Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કાયમ માટે આપેલા ઉપાશ્રયાદિને વાપરવા અને ઓશિકા, ગાદી વગેરે વાપરવા - આ બધા પ્રમાદનું કારણ હોવાથી પ્રમાદાચરણસ્વરૂપ છે તેથી પ્રમાણભૂત નથી. સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓના એ આચાર નથી. ૩-છા શિષ્ટ જનોના આચરણમાં અને અશિષ્ટ જનોના આચરણમાં જે ભેદ છે તે જણાવાય છે–
आद्यं ज्ञानात् परं मोहाद् विशेषो विशदोऽनयोः ।
एकत्वं नानयोयुक्तं काचमाणिक्ययोरिव ॥३-८॥ आद्यमिति-ज्ञानं तत्त्वज्ञानं । मोहो गारवमग्नता ॥३-८।।
“આદ્ય-સંવિગ્નગીતાર્થનું આચરણ (કલ્પપ્રાચરણાદિ) જ્ઞાનથી (તત્ત્વજ્ઞાનથી) થયેલું છે અને બીજું - અસંવિગ્ન પુરુષોનું આચરણ (શ્રાદ્ધમમત્વાદિ) મોહથી હરસગારવાદિની મગ્નતાથી) થયેલું છે. તેથી એ બેમાં મોટો ફરક છે. કાચ અને મણિની જેમ એ બેમાં સામ્ય માનવાનું યુક્ત નથી.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે કલ્પપ્રાચરણાદિ કે શ્રાદ્ધમમત્વાદિ આચારોનું શાસ્ત્રમાં વિધાન નથી. પાછળથી મહાત્માઓએ તે શરૂ કર્યું છે – એ રીતે બંનેની એકરૂપતા હોવા છતાં બંને એકરૂપ નથી. એ બેમાં ઘણું અંતર છે. કાચ અને મણિમાં જેટલું અંતર છે; એટલું અંતર એ બેમાં છે. કારણ કે શિષ્ટ જનોનું કલ્પપ્રાચરણાદિસ્વરૂપ આચરણ જ્ઞાનથી જન્ય છે અને શ્રાદ્ધમમતાદિનું કારણ મોહ છે.
જ્ઞાન અને મોહનું સ્વરૂપ સમજાવતાં ગ્રંથકારશ્રીએ ખૂબ જ ઓછા શબ્દમાં માર્મિક વાત જણાવી છે. અહીં જ્ઞાનનો અર્થ તત્ત્વજ્ઞાન કર્યો છે અને મોહનો અર્થ ગારવમગ્નતા કર્યો છે. સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થ પુરુષોના જ્ઞાનની તાત્ત્વિકતામાં કોઈ વિવાદ નથી. તત્તાનુસારી એ જ્ઞાન આત્મતત્ત્વની પ્રાપ્તિનું ખૂબ જ મહત્ત્વનું કારણ છે. એ શિષ્ટ જનો જે કોઈ આચરણ કરે છે, તે આત્મતત્વની પ્રાપ્તિના એકમાત્ર ઉદ્દેશથી કરે છે. સ્વ-પરના આત્માને તત્ત્વની પ્રાપ્તિ માટે ગીતાર્થ મહાત્માઓએ જે આચરણ શરૂ કર્યું હોય તે તત્ત્વજ્ઞાનપૂર્વકનું જ હોય છે. અન્યથા તે આત્મતત્ત્વની પ્રાપ્તિનું કારણ નહીં બને.
સંવિગ્નગીતાર્થમહાત્માઓના આચરણને છોડીને અન્ય જે શ્રાદ્ધમમત્વાદિ આચરણ છે; તે મોહથી જન્ય છે. ગ્રંથકાર પરમર્ષિએ અહીં મોહને ગારવમગ્નતાસ્વરૂપે વર્ણવ્યો છે. રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ આ ત્રણ ગારવ છે. આત્માને કર્મથી લચપચ (લિપ્ત) કરનાર ગારવ છે. પાંચ ઇન્દ્રિયના વિષયની આસક્તિ રસગારવ છે. માનપાન અને વૈભવાદિની આસક્તિ ઋદ્ધિગારવ છે અને સુખની આસક્તિવિશેષ શાતાગારવ છે. અનાદિકાળથી ચાલી આવતા અનાચારનું કારણ; એ ગારવની મગ્નતા છે. સર્વવિરતિધર્મને અને પરમ શ્રેષ્ઠ કોટિના જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી પણ ગારવની મગ્નતાને લઇને આત્મા પ્રમાદાદિપરવશ નિગોદાદિ ગતિમાં જાય
માર્ગ બત્રીશી