Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ગુણ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં ફરમાવ્યું છે કે કેટલાક શ્રાવકો લબ્ધાર્થ અને ગૃહીતાર્થ છે. અર્થાત્ કેટલાક શ્રાવકો તત્ત્વાર્થને પામેલા છે અને કેટલાક શ્રાવકો મોક્ષમાર્ગને ગ્રહણ કરેલા છે. પૂ. સાધુભગવંતોએ કહેલા સૂક્ષ્મ અર્થને પરિણામ પમાડવાના સામર્થ્યનું એ પદોથી પ્રતિપાદન કરાયું છે. “સચવ-રળ માં ઉપર જણાવેલી વિગત પ્રસિદ્ધ છે. આથી સમજી શકાશે કે અસંવિગ્ન - શિથિલ જનોના જણાવ્યા મુજબ શ્રાવકોને સૂક્ષ્મ અર્થ જણાવવાનો જ ન હોય તો તે તે સૂત્રમાં શ્રાવકોના લદ્ધઢા અને ગહિઅઢા ઇત્યાદિ પદોથી જણાવેલા ગુણોનું વર્ણન સંગત નહીં થાય. પૂ. સાધુભગવંતે કહેલા સૂક્ષ્મ અર્થને પરિણાવવાનું સામર્થ્ય શ્રાવકોમાં છે – એ તે પદોથી જણાવાયું છે. પૂ. સાધુભગવંતો, ગૃહસ્થને એવા સૂક્ષ્મ અર્થને જણાવતા હોય તો જ તે વર્ણન સંગત બને. ll૩-૧૨ અસંવિગ્ન પુરુષોનું જ બીજું આચરણ જણાવાય છે–
तेषां निन्दाल्पसाधूनां बहाचरणमानिनाम् ।
प्रवृत्ताङ्गीकृतात्यागे मिथ्यादृग्गुणदर्शिनी ॥३-१३॥ तेषामिति-तेषामसंविग्नानां । अल्पसाधूनां विरलानां यतीनां । बह्वाचरितमानिनां “बहुभिराचीर्णं खलु वयमाचरामः स्तोकाः पुनरेते संविग्नत्वाभिमानिनो दाम्भिका” इत्यभिमानवतां । निन्दा अङ्गीकृतस्य मिथ्याभूतस्यापि बह्वाचीर्णस्यात्यागेऽभ्युपगम्यमाने मिथ्यादृशां गुणदर्शिनी प्रवृत्ता, सम्यग्दृगपेक्षया मिथ्याशामेव बहुत्वात् । तदाह-बहुजणपवित्ति मिच्छं इच्छं तेण इहलोइओ चेव । धम्मो न उज्झियव्वो ત િવદુગાવિત્તી Iકા” Íરૂ-રૂા.
“ઘણા લોકોએ જે આચર્યું છે તે અમે આચરીએ છીએ એમ માનનારા તે અસંવિગ્ન પુરુષો; અલ્પ એવા સાધુભગવંતોની જે નિંદા કરે છે; તે, પોતે સ્વીકારેલ મિથ્યાભૂત આચારનો ત્યાગ નહિ કરવાનું માનવાથી મિથ્યાત્વીઓના ગુણને જોવાના સ્વભાવે પ્રવર્તી છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે અસંવિગ્ન જનો દુષ્ટ પ્રવૃત્તિઓ તો કર્યા જ કરે છે. અને સાથે સાથે બહુ જ પરિમિત સંખ્યામાં રહેલા સાધુઓની એ નિન્દા કરે છે. “ઘણા લોકોએ આચરેલું અમે કરીએ છીએ, અમારી બહુમતી છે, આ સાધુઓ તો થોડા છે, સંવિગ્નપણાનું તેમને અભિમાન છે અને દંભને સેવનારા છે.” - આવી જાતના અભિમાનને ધરનારા અસંવિગ્નજનો ખૂબ જ અલ્પસંખ્યામાં રહેલા સાધુઓની એ રીતે નિંદા કરે છે. તેમની આ નિંદા; ઘણા લોકોથી કરાયેલ આચરણ મિથ્યાસ્વરૂપ હોવા છતાં તેનો ત્યાગ નહિ કરવાનું સ્વીકારવાથી સ્પષ્ટ છે કે મિથ્યાત્વીઓના ગુણને જોઈને પ્રવર્તેલી છે. કારણ કે સમ્યકત્વવંત આત્માઓની અપેક્ષાએ મિથ્યાત્વીઓની સંખ્યા ઘણી છે. સદાને માટે તેમની જ (મિથ્યાત્વીઓની જ) બહુમતી રહેવાની.
એક પરિશીલન
૧૦૧