Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કરી વ્યાપારી માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરતા હોય છે. તેમ મુમુક્ષુ જનોએ પણ જેમાં કર્મનિર્જરા ઘણી થાય છે એમાં પ્રવૃત્તિ કરવી જોઇએ અને જેમાં કર્મબંધ થાય છે એનાથી નિવૃત્ત થવું જોઈએ. અનેકાંતવાદની મર્યાદાનું પાલન કરવાથી જેમાં ઉત્સર્ગ-અપવાદાદિનું સંવલિતત્વ (પરસ્પર સાપેક્ષતા) હોય છે, તેમાં જ પ્રામાણ્ય મનાય છે, નિશ્ચયથી અન્યત્ર પ્રામાણ્ય મનાતું નથી. “ઉપદેશરહસ્ય'માં આ વિષયમાં વિસ્તારથી નિરૂપણ કરેલું છે. જિજ્ઞાસુઓએ તેનું અધ્યયન કરી લેવું જોઇએ. ll૩-પા | શિષ્ટ જનોના આચરણના પ્રામાણ્યનું જ સમર્થન કરાય છે–
प्रवाहधारापतितं निषिद्धं यन्न दृश्यते ।
अत एव न तन्मत्या दूषयन्ति विपश्चितः ॥३-६॥ प्रवाहेति-शिष्टसम्मतत्वसन्देहेऽपि तदूषणमन्याय्यं किं पुनस्तन्निश्चय इति भावः । तदिदमाह“जं च विहिअंण सुत्ते ण य पडिसिद्धं जणंमि चिररूढं । स मइविगप्पियदोसा तं पि ण दूसंति गीयत्था IlI” ||રૂ-દા.
પ્રવાહથી ચાલી આવેલું હોય અને એનો નિષેધ કોઈ સ્થાને જોવામાં આવતો ન હોય તો આથી જ (શિષ્ટાચરણ પ્રમાણ હોવાથી જો વિદ્વાનો પોતાની બુદ્ધિથી તેને દૂષિત કરતા નથી.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે કોઈ શિષ્ટાચરણ ક્યારે શરૂ થયું, કોણે શરૂ કર્યું, કયા સંયોગોમાં શરૂ કર્યું... વગેરે જાણી શકાય એમ ન હોય પરંતુ તે વર્ષોથી ચાલતું આવ્યું હોય - એવા પ્રવાહધારાપતિત શિષ્ટાચરણનો જો કોઈએ નિષેધ કરેલો ન હોય તો; વિદ્વાનો પોતાની બુદ્ધિથી તે શિષ્ટાચરણને દૂષિત કરતા નથી. એનું કારણ એ જ છે કે શિષ્ટાચરણ પ્રમાણ છે. જો શિષ્ટાચરણ પ્રમાણ ન હોત તો પ્રવાહથી – પરંપરાથી ચાલ્યા આવતા શિષ્ટાચરણનો વિરોધ વિદ્વાનોએ પોતાની બુદ્ધિ મુજબ ચોક્કસ કર્યો હોત.
આથી સમજી શકાશે કે ઉપર જણાવ્યા મુજબ જે શિષ્ટાચરણમાં શિષ્ટસંમતત્વનો સંદેહ હોય તો પણ તેને વિદ્વાનો દૂષિત (દુષ્ટ-અપ્રમાણ) કરતા નથી, તો જે શિષ્ટાચરણમાં શિષ્ટસંમતત્વ વગેરેનો નિર્ણય છે; એ શિષ્ટાચરણની પ્રામાણિકતા અંગે કોઈ વિવાદ જ રહેતો નથી. આવા શિષ્ટાચરણને અપ્રમાણ માનવાનું ન્યાયસંગત નથી. આ વાતનું સમર્થન કરતાં શ્રી ધર્મરત્નપ્રકરણમાં ફરમાવ્યું છે કે, “જે આગમમાં વિહિત નથી અને નિષિદ્ધ પણ નથી અને ગીતાર્થ પુરુષોમાં લાંબા કાળથી રૂઢ (માન્ય-પ્રસિદ્ધ) છે, તેને પોતાની બુદ્ધિથી દોષોની કલ્પના કરીને ગીતાર્થ મહાત્માઓ દૂષિત કરતા નથી.” આથી સમજી શકાશે કે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ મહાત્માઓનું આચરણ માર્ગ છે, તેને છોડીને બીજાનાં આચરણો માર્ગ નથી. માટે તે પ્રમાણ નથી. l૩-૬ll.
૯૪
માર્ગ બત્રીશી