Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આ વિપાક છે કે ભોગ અને ઉપભોગથી રહિત બની બુદ્ધિમાન આત્માઓ જેને નિંદનીય ગણે છે એવા બાહ્યલિંગમાત્રને ધારણ કરી કષ્ટમય જીવન જિવાય છે. - આ બધું સમજવા જેટલી પાત્રતા જેમનામાં નથી એવા જીવો ખરેખર જ બાલ છે. માત્ર વેષને - આકારને - પ્રધાન માનવાથી તેમને ધર્મતત્ત્વ સમજાવવાનું ઘણું જ કપરું છે. //ર-ળી. મધ્યમજીવો વૃત્ત(આચાર)ને પ્રધાન માને છે. તે વૃત્તનું સ્વરૂપ જણાવાય છે–
गुरुदोषकृतां वृत्तमपि त्याज्यं लघुत्यजाम् ।
जाड्यत्यागाय पतनं ज्वलति ज्वलने यथा ॥२८॥ गुर्विति-वृत्तं खलु असदारम्भनिवृत्तिमदनुष्ठानं, तच्च कार्य हेतूपचारेण यच्चारित्रमुच्यते तत्क्षायोपशमिकत्वाच्छुद्धमेव, यत्तु कीर्त्याद्यर्थं तद्वदाभासते, तल्लघुत्यजामपि सूक्ष्मदोषाकरणयलवतामपि । गुरून् दोषान् प्रवचनोपघातकारिणः कुर्वन्ति ये तेषां सम्बन्धि त्याज्यम् । यथा जाड्यत्यागाय अङ्गशैत्यापनयनाय ज्वलति ज्वलने पतनम् ॥२-८॥
નાના(સૂક્ષ્મ) દોષોનો ત્યાગ કરનારા અને મોટા દોષોને આચરનારાનું વૃત્ત પણ હેય કોટિનું છે, કોઈ પણ રીતે આદરણીય નથી. શરીરની ઠંડી(ટાઢ)ને દૂર કરવા બળતા એવા અગ્નિમાં કોઈ પડતું નથી” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મધ્યમબુદ્ધિ જીવો આચારને પ્રધાન-મુખ્ય માને છે. માત્ર વેષને તેઓ પ્રધાન માનતા નથી. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે આશ્રવોની જેમાં નિવૃત્તિ છે, એવા સદનુષ્ઠાનને અહીં વૃત્તઆચાર મનાય છે. જોકે આત્માની સર્વસાવદ્યથી વિરામ પામવાદિની પરિણતિને જ વાસ્તવિક રીતે વૃત્ત-આચાર કહેવાય છે. એવી પરિણતિ (પરિણામ-ભાવ) વિના; સર્વથા નિરવદ્ય (શુદ્ધ) જણાતાં પણ બાહ્ય અનુષ્ઠાનોને આચાર તરીકે મનાતાં નથી. પરંતુ સર્વસાવદ્ય યોગથી વિરામ પામવાના પરિણામપૂર્વકના તે અનુષ્ઠાનમાં પરિણામનો (કાર્યમાં કારણનો) ઉપચાર કરવાથી તે અનુષ્ઠાનને પણ વૃત્ત-આચાર કહેવાય છે, જે; ચારિત્રસ્વરૂપ છે અને ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રગટેલું હોવાથી શુદ્ધ છે.
જે લોકોનું કીર્તિ, માન, સન્માન અને સંસારનાં સુખો વગેરેના ઉદ્દેશથી શુદ્ધ ચારિત્ર જેવું અનુષ્ઠાન દેખાય છે; તે અનુષ્ઠાનને અહીં વૃત્ત તરીકે વર્ણવ્યું નથી. અપ્રમાર્જના, અપ્રતિલેખનાદિ સ્વરૂપ સૂક્ષ્મ દોષોનો ત્યાગ કરનારા અને સન્માર્ગ તેમ જ તેના આરાધકાદિની નિંદા કરવા વગેરે સ્વરૂપ મોટા દોષોને સેવનારા, એવા લોકોનું એ અનુષ્ઠાન (સદનુષ્ઠાન-જેવું દેખાતું) સર્વથા ત્યાજય છે. કોઈ પણ રીતે એ ઉપાદેય નથી. કારણ કે પ્રવચનનો ઉપઘાત (વિનાશ) કરનારા એ મોટા દોષોને લઈને; શુદ્ધ ચારિત્ર જેવાં દેખાતાં પણ અનુષ્ઠાનો મોક્ષનાં કારણ બનતાં નથી. માટે એવાં અનુષ્ઠાનો કોઈ પણ રીતે પ્રધાન નથી. આ વાતને દષ્ટાંતથી સમજાવતાં શ્લોકના
૫૪
દેશના બત્રીશી