Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કરે છે. એ ઉત્કટ આરાધનાથી જ તેમને મોક્ષની પ્રાપ્તિ થશે. તો પછી તેમને કદર્થનાનો સંભવ ક્યાં છે? – આવી શંકાનું સમાધાન કરાય છે–
गीतार्थपारतन्त्र्येण ज्ञानमज्ञानिनां मतम् ।
विना चक्षुष्मदाधारमन्धः पथि कथं व्रजेत् ॥३-१७॥ गीतार्थेति-मुख्यं ज्ञानं गीतार्थानामेव तत्पारतन्त्र्यलक्षणं गौणमेव तदगीतार्थानामिति भावः ।।३-१७।।
“અજ્ઞાનીઓને ગીતાર્થની પરતંત્રતાના કારણે જ્ઞાન છે. દેખતા માણસના આધાર વિના અંધ માણસ માર્ગમાં કઈ રીતે ગમન કરે ?” – આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – મોક્ષપ્રાપ્તિની ભાવનાથી મોક્ષમાર્ગે ગમન કરતી વખતે મુમુક્ષુ આત્માઓને એની ખબર છે કે જ્ઞાન અને ક્રિયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન અને ક્રિયામાં પણ પ્રધાનતા જ્ઞાનની છે. ક્રિયા પણ જ્ઞાનપૂર્વકની હોય તો મોક્ષની પ્રત્યે કારણ બને છે, અન્યથા તે કારણ બનતી નથી. સંયમજીવનની સાધનામાં જ્ઞાનનું કેવું મહત્ત્વ છે એ સૌ કોઇ સમજે છે.
સમુદાયના થોડા દોષોથી ગભરાઈને જેઓ સમુદાયને છોડીને જતા રહે છે; તે બધાને જ્ઞાનની જ પ્રાપ્તિ થતી નથી. કારણ કે મુખ્યપણે જ્ઞાન; ગીતાર્થમહાત્માઓને જ હોય છે. તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ વર્તનારા અજ્ઞાનીઓને પણ જ્ઞાન મનાય છે, જે ગીતાર્થની પરતંત્રતા સ્વરૂપ છે. સંવિગ્ન (માત્ર બાહ્યાચરણની અપેક્ષાએ) અને અગીતાર્થ એવા એ સાધુઓ સ્વેચ્છાચારી હોવાથી ગીતાર્થ નથી અને ગીતાર્થપરતંત્ર પણ નથી. તેથી ઉભય રીતે મુખ્ય અને ગૌણ રીતે) તેમને જ્ઞાન નથી. જ્ઞાન વિના તેમના ઉત્કટ પણ આચારથી મોક્ષની પ્રાપ્તિ શક્ય નહિ જ બને. તેથી તેમને કદર્થના સ્પષ્ટ છે. કષ્ટ વેઠ્યા પછી પણ જ્યારે ફળની પ્રાપ્તિ થતી નથી, ત્યારે તે કષ્ટ વેઠવાની પ્રવૃત્તિ કદર્થનાસ્વરૂપ છે. તે એક જાતનું અજ્ઞાનકષ્ટ છે. એનાથી ખાસ કોઈ લાભ નથી, ઉપરથી નુકસાન ઘણું છે. મોક્ષપ્રાપ્તિ માટે સાધનાનો આરંભ કર્યા પછી નહિ જેવા દોષના નિવારણ માટે સ્વચ્છંદી બની સંસારમાં પરિભ્રમણ કરવું - એના કરતાં બીજી કોઈ મોટી કદર્થના છે? તેથી ગીતાર્થપાતંત્ર્ય કોઈ પણ રીતે મેળવી લેવું જોઈએ. એના ત્યાગમાં હિત નથી. If૩-૧૭ ગીતાર્થપાતંત્ર્યનો ત્યાગ કરનારાને જે ફળ મળે છે - તેનું વર્ણન કરાય છે
तत्त्यागेनाफलं तेषां शुद्धोञ्छादिकमप्यहो ।
विपरीतं फलं वा स्यानोभङ्ग इव वारिधौ ॥३-१८॥ तदिति-तत्त्यागेन गीतार्थपारतन्त्र्यपरिहारेण तेषां संविग्नाभासानां शुद्धोञ्छादिकमप्यफलं विपरीतफलं वा स्यात् । वारिधाविव नौभङ्गः ॥३-१८॥
એક પરિશીલન
૧૦૫