Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સંભવતો નથી, પરંતુ અપુનબંધકાદિને એ યોગના કારણ સ્વરૂપ યોગની પ્રાપ્તિમાં કોઈ બાધક નથી. ઇત્યાદિ આગળની બત્રીસીમાં સ્પષ્ટ કરાશે.
“કલ્પ(સાધ્વાચાર) અને અકલ્પના જાણકાર, પાંચ મહાવ્રતોમાં રહેલા અને સંયમ તથા તપના વૈભવવાળા (કરનારા) એવા પૂ. સાધુભગવંતોના વચનમાં વિકલ્પ વિના (એકાંતે) તથાકાર (તહત્તિ) કરવો. અન્યત્ર વિકલ્પથી તથાકાર કરવો...” આ પ્રમાણેના વચનથી પૂ. સાધુભગવંતોના જ વચનમાં અવિકલ્પથી તથાકાર કરવાનું જણાવ્યું છે. સંવિગ્નપાક્ષિકો સાધુ ન હોવાથી તેમના વચનમાં અવિકલ્પથી તથાકાર (તથાગતુ કહેવા પૂર્વકનો સ્વીકાર) કરાતો નથી, તેથી તેમનો શુદ્ધપ્રરૂપણાદિ ધર્મ માર્ગ નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઉપર જણાવ્યા મુજબના વચનમાં; પૂ. સાધુભગવંતોના વચનથી અન્યત્ર સંવિગ્નપાક્ષિકાદિ મહાત્માઓના વચનમાં જે વિકલ્પથી તથાકાર જણાવ્યો છે ત્યાં; સંવિગ્નપાલિકોનો માર્ગ ત્રીજો છે – આ વચનના સામર્થ્યથી તે વિકલ્પને વ્યવસ્થિતવિભાષાસ્વરૂપે વર્ણવ્યો છે. સામાન્ય રીતે જયાં વિભાષા - વિકલ્પથી જે કાર્યનું વિધાન કરાય છે, ત્યાં તે કાર્ય તે તે સ્થાને કરાય અથવા ન પણ કરાય. પરંતુ જયાં જે કાર્યનું વિધાન વ્યવસ્થિતવિભાષાથી કરાય છે ત્યાં તે કાર્ય કેટલાંક સ્થાને ચોક્કસ થાય છે અને કેટલાંક સ્થાને તે કાર્ય થતું જ નથી. સામાન્યવિભાષાસ્થળે સર્વત્ર તે કાર્ય અને તે કાર્યનો અભાવઃ બંન્ને થાય છે. અહીં પૂ. સાધુભગવંતોના વચનમાં તો અવિકલ્પ (વિકલ્પ વિના) તથાકાર છે. તેને છોડીને અન્ય-સંવિગ્નપાક્ષિકોના વચનમાં અવિકલ્પથી જ તથાકાર છે. અને સંવિગ્નપાક્ષિકોથી પણ અન્યના વચનમાં વિકલ્પથી જ તથાકાર છે. આ વ્યવસ્થિતવિભાષા છે. આ બધી વાત ગ્રંથકારશ્રીએ સામાચારીપ્રકરણમાં વિસ્તારથી જણાવી છે. આથી સમજી શકાશે કે સંવિગ્નપાક્ષિકોના વચનમાં પૂ. સાધુભગવંતોના વચનની જેમ જ વિકલ્પ વિના એકાંતે તથાકાર કરવાનો હોવાથી સંવિગ્નપાક્ષિકોનો પણ માર્ગ છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનાનુસાર શુદ્ધ પ્રરૂપકોના વચનમાં વિકલ્પનો કોઈ અવકાશ નથી. કોઈ પણ જાતના ખચકાટ વિના એ પરમતારક વચનમાં તથાકાર (પરમસત્યતાનો સ્વીકાર) કરી જ લેવો જોઇએ. સંવિગ્નપાક્ષિક મહાત્માના વચનમાં પણ એ રીતે જ તથાકાર કરવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી હોય છે. તેથી તેમનો ત્રીજો માર્ગ છે. ૩-૨૮
પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં નિષ્કર્ષ જણાવાય છે
साधुः श्राद्धश्च संविग्नपक्षी शिवपथास्त्रयः ।
शेषा भवपथा गेहिद्रव्यलिङ्गिकुलिङ्गिनः ॥३-२९॥ સરિતિ–વ્યm: IIQ-૨I.
એક પરિશીલન
૧૧૯