Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ત્યાગમાં અને સંવરના ઉપાદાનમાં પ્રવૃત્ત થાય છે અને તેથી ક્રમે કરી આત્માને શુદ્ધસંયમની પ્રાપ્તિ થાય છે. આવી રીતે શ્રી સર્વજ્ઞપરમાત્માનો શબ્દ પ્રવર્તક બનતો હોવાથી તે માર્ગ છે.
સંવેગ(મોક્ષ પ્રાપ્ત કરવાનો તીવ્ર અભિલાષ)વંત આત્માને સંવિગ્ન કહેવાય છે. અબ્રાંત (ભ્રમથી રહિત) જનોને અશઠ કહેવાય છે. અને સારી રીતે સૂત્ર અને અર્થનો અભ્યાસ જેઓએ કર્યો છે; તેઓ ગીતાર્થ છે. મોક્ષની તીવ્ર અભિલાષા હોવા છતાં અને ભ્રાંતાવસ્થા ન હોવા છતાં સૂત્ર-અર્થનું જ્ઞાન ન હોવાથી અગીતાર્થ આત્માઓનું આચરણ પ્રમાણ મનાતું નથી. સૂત્રાર્થનું સારી રીતે જ્ઞાન હોય અને ભ્રમથી રહિત હોય તોપણ મોક્ષની અભિલાષા ન હોવાથી અસંવિગ્નોનું આચરણ પ્રમાણ મનાતું નથી. કારણ કે મોક્ષનો આશય ન હોવાથી આચરણનો ઉદ્દેશ ઉચિત નથી. તેમ જ મોક્ષની તીવ્ર અભિલાષા હોય અને સારી રીતે સૂત્ર તથા અર્થનો અભ્યાસ પણ કર્યો હોય તોપણ ભ્રાંત (કોઈ પૂર્વગ્રહાદિ દોષના કારણે અર્થ કરતી વખતે ભ્રમ થયો છે જેમને એવા) જનોનું આચરણ પ્રમાણ નથી. અશઠ, સંવિગ્ન અને ગીતાર્થ એવા એક-બે આત્માઓને અનુપયોગાદિના કારણે વિપરીત આચરણ થવાનો સંભવ હોવાથી સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા ઘણા આત્માઓનું જ આચરણ પ્રમાણ છે – આ વસ્તુને જણાવવા વિનાશનાર્થાવરણમ્ અહીં સંવિનાશકતાર્થનામાવરમ્ - આ પ્રમાણે બહુવચનની વિવક્ષા કરી છે.
શ્રી સર્વજ્ઞભગવંતના પરમતારક વચનથી જેમ પ્રવૃત્તિ થાય છે તેમ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોના આચારથી પણ ઇષ્ટોપાયમાં પ્રવૃત્તિ થાય છે. શિષ્ટ જનોની તે તે પ્રવૃત્તિને જોઈને તે તે પ્રવૃત્તિ કરવા જેવી છે – એવું જ્ઞાન થાય છે અને તેથી શિષ્ટોની પ્રવૃત્તિને જોનારા તે તે પ્રવૃત્તિ કરે છે. શ્રી સર્વજ્ઞપરમાત્માના વિધિ - સ્વરૂપ શબ્દોની જેમ શિષ્ટ જનોનો આચાર પણ પ્રવર્તક હોવાથી માર્ગ છે. આ રીતે માર્ગ બે પ્રકારનો છે. આ જ વાત શ્રી ધર્મરત્નપ્રકરણમાં જણાવી છે. “મો શામળારું.” આ ૮૦મી ગાથાના પૂર્વાદ્ધમાં જણાવ્યું છે કે આગમની નીતિ માર્ગ છે અને સંવિગ્ન એવા ઘણા આત્માઓનું આચરણ માર્ગ છે. શ્રી વિતરાગપરમાત્માના પરમતારક વચનને આગમ કહેવાય છે. તેની નીતિ ઉત્સર્ગ અને અપવાદ સ્વરૂપ છે; જે શુદ્ધસંયમના ઉપાય સ્વરૂપ છે; તે માર્ગ છે. અથવા સંવિગ્ન બહુ જનોએ આચરેલું માર્ગ છે... ધર્મરત્નપ્રકરણમાં ખૂબ જ સ્પષ્ટપણે માર્ગનું સ્વરૂપ વર્ણવ્યું છે. વિસ્તારથી જાણવાના અર્થીએ ત્યાંથી જાણી લેવું. અહીં એ વાત સંક્ષેપથી જણાવી છે. ૩-૧
શ્રી સર્વજ્ઞપરમાત્માએ કહેલો વિધિસ્વરૂપ શબ્દ માર્ગ છે. પરંતુ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ આત્માઓનું આચરણ પણ માર્ગ છે -એ માનવાનું બરાબર નથી, કારણ કે વાક્યાર્થ-જ્ઞાનાદિના ક્રમે ભાવનાજ્ઞાનમાં પ્રધાનપણે આજ્ઞાનું જ પ્રામાણ્ય વર્ણવ્યું છે. આજ્ઞાના પ્રામાણ્યથી જદરેક અનુષ્ઠાનોનું પ્રામાણ્ય વ્યવસ્થિત છે. શિષ્ટાચારની પ્રામાણિકતા પણ શ્રી સર્વજ્ઞપરમાત્માના શબ્દની
એક પરિશીલન