Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રામાણિકતાને લઇને છે. તેથી સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞપરમાત્માનો શબ્દ જ માર્ગ છે. શિષ્ટાચારને માર્ગ માનવાની આવશ્યકતા નથી... આવી શંકાના સમાધાનમાં જણાવાય છે–
द्वितीयानादरे हन्त प्रथमस्याप्यनादरः ।
जीतस्यापि प्रधानत्वं साम्प्रतं श्रूयते यतः ॥३-२॥ द्वितीयेति-द्वितीयस्य शिष्टाचरणस्य अनादरे प्रवर्तकत्वेनानभ्युपगमे । हन्त प्रथमस्यापि भगवद्वचनस्यापि अनादर एव । यतो जीतस्यापि साम्प्रतं प्रधानत्वं व्यवहारप्रतिपादकशास्त्रप्रसिद्धं श्रूयते । तथा च जीतप्राधान्यानादरे तत्प्रतिपादकशास्त्रानादराव्यक्तमेव नास्तिकत्वमिति भावः ॥३-२॥
“શિષ્ટાચરણને પ્રવર્તક તરીકે આદરવામાં ન આવે તો શ્રી સર્વજ્ઞપરમાત્માના વચનનો પણ વસ્તુતઃ અનાદર જ થાય છે. કારણ કે વર્તમાનમાં જીતાચારનું પણ પ્રાધાન્ય પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી સર્વજ્ઞ ભગવાનનો શબ્દ અને સંવિગ્નાશઠ એવા ગીતાર્થપુરુષોનું આચરણ (શિષ્ટાચરણ) : આ બે પ્રકારના માર્ગમાં બીજા શિષ્ટાચારને માર્ગ તરીકે માનવામાં ન આવે તો ખરી રીતે પ્રથમ શ્રી સર્વજ્ઞભગવંતના શબ્દને પણ માર્ગ માનવામાં આદર રહેતો નથી. કારણ કે આગમવ્યવહાર; શ્રુતવ્યવહાર અને ધારણાવ્યવહારાદિ વ્યવહાર પ્રતિપાદક શાસ્ત્રમાં જીતવ્યવહારનું પણ પ્રાધાન્ય વર્ણવેલું છે. આમ છતાં જીતવ્યવહાર - શિષ્ટાચરણ(સંવિગ્ન, અશઠ, ગીતાર્થમહાત્માઓનું આચરણ)ના પ્રાધાન્યનો આદર ન કરીએ તો જીતવ્યવહારના પ્રાધાન્યને જણાવનારા શાસ્ત્રનો અનાદર સહજ રીતે જ થઈ જાય છે. અને તેથી શાસ્ત્રનો અનાદર કરવા સ્વરૂપ નાસ્તિકતા પ્રગટ રીતે પ્રાપ્ત થાય છે, જે મિથ્યાત્વનું લિંગ છે.
મિથ્યાત્વ, ખૂબ જ ભયંકર કોટિનું પાપબંધનું કારણ છે. મિથ્યાત્વના કારણે બંધાતા પાપની તીવ્રતાનો ખ્યાલ ન હોય તો તેના કારણે થતા કર્મબંધને નિવારવાનું શક્ય નહિ બને. નાસ્તિકતા બધા જ પાપનું મૂળ છે. શ્રી સર્વજ્ઞભગવંતના વચનનો અનાદર કયું પાપ નહિ કરાવેએ એક પ્રશ્ન છે. ખરી રીતે આગમ પ્રત્યે અનાદર કરવાનું કોઈ જ કારણ નથી. તેથી વ્યવહારનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જીતવ્યવહાર સ્વરૂપ શિષ્ટાચરણને પણ પ્રમાણમોક્ષમાર્ગ માનવો જોઇએ.
અહીં યાદ રાખવું જોઇએ કે – ગમે તેના આચરણનું પ્રમાણ માનવાની વાત નથી. પણ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓના જ આચરણનું પ્રમાણ માનવાની વાત છે. સંવિગ્ન અશઠ અને ગીતાર્થ કોને કહેવાય છે એનું નિરૂપણ સ્પષ્ટપણે શાસ્ત્ર કરેલું જ છે. એ મુજબ જ આચરણને મોક્ષમાર્ગ તરીકે માનવાનું ઉચિત છે. દસ-વીસ જણા ભેગા થઈ પોતાની જાતને ગીતાર્થ સંવિગ્ન માની, શાસ્ત્રનિરપેક્ષ નિર્ણયો કરે અને એને માર્ગ સ્વરૂપે પ્રમાણભૂત
માર્ગ બત્રીશી