Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પણ કરવાની ભાવનાવાળા) નથી. શ્રી આચારાંગસૂત્રમાં એ જ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે – કેટલાક સંયમથી – લિંગથી નિવર્તમાન હોય અથવા ન પણ હોય તો પણ તેઓ આચારના વિષયમાં યથાસ્થિત જ પ્રરૂપણા કરે છે. શ્રી આચારાંગના આ સૂત્રમાં નિયટ્ટમવેને અહીં વા પદનો પ્રયોગ હોવાથી સંયમલિંગથી નિવૃત્ત અને અનિવૃત્ત : બંનેનું ગ્રહણ થાય છે પરંતુ બંને સંયમથી સિદાતા(શિથિલ) જ સમજવાના છે. સંયમથી સિદાતા હોવા છતાં તેઓ યથાસ્થિત(શાસ્ત્રવિહિત) જ આચારનો ઉપદેશ આપતા હોવાથી તેમને એક જ બાલતા હોય છે. આચારહીનતાના કારણે એ બાલતા છે. બીજી બાલતા નથી.
પરંતુ જેઓ આચારથી હીન હોવા છતાં પણ એમ કહે છે કે “અમે જે આચરીએ છીએ; એવો જ આચાર છે. વર્તમાનમાં દુઃષમકાળને લઈને શરીરબળાદિનો હ્રાસ થયો હોવાથી મધ્યમ માર્ગ જ કલ્યાણને કરનારો છે. ઉત્સર્ગમાર્ગનો અત્યારે અવસર નથી.” આવાઓને તો બીજી પણ બાલતા પ્રાપ્ત થાય છે. કારણ કે પોતે તો ગુણહીન હતા જ અને ગુણવાન પુરુષોના તેઓ દોષ ગાય છે. આ વાત જણાવતાં આચારાંગમાં ફરમાવ્યું છે કે, “જેઓ શીલ(અઢાર હજાર પ્રકારે આચાર)સંપન્ન; ઉપશાંત અને પ્રજ્ઞાથી માર્ગે ચાલનારા છે તેમને અશીલ કહેનારાને બીજી બાલતા (મૂર્ખતા) પ્રાપ્ત થાય છે. આચાર અને પ્રરૂપણા એ બંન્નેમાં તેઓ શિથિલ હોવાથી બંન્ને રીતે તેઓ મૂર્ખ બને છે.
આવી જ રીતે ઉપર જણાવ્યા મુજબ જેમ આચારથી હીન છે, પરંતુ પ્રરૂપણાથી હીન નથી એ પ્રમાણે જણાવનારું વચન છે; તેમ પ્રરૂપણા બરાબર છે પણ તેઓ ઉછજીવી નથી આ પ્રમાણે જણાવનારું પણ વચન છે. જેમ કે શ્રી સ્થાનાંગસૂત્રમાં જણાવ્યું છે કે, કેટલાક પ્રરૂપણા શુદ્ધ કરતા હોવા છતાં તેઓ ઉછજીવી (શુદ્ધભિક્ષાને ગ્રહણ કરનારા) નથી.” આથી સ્પષ્ટ થાય છે કે શુદ્ધપ્રરૂપણાદિને લઈને; સંયમથી નિવૃત્ત થનારાને પણ એક જ પ્રકારની બાલતા પ્રાપ્ત થાય છે. તેથી સંવિગ્નપાક્ષિક મહાત્માઓનો પણ માર્ગ છે. તેમની શુદ્ધદેશનાશ્રવણાદિ દ્વારા અનેક આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે તેથી તે પણ મોક્ષમાર્ગ છે. ૩-૨૭ળા
સંવિગ્નપાક્ષિકો સાધુવેષનો ત્યાગ કરતા ન હોવાથી તેમને સંવિગ્નોમાં સમાવી લેવાથી તેમના માર્ગને સ્વતંત્ર રીતે માર્ગ માનવાની આવશ્યકતા નથી – આવી શંકાનું સમાધાન કરાય છે–
असंयते संयतत्वं मन्यमाने च पापता ।
भणिता तेन मार्गोऽयं तृतीयोऽप्यवशिष्यते ॥३-२८॥ असंयत इति-असंयते संयतत्वं मन्यमाने च पापता भणिता । “असंजए संजयलप्पमाणे पावसमणुत्ति वुच्चइ” इति पापश्रमणीयाध्ययनपाठाद् । असंयते यथास्थितवक्तरि पापत्वानुक्तेः । तेन कारणेनायं संविग्नपक्षरूपस्तृतीयोऽपि मार्गोऽवशिष्यते । साधुश्राद्धयोरिव संविग्नपाक्षिकस्याप्याचारेणाविએક પરિશીલન
૧૧૭