટે શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાની આરાધના કઈ રીતે કરવી જોઈએ, તેનું વિસ્તારથી એમાં વર્ણન છે. આવા શ્રુતસમુદ્રનું અવગાહન કરવાથી જે સાર પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે. અંતે શ્રી અરિહંત પરમાત્માની એ ભક્તિ કરવા દ્વારા આપણે પરમાનંદના ભોક્તા બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૪-૩રા
| તિ શ્રીનિનમહત્વત્રિશા | अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૧૬૪
જિનમહત્ત્વ બત્રીશી