Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
દર્શાવે ? એની અહીં વાત નથી. આજની વર્તમાન સ્થિતિમાં નવા માર્ગને સ્થાપન કર્યા વિના શાસ્ત્રીય પ્રણાલિકાનું વ્યવસ્થાપન કરવામાં આપણા સૌનું હિત છે. માર્ગ તો સુનિશ્ચિત છે; એ માર્ગે ક્યારે ચાલવું છે – એનો જ નિશ્ચય કરવાની આવશ્યકતા છે. અચિંત્ય પુણ્યપ્રભાવે પ્રાપ્ત થયેલા પરમતારક માર્ગની આરાધના કરવાની શક્તિ હોવા છતાં એ માર્ગને છોડીને નવો માર્ગ સ્થાપવાની પ્રવૃત્તિ સ્વ-પરના હિતનું કારણ નહિ બને. (૩-રા
સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓના આચરણને જોઈને તે મુજબ પ્રવૃત્તિ કરનારા; “એકે કર્યું માટે બીજાએ કર્યું - આ નીતિથી પ્રવૃત્તિ કરતા હોવાથી તે એક રીતે અંધપરંપરા છે. કારણ કે એ વખતે કોઈ જ્ઞાન નથી... આવી શંકાનું નિરાકરણ કરાય છે
अनुमाय सतामुक्ताचारेणागममूलताम् ।
पथिप्रवर्तमानानां शङ्कया नान्धपरम्परा ॥३-३॥ अनुमायेति - उक्ताचारेण संविग्नाशठगीतार्थाचारेण । आगममूलतामनुमाय । सतां मार्गानुसारिणां । पथि महाजनानुयातमार्गे । प्रवर्तमानानामन्धपरम्परा न शङ्कनीया । इत्थं चात्रागमबोधितेष्टोपायताकत्वमेवानुमेयम्, आगमग्रहणं चान्धपरम्पराशङ्काव्युदासायेति नागमकल्पनोत्तरं विध्यर्थबोधकल्पनाद्वारव्यवधानेन प्रवर्तकतायाः शब्दसाधारण्यक्षतिः, अप्रत्यक्षेणागमेन प्रकृतार्थस्य बोधयितुमशक्यत्वाद्, व्यवस्थितस्य चानुपस्थितेः सामान्यत एव तदनुमानात् । तदिदमुक्तं-“आयरणा वि हु आणत्ति ।” वस्तुत उपपत्तिकेन शिष्टाचारेणैव विध्यर्थसिद्धावागमानुमानं भगवद्बहुमानद्वारा समापत्तिसिद्धये इति द्रष्टव्यम् ।।३-३।।
“સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓના આચરણથી આગમમૂલકતાનું અનુમાન કરીને માર્ગે પ્રવર્તનારા માર્ગાનુસારી આત્માઓની તે તે પ્રવૃત્તિમાં અંધપરંપરાની શંકા નહિ કરવી જોઈએ.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોનું આચરણ જોઇને “એકે કર્યું માટે બીજાએ કર્યું અને બીજાએ કર્યું માટે ત્રીજાએ કર્યું. આ રીતે જડતાપૂર્વક કોઈ પણ આચરણ કરાય તો અંધપરંપરાની શંકા ઉચિત જ છે. પરંતુ તેવા પ્રકારના શિષ્ટ પુરુષોના આચરણમાં આગમમૂલકતાનું અનુમાન કરીને (એ આચરણને આગમમૂલક માનીને) એ આચરણથી, મહાજનો દ્વારા અનુસરાયેલા માર્ગમાં પ્રવૃત્તિ કરનારા માર્ગનુસારી - સપુરુષો માટે “અંધપરંપરા'ની શંકા કરવાનું ઉચિત નથી.
“આ આચરણ આગમમૂલક છે. કારણ કે તે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્યોએ આચર્યું છે.” - આ પ્રમાણે શિષ્ટોના આચરણમાં આગમમૂલકતાનું અનુમાન કરીને શિષ્ટોના આચરણથી પ્રવૃત્તિ કરનારને “અંધપરંપરાનો દોષ નથી. પરંતુ માત્ર આગમમૂલકતાનું અનુમાન કરીને શિષ્ટ પુરુષોના આચરણથી અન્ય લોકો તે આચરણમાં પ્રવૃત્તિ નહિ કરી શકે, કારણ કે પ્રવૃત્તિની પ્રત્યે ઈષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. આગમમૂલકત્વનું જ્ઞાન થયા પછી પણ ઈષ્ટસાધનતાનું
એક પરિશીલન
૮૯