Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે. ગારવની મગ્નતા સાચું માનવા; સાચું સમજવા અને સારું કરવા દેતી નથી. શ્રાવકો પ્રત્યે મમત્વ અને અશુદ્ધ વસ્ત્રપાત્ર-અશનપાનાદિનો ઉપયોગ... વગેરે આચરણો મારવમગ્નતાસ્વરૂપ મોહના કારણે છે. મૂળમાંથી જ સમજણ ન હોવી અને પ્રાપ્ત થયેલી સમજણ ઉપર આવરણ આવી જવું - એ બેમાં ઘણું અંતર છે. પરિણામ તો બંનેનું ખરાબ છે જ. ગારમગ્નતાના કારણે બીજા પ્રકારનું અજ્ઞાન વિસ્તરે છે. વિષયાદિની આસક્તિની ભયંકરતાના કારણે તેના પરિણામ સ્વરૂપે અનેક દોષોની પરંપરા સર્જાય છે. ભયંકર વિષયની આસક્તિ; જીવને ગારવમગ્ન બનાવે છે અને પછી આત્માને પ્રાપ્ત થયેલી સમજણ ઉપર આવરણ આવવા માંડે છે. રસાદિગારવની સમજણ પણ એ ગારવની મગ્નતાના કારણે નષ્ટ થાય છે. રસાદિગારવની મગ્નતા ક્યારે પણ જ્ઞાનાદિમાં મગ્નતા નહિ આવવા દે. રસ, ઋદ્ધિ અને શાતાની આસક્તિને તોડવાનું ઘણું જ અઘરું છે. અપ્રતિમ સામર્થ્યને વરેલાને પણ તદ્દન અસમર્થ બનાવવાનું કાર્ય રસાદિ ગારવની મગ્નતાનું છે. આ મોહના કારણે વિસ્તાર પામતું અજ્ઞાન ખૂબ જ ભયંકર છે. ઔષધના સેવન પછી પણ વધતા જતા રોગની ભયંકરતાને જેઓ સમજી શકે છે, તેમને ગારવમગ્નતાસ્વરૂપ મોહના કારણે દુષ્ટાચરણ કેવું વધે છે - તે સમજાવવાની જરૂર નથી.
આ બત્રીશીના આ આઠમા શ્લોકનું વિવેચન કરનારાએ “ત્રિશાર્નાિશિવા' મા.9 (પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) આ પુસ્તકમાં એ શ્લોકની ટિપ્પણીમાં જે જણાવ્યું છે, તે અંગે થોડી વિચારણા કરી લેવાનું આવશ્યક છે. તેમના લખાણની વિસંગતિને સ્પષ્ટપણે જણાવવા માટે એકાદ પુસ્તિકા લખવી પડે. અહીં એ શક્ય નથી. સામાન્ય રીતે વિદ્વાન પુરુષોનું ધ્યાન ખેંચવાનો અહીં પ્રયાસ છે. બાકી તો તેઓ સ્વયં તે લખાણમાંની વિસંગતિ સમજી શકશે. પુસ્તકના પૃ.નં.૭૩ ઉપરની એ ટિપ્પણીમાં ભાવાનુવાદક પોતે જે ભાવ સમજ્યા છે, એની પાછળનો એમનો જે આશય છે; અને એ આશયનું જ કારણ છે – એની મને ખબર છે, તેઓ બધાને એ લખાણની વિસંગતિ સમજવાનું ખૂબ જ સરળ છે.
અહીં એ યાદ રાખવું જોઇએ કે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોનું આચરણ પ્રમાણ છે. અસંવિગ્ન, શઠ કે અગીતાર્થ એવા અશિષ્ટ જનોનું આચરણ પ્રમાણ નથી. શિષ્ટસ્વરૂપ એક-બે જનનું પણ આચરણ પ્રમાણ નથી. સૂત્રમાં જેનો સ્પષ્ટ નિષેધ છે અને દ્રવ્યાદિનું પુષ્ટાલંબન ન હોય એવું આચરણ પણ પ્રમાણ નથી. “જેનું શાસ્ત્રમાં વિધાન છે તેનાથી ઇતરનો નિષેધ હોય છે' - આ ન્યાયનો ઉપયોગ કરતી વખતે વિવેકસંપન્નતા કેળવવી જોઈએ. ન્યાયનો ઉપયોગ વૃદ્ધ પુરુષોની લાકડીની જેમ ઇષ્ટની સિદ્ધિ માટે કરવાનો છે, ઈષ્ટના ઉછેર માટે કરવાનો નથી. દ્રવ્યાદિનું આલંબન આરાધના માટે છે, આજ્ઞાની અનારાધના માટે નથી... ઇત્યાદિ ખૂબ જ વિવેકપૂર્વક વિચારવું જોઇએ. આગમાનુસારી પ્રવૃત્તિમાં કયા સંયોગે કઈ જાતનો ફેરફાર કરી શકાય - એ અંગે પણ મર્યાદા છે. એ મર્યાદાનો ખ્યાલ રાખ્યા વિના પોતાની જાતને શિષ્ટ માની
એક પરિશીલન