Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રવર્તકતા વ્યવધાન સાથે છે. તેથી ઉપર જણાવ્યા મુજબ શિષ્ટાચરણમાં પ્રવર્તકતા શબ્દસાધારણ (આગમની પ્રવર્તકતા જેવી) નથી.
યદ્યપિ શિષ્ટાચરણમાં આગમમૂલતાનું અનુમાન કરીને; જે કલ્પિત આગમ છે તે આગમથી જ ઈષ્ટસાધનતાનો બોધ કરી લેવાથી પ્રવર્તકતામાં વ્યવધાન નહિ રહે અને તેથી શબ્દસાધારણ્યનો (આગમ જેવી જ પ્રવર્તકતા માનવાનો) પ્રસંગ આવશે; પરંતુ આગમ પ્રત્યક્ષ ન હોવાથી; કલ્પિત આગમ વિધ્યર્થ-ઈષ્ટસાધનતાનો બોધ કરાવી શકશે નહિ. તેથી શિષ્ટાચારમાં પ્રવર્તકતા વિધ્યર્થબોધકલ્પનાધારના વ્યવધાનયુક્ત હોવાથી શબ્દસાધારણ્યનો પ્રસંગ આવશે નહિ. શિષ્ટ જનો જે આચરણ કરે છે તે આગમમૂલક છે. તે આચરણ સંબંધી આગમ યદ્યપિ વ્યવસ્થિત છે, તેમના માટે તે પ્રત્યક્ષ છે, પરંતુ શિષ્ટાચરણને જોઈને પ્રવૃત્તિ કરનારાને વ્યવસ્થિત તે આગમની ઉપસ્થિતિ નથી. તેથી અનુપસ્થિત આગમથી વિધ્યર્થ-ઇષ્ટસાધનતાનો બોધ શક્ય નથી. શિષ્ટાચરણથી આગમમૂલકતાદિનું અનુમાન કરીને તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરનારાને આગમની ઉપસ્થિતિ યદ્યપિ છે; પરંતુ શિષ્ટાચરણમાં આગમમૂલકતાનું જે અનુમાન કરાય છે, તે સામાન્યથી જ આગમનું અનુમાન કરાય છે, ચોક્કસ અક્ષરોવાળા વિશેષ આગમનું અનુમાન કરાતું નથી. તેથી શિષ્ટાચરણસ્થળે આગમથી (કલ્પિત આગમથી) વિધ્યર્થ-ઈષ્ટસાધનતાનો બોધ શક્ય નથી. અને તેથી ઉપર જણાવ્યા મુજબ શબ્દસાધારણ્યનો પ્રસંગ પણ આવતો નથી. આથી સ્પષ્ટ છે કે શિષ્ટપુરુષોનું આચરણ પણ માર્ગ છે. તે મુજબ અન્યત્ર કહ્યું છે કે – આચરણા (શિષ્ટાચરણ) પણ આજ્ઞા (માર્ગ) છે.
શિષ્ટ-સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ - એવા મહાત્માઓના આચરણને જોઇને; તેમાં અવિસંવાદી (ચોક્કસ ફળને આપનારું) ઇષ્ટ-સાધનતાનું જ્ઞાન કરવા દ્વારા તે આચરણથી પ્રવૃત્તિ શક્ય છે. તેમ જ તેમાં અવિસંવાદિત્વ હોવાથી અંધપરંપરાની શંકાનો પણ સંભવ નથી. તેથી આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા નથી. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શિષ્ટાચરણ એ એક જાતનો મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞભગવાનના શબ્દો જેમ પ્રવર્તક છે, તેમ મુમુક્ષુઓને મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કરાવવાનું કાર્ય શિષ્ટાચરણથી પણ થાય છે. શિષ્ટાચરણમાં આગમમૂલકત્વનું અને ઈષ્ટસાધનત્વનું અનુમાન કરીને શિષ્ટજનોએ અનુસરેલા માર્ગમાં મુમુક્ષુ આત્માઓ પ્રવૃત્તિ કરે છે. શિષ્ટોના આચરણમાં આ રીતે પ્રવર્તકતા રહેલી છે. અહીં યદ્યપિ આગમમૂલકતાના અનુમાનની જરૂર નથી. કારણ કે શિષ્ટોનું આચરણ; શિષ્ટોનું હોવાથી એ અવિસંવાદી ઈષ્ટનું સાધન છે – એમ સમજીને મુમુક્ષુ આત્માઓની પ્રવૃત્તિ તેમાં થઈ શકે છે. તેથી તેમાં આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા નથી. પરંતુ આ જ આશયથી શંકાનું સમાધાન કરતાં વસ્તુ ૩૫ત્તિન. ઇત્યાદિ ગ્રંથથી જણાવ્યું છે કે - ઉપપત્તિક(અવિસંવાદી) એવા શિષ્ટાચારથી વિધ્યર્થ-ઇષ્ટસાધનતાનું જ્ઞાન (અનુમાન) કરીને શિષ્ટ જનોના આચરણમાં એક પરિશીલન