Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
पित्रोरौषधार्थिनस्तदुपकारकौषधानयनार्थं कथञ्चित्तौ विमुच्यापि गच्छतः पुत्रस्य प्रव्रज्यायास्तयोः स्वस्यान्येषां चोपकारहेतुत्वात् । तदिदमाह - " सव्वहा अपडिबुज्झमाणे चएज्जा अद्धाणगिलाण ओसहत्थ વાળાણાં” ||૪-૧૨||
“માતા-પિતાદિના ખેદની રક્ષા(પરિહાર)ના ઉપાયમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તો કૃતજ્ઞતા નથી. માતા-પિતાદિ પ્રતિબોધ ન પામે તો તેમનો ત્યાગ કરવો એ, ગ્લાનના ઔષધ માટેના ત્યાગની જેમ ત્યાગ નથી.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આપણી પ્રવૃત્તિના કારણે માતા-પિતાદિને ખેદ થાય છે ઃ એ જાણ્યા પછી તેને દૂર કરવા માટેના ઉપાયમાં પ્રવૃત્તિ ન કરવી – એ કૃતજ્ઞતા નથી. તેઓ પ્રત્યેની કૃતજ્ઞતા તેઓની શુશ્રૂષાથી જ સાધ્ય છે. આ પ્રમાણે અન્યત્ર પણ કહ્યું છે કે, ‘તે લોકમાં કૃતજ્ઞ છે; તે ધર્મગુરુનો પૂજક છે અને તે જ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરે છે, જે માતા અને પિતાની સેવા કરે છે.’ ભાવાર્થ એ છે કે સર્વકલ્યાણના મૂળભૂત પોતાના ઇષ્ટ એવા કૃતજ્ઞતાગુણનો વિરોધી, માતા-પિતાનો ખેદ છે. તે સર્વથા વર્જનીય છે. અભિગ્રહવિશેષ માતાના અને પિતાના ખેદને દૂર કરવાથી કૃતજ્ઞતાગુણનો સાધક બને છે, તેથી તે ન્યાયસંગત છે. શ્રી પંચસૂત્રમાં પણ કહ્યું છે કે, પ્રતિબોધ ન પામે તો; ગમે તે રીતે માતાપિતાને પ્રતિબોધ પમાડવા અર્થાત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તત્પર બનાવવા. કર્મની તેવા પ્રકારની પરિણતિના કારણે પ્રતિબોધ ન પામે તો તેમના માટેના જીવનનિર્વાહનો પ્રબંધ કરી, એટલે કે શક્તિ મુજબ પૈસા વગેરેનો પ્રબંધ કરી માતા-પિતાદિની અનુમતિથી પ્રવ્રજ્યા – ધર્મનો સ્વીકાર કરવો.
-
જો કોઇ પણ રીતે તેઓ અનુમતિ ન જ આપે તો; ‘મારું આયુષ્ય અલ્પ છે...’ વગેરે પ્રકારે માયા કરવી.આ રીતે ઉપાયો કરવા છતાં તેઓ સમજે નહિ તો મુમુક્ષુએ તેમનો ત્યાગ કરીને પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવો. આ રીતે કરેલા તેમના ત્યાગને ત્યાગ મનાતો નથી. માતાપિતાની સાથે કોઇ વાર માર્ગમાં જતા રસ્તામાં માંદા થઇ ગયેલાં માતા-પિતાને; તેમના ઔષધને લાવવા માટે છોડીને જનારા પુત્રે માતા-પિતાનો ત્યાગ કરેલો જેમ ગણાતો નથી તેમ અહીં પણ પ્રવ્રજ્યા; પોતાના, માતા-પિતાના અને બીજાના માટે ઉપકારનું કારણ હોવાથી માતા-પિતાદિનો ત્યાગ કરેલો હોવા છતાં ત્યાગ ગણાતો નથી. આથી જ કહ્યું છે કે કોઇ પણ રીતે માતા-પિતા પ્રતિબોધ પામે નહિ તો માર્ગમાં ગ્લાન થયેલા તેમના ઔષધ માટેના ત્યાગના ઉદાહરણથી માતાપિતાદિનો ત્યાગ કરે... ઇત્યાદિ પંચસૂત્રના અધ્યયનથી જાણી લેવું જોઇએ. II૪-૧૯ા શ્રીતીર્થંકરપરમાત્મામાં પ્રકારાંતરથી મહત્ત્વાભાવને જણાવનારની માન્યતાને જણાવાય છે—
૧૫૪
अपरस्त्वाह राज्यादि महाधिकरणं ददत् । शिल्पादि दर्शयश्चार्हन्महत्त्वं कथमृच्छति ॥४-२०॥
જિનમહત્ત્વ બત્રીશી