Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જ્ઞાન નહિ હોય તો આગમમૂલક પણ આચરણમાં પ્રવૃત્તિ નહિ થાય. તેથી શ્લોકમાંના ગામમૂત્રતાનનુમાપ આ પદોનો અર્થ સ્પષ્ટ કરાય છે - ત્યં વાત્ર ઇત્યાદિ ગ્રંથથી. આશય સ્પષ્ટ છે કે શિષ્ટપુરુષો જે આચરણ કરે છે તે આગમમાં જણાવેલા ઈષ્ટનું સાધન છે. દા.ત. સંયમનું પાલન. શિષ્ટજનો સંયમપાલનાદિ જે અનુષ્ઠાન કરે છે તે ઇષ્ટનાં સાધન છે. જો તે ઈષ્ટનાં સાધન ન હોત તો શિષ્ટ જનો તેનું આચરણ ન કરત.- આ રીતે શિષ્ટ જનોના આચરણમાં આગમ દ્વારા જણાવાયેલી ઈષ્ટસાધનતાનું અનુમાન કરીને અન્ય જનો; મહાજનો દ્વારા અનુસરાયેલા માર્ગમાં પ્રવૃત્તિ કરે છે. ઈષ્ટસાધનતાનું અને આગમમૂલતાનું અહીં જ્ઞાન હોવાથી પ્રવૃત્તિ શક્ય બને છે.
યદ્યપિ શિષ્ટજનોના આચરણથી અન્ય જનોની પ્રવૃત્તિ ઉપપન્ન થાય એ માટે શિષ્ટજનોના આચરણમાં ઇષ્ટસાધનતાના અનુમાનથી જ નિર્વાહ થઈ જાય છે. કારણ કે પ્રવૃત્તિની પ્રત્યે ઇષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. તેથી આગમમૂલકતાના અનુમાનને સૂચવવા માટે શ્લોકમાં કામ” પદનું ગ્રહણ નિરર્થક છે. પરંતુ શિષ્ટપુરુષોના આચરણથી પ્રવર્તનારા સપુરુષોની પ્રવૃત્તિમાં અંધની પરંપરાનો દોષ ન આવે એ માટે મૂળમાં “કામ' પદનું ગ્રહણ કર્યું છે. મૂળમાં “જ્ઞાન” પદનું ઉપાદાન ન કરીએ તો ઈષ્ટસાધનતાનું અનુમાન કરીને શિષ્ટાચરણથી પ્રવૃત્તિ તો શક્ય બનશે; પણ ઉપર જણાવ્યા મુજબ એમાં અંધપરંપરાની શંકાનું નિરાકરણ નહિ થાય - એ સ્પષ્ટપણે સમજી શકાય છે. કારણ કે “કામ' પદના ઉપાદાનથી શિષ્ટાચારની આગમમૂલકતાનો નિર્ણય થાય છે. શિષ્ટાચાર આગમૂલક છે અને અજ્ઞાનમૂલક નથી. તેથી તેમાં અંધપરંપરાની શંકાનો અવકાશ નથી.
શ્રી સર્વજ્ઞપરમાત્માના વિધિસ્વરૂપ શબ્દોથી મુમુક્ષુ આત્માઓ ઈષ્ટસાધનતાનું જ્ઞાન કરીને તે તે અનુષ્ઠાનમાં પ્રવર્તે છે તેમ જ ઉપર જણાવ્યા મુજબ શિષ્ટાચારથી પણ તેમાં આગમમૂલકતાનું અનુમાન કરીને તે આગમ દ્વારા ઈષ્ટસાધનતાનું જ્ઞાન થવાથી મુમુક્ષુ આત્માઓ તે તે અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. તેથી શબ્દ(આગમ) તથા શિષ્ટાચાર બંનેની પ્રવર્તકતા એકસરખી જ હોવાથી શિષ્ટાચારમાં શબ્દસાધારણ્ય (શબ્દ જેવું જ પ્રામાણ્ય) આવે છે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે શ્રીસર્વજ્ઞપરમાત્માના પરમતારક વિધિસ્વરૂપ શબ્દથી(આગમથી). વિધ્યર્થ-ઇષ્ટસાધનતાનો બોધ સાક્ષાત થાય છે. શિષ્ટાચારમાં તો આગમમૂલકતાનું અનુમાન કરીને વિધ્યર્થબોધની કલ્પના કરાય છે. “આ આચરણ શિષ્ટપુરુષોનું હોવાથી આગમમૂલક છે અને શિષ્ટપુરુષો આ આચરતા હોવાથી તે ઈષ્ટસાધન છે.' - આ રીતે આગમમૂલકતાનું અનુમાન કર્યા પછી શિષ્ટ જનોના આચરણથી પ્રવૃત્તિ થવા પૂર્વે વિધ્યર્થ(ઇષ્ટસાધનતા)ના બોધની કલ્પના કરવી પડે છે. તે દ્વારા ત્યાં તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય છે. ભગવાનના વચનથી તો વિધ્યર્થનો બોધ તુરત જ થતો હોવાથી શબ્દમાં(આગમમાં) પ્રવકતા વ્યવધાન વિના છે અને શિષ્ટાચરણમાં
૯૦
માર્ગ બત્રીશી