Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરંતુ ઈર્ષ્યા; સુખની આસક્તિ અને અજ્ઞાનાદિ પરવશ એ રીતે ગુણ ઉપર દ્વેષ થતો હોય છે. ગુણ અને ગુણનો રાગ એ બેના બદલે ગુણસંપન્નોના ગુણોની પ્રત્યે દ્વેષ થાય - એ અધમબુદ્ધિને સૂચવનારું છે. બુદ્ધિની અધમતા આત્માના અનંતાનંત ગુણોના સ્વરૂપને જોવા પણ દેતી નથી. અનંતગુણસ્વરૂપી આત્માને ગુણદ્વેષી બનાવનારી બુદ્ધિની અધમતા ભારે વિચિત્ર છે!In૩-૩૦ના ઉત્કૃષ્ટબુદ્ધિ, મધ્યમબુદ્ધિ અને અધમબુદ્ધિ જે ભૂમિકામાં હોય છે તે ભૂમિકા જણાવાય છે–
ते च चारित्रसम्यक्त्वमिथ्यादर्शनभूमयः ।
अतो द्वयोः प्रकृत्यैव वर्तितव्यं यथाबलम् ॥३-३१॥ તે તિ–વ્યm: રૂ-રૂછા.
“ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ બુદ્ધિને આશ્રયીને કરેલા ત્રણ વિભાગ અનુક્રમે ચારિત્ર, સમ્યકત્વ અને મિથ્યાત્વની ભૂમિકાએ છે; તેથી સ્વભાવથી જ શક્તિ મુજબ ગુણ અને ગુણરાગને વિશે પ્રવૃત્તિ કરવી જોઈએ.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ બુદ્ધિવાળા આત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ અનુક્રમે ગુણી, ગુણરાગી અને ગુણવી હોય છે. એમાં ગુણસંપન્ન આત્માઓ ચારિત્રસંપન્ન હોય છે. ગુણરાગી સમ્યકત્વવંત હોય છે. અને ગુણષી આત્માઓ મિથ્યાત્વી હોય છે. આ પૂર્વે જણાવ્યા મુજબ આ સંસારમાં ગુણસંપન્ન આત્માઓનો ગુણ ચારિત્ર હોવાથી તે ઉત્કૃષ્ટબુદ્ધિવાળા આત્માઓની ભૂમિકા ચારિત્રસ્વરૂપ જ છે. ચારિત્રના રાગી આત્માઓ સમ્યક્ત્વવંત હોવાથી મધ્યમબુદ્ધિવાળા આત્માઓની ભૂમિકા સમ્યકત્વસ્વરૂપ જ છે. અને ચારિત્રના દ્વેષી એવા આત્માઓ મિથ્યાત્વી હોવાથી અધમબુદ્ધિવાળા તે આત્માઓની ભૂમિકા મિથ્યાદર્શન-મિથ્યાત્વની છે. તેથી પોતાના બળ અનુસાર ચારિત્ર અને સમ્યક્ત્વની ભૂમિકા વખતે પ્રાપ્ત થતા ગુણ અને ગુણાનુરાગમાં પ્રવર્તવું જોઇએ. ૩-૩૧TI
શ્રી વીતરાગપરમાત્માના વચનની જેમ જ સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ એવા મહાત્માઓના આચરણને માર્ગ તરીકે વિસ્તારથી વર્ણવીને; તે મોક્ષનું કારણ કઈ રીતે બને છે - તે છેલ્લા શ્લોકથી જણાવાય છે
इत्थं मार्गस्थिताचारमनुसृत्य प्रवृत्तया ।
मार्गदृष्ट्यैव लभ्यन्ते परमानन्दसम्पदः ॥३-३२॥ રૂસ્થતિ–વ્યો: l/રૂ-રૂ|.
“આ રીતે માર્ગમાં રહેલાના આચારનું અનુસરણ કરીને પ્રવર્તેલી માર્ગદષ્ટિથી જ પરમાનંદ-સંપદા પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ૧૨૨
માર્ગ બત્રીશી