Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ નિત્યકૃતિને માન્યા પછી જ જન્યકતિત્વને કૃતિનિષ્ઠકાર્યતાનો અવચ્છેદક માનવાનું ગૌરવ થાય છે, તેથી તે ફલમુખ ગૌરવ દોષાધાયક નથી. પરંતુ ફલમુખ ગૌરવ પણ ક્વચિત્ દોષાધાયક મનાય છે. (રહેવા માટે મોટું ઘર લેવાથી પાછળનો ખર્ચ વગેરે ભારે પડે તો વ્યવહારમાં પણ મોટું ઘર લેવાનું દોષાધાયક મનાય છે.) યદ્યપિ ફલમુખ ગૌરવ ક્વચિત જ દોષાધાયક ન હોવાથી કોઈ સ્થાને દોષાધાયક પણ મનાય છે. તેથી નિત્યકૃતિ અસિદ્ધ છે.
નિત્યવિજ્ઞાન માનન્દ્ર રહ્ય' આ શ્રુતિથી નિત્યજ્ઞાન સિદ્ધ થાય તોપણ નિત્ય ઈચ્છા અને નિત્યકૃતિની સિદ્ધિ નહીં થાય. નિત્યવિજ્ઞાનને ઉપલક્ષણ માની નિત્યકૃતિ વગેરેને પણ એ શ્રુતિથી સિદ્ધ કરવામાં આવે તો નિત્યકૃતિ વગેરેની જેમ ઈશ્વરમાં નિત્ય સુખને પણ માનવાનો પ્રસંગ આવશે. તેથી નિત્યવિજ્ઞાનઆ શ્રુતિ પણ; જેમના સમસ્ત દોષો ધ્વંસ પામ્યા છે એવા પરમાત્મામાં કે જેઓશ્રી નિત્યજ્ઞાન-સુખના આશ્રય છે, તેઓશ્રીમાં સમસ્તદોષના ધ્વસને કારણે જ મહત્ત્વ જણાવે છે. આ બધી વાત વિસ્તારથી “સ્યાદ્વાદ-કલ્પલતા' વગેરેમાં જણાવી છે. અહીં તો દિશાસૂચન માત્ર છે. જિજ્ઞાસુઓએ તે તે ગ્રંથોનું અધ્યયન કરી લેવું જોઈએ. ૪-૧૨ા.
પરમાત્માએ પરિમિત દાન આપ્યું છે; તેથી તે મહાન નથી – આ પ્રમાણે પરમાત્મામાં મહત્ત્વાભાવને માનનારા બૌદ્ધોનું નિરાકરણ કરાય છે
अन्ये त्वाहु महत्त्वं हि सङ्ख्यावदानतोऽस्य न ।
शास्त्रे नो गीयते होतदसङ्ख्यं त्रिजगद्गुरोः ॥४-१३॥ अन्ये त्विति-अन्ये तु बौद्धास्त्वाहुः-अस्य जिनस्य हि सङ्ख्यावद्दानतो न महत्त्वं । श्रूयते हि जिनदानस्य सङ्ख्यावत्त्वं “तिन्नेव य कोडिसया अट्ठासीअं च हुंति कोडिओ । असियं च सयसहस्सा एवं संवच्छरे दिन्नं ।।१।।” इत्यादिना । न अस्माकं शास्त्रे चैतद्दानमसङ्ख्यं त्रिजगद्गुरोर्बोधिसत्त्वस्य गीयते । तदुक्तं-“एते हाटकराशयः प्रवितताः शैलप्रतिस्पर्द्धिनो रलानां निचयाः स्फुरन्ति किरणैराक्रम्य भानोः प्रभाः । हाराः पीवरमौक्तिकौघरचितास्तारावलीभासुरा यानादाय निजानिव स्वगृहतः स्वैरं जनो गच्छति /9ો ત્યાદિ ૪-રૂા
“અન્ય-બૌદ્ધો કહે છે કે પરમાત્માએ આપેલું દાન સંખ્યાવતુ-પરિમિત હોવાથી તેઓશ્રીમાં મહત્ત્વ નથી. અમારા શાસ્ત્રમાં ત્રણ જગતના ગુરુએ જે દાન આપ્યું છે તે અસંખ્યઅપરિમિત વર્ણવ્યું છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવોએ દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે એક વર્ષ દરમિયાન જે દાન આપ્યું છે તેનું પ્રમાણ વર્ણવતાં ફરમાવ્યું છે કે ૩૮૮ કરોડ અને ૮૦ લાખ (૩૮૮,૮૦,૦૦,૦૦૦) સુવર્ણમુદ્રા પ્રમાણ દાન એક વર્ષમાં આપ્યું હતું. જ્યારે આની સામે અમારા (બૌદ્ધોના) શાસ્ત્રમાં; ત્રણ જગતના ગુરુ-બોધિસત્વે (ગૌતમબુદ્ધ) જે દાન આપ્યું છે તેનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે, “પર્વતોની
૧૪૬
જિનમહત્ત્વ બત્રીશી