Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
રાગ કે દ્વેષને આશ્રયીને ફળની પ્રાપ્તિનો અભાવ અને કર્મબંધ થાય છે તેમ જ રાગ કે દ્વેષના અભાવને આશ્રયીને કર્મબંધનો અભાવ થાય છે. ઇત્યાદિ જણાવે છે.” આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે સ્વરૂપથી અસાવદ્ય અશનાદિના દાનમાં કે પરિભોગમાં ફળનો વિકલ્પ જણાવવાનું કોઈ જ તાત્પર્ય નથી. તે પરિશુદ્ધ હોવાથી તેમાં વસ્તુતઃ કોઈ દોષ નથી. રાગાદિને લઈને દોષ તો સર્વત્ર છે. એનું નિરૂપણ કરવાનું અહીં કોઈ પ્રયોજન નથી. ૧-૨૬ll
અસંયતને શુદ્ધદાન આપવું અને અસંયતને અશુદ્ધદાન આપવું – આ ત્રીજા અને ચોથા ભાંગાને આશ્રયીને અનિષ્ટ વર્ણવાય છે–
शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते ।
गुरुत्वबुद्ध्या तत्कर्मबन्धकृन्नानुकम्पया ॥१-२७॥ शुद्धं चेति-असंयताय यच्छुद्धं वाऽशुद्धं वा गुरुत्वबुद्ध्या प्रदीयते । तदसाधुषु साधुसंज्ञया कर्मबन्धकृत् । न पुनरनुकम्पया, अनुकम्पादानस्य क्वाप्यनिषिद्धत्वाद्, “अणुकंपादाणं पुण जिणेहि न कयाइ સિમિતિ” વવના 9-રા.
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે સુપાત્રને આશ્રયીને દાનના પહેલા અને બીજા પ્રકારના ફળનું વર્ણન કર્યું. હવે જે સુપાત્ર નથી એવા અસંયતને આશ્રયીને શુદ્ધદાન આપવા સ્વરૂપ ત્રીજા ભાંગાનું અને અશુદ્ધદાન આપવા સ્વરૂપ ચોથા ભાંગાનું વર્ણન આ શ્લોકથી કર્યું છે. અસંયતને ગુરુ માનીને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવામાં આવે તો અસાધુમાં સાધુપણાની બુદ્ધિના કારણે કર્મબંધ થાય છે.
અસાધુને સાધુ માનવાનું કામ ખૂબ જ ખરાબ છે. અસાધુને સાધુ માનીને તેમને અશુદ્ધ કે શુદ્ધ દાન આપવું એ તો એથીય ભયંકર છે. એમાં તો એકાંતે શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક વચનની ઘોર અવજ્ઞા થાય છે. સાધુ અને અસાધુ – એ બે વચ્ચેના ભેદને સમજ્યા વિના અસાધુને સાધુ માની ભક્તિ કરવાથી શ્રી સર્વજ્ઞભગવંતોની સર્વજ્ઞતા ઉપરનો અવિશ્વાસ વ્યક્ત થતો હોય છે. જેઓશ્રીના પરમતારક વચનથી જ સુપાત્રદાનની પ્રવૃત્તિ શરૂ કરી હોય અને તે વખતે સુપાત્ર-કુપાત્રનો વિવેક પણ ન હોય - એ ખૂબ જ વિચિત્ર મનોદશાને વર્ણવે છે. માત્ર વેષ જોઈને કે સામાન્ય બાહ્ય ગુણોને જોઈને સુપાત્રદાન કરવાથી કર્મબંધ થાય છે. મોક્ષપ્રાપ્તિનું જે કારણ હતું તે કર્મબંધનું જો કારણ બનતું હોય તો તેનું કારણ એ છે કે સુપાત્ર અને કુપાત્રનો વિવેક કર્યો નથી. સુપાત્રદાન કરનારે એ વિવેક ચૂકવો ના જોઇએ. સુપાત્ર અને કુપાત્ર – બંને ઉપર સમદષ્ટિ રાખીને ભક્તિ કરવાથી સુપાત્રની અવજ્ઞા થતી હોય છે. સુસાધુ અને કુસાધુ વચ્ચેનો ભેદ પરખવાનું સરળ નથી. એ માટે ખૂબ જ ઉપયોગપૂર્વક પ્રયત્ન કરવો પડે. “સંયત અને અસંયતની વચ્ચેના ફરકને જોવાની આવશ્યકતા નથી. ગમે તેમ તોય આપણા
૩૨
દાન બત્રીશી