Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તેમાં શાસતત્ત્વ જોવા ન મળે તો બાહ્યવેષાદિનું કોઈ પણ જાતનું મહત્ત્વ નથી – એ વાત તેઓ સારી રીતે સમજે છે. ર-લા શાસ્ત્રતત્ત્વ જે રીતે પ્રાપ્ત થાય છે; તે ઉપાયો જણાવવા પૂર્વક તેનું સ્વરૂપ જણાવાય છે–
श्रुतचिन्तोत्तरोत्पन्नभावनाभाव्यमस्त्यदः ।
श्रुतं सर्वानुगाद् वाक्यात् प्रमाणनयवर्जितात् ॥२-१०॥ श्रुतेति-श्रुतचिन्ताभ्यामुत्तरोत्पन्ना या भावना तया भाव्यं सुग्रहतात्पर्यकम् । अदः शास्त्रतत्त्वमस्ति । तत्र श्रुतं सर्वानुगात् सर्वशास्त्राविरोधिनिर्णीतार्थात् । वाक्यात् । प्रमाणनयवर्जितात् प्रमाणनयाधिगमरहितात् । पदार्थमात्रावग्रहोत्तरस्य वाक्यार्थस्य कथम्भावाकाङ्क्षागर्भत्वेनेहारूपत्वात् प्रमाणनयाधिगमयोश्च कृत्स्नैकदेशापायरूपत्वात् ॥२-१०॥
“શ્રત અને ચિંતા(શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાન)થી ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થનારી ભાવના(ભાવનાજ્ઞાન)થી ભાવ્ય-થનારું આ શાસ્ત્રતત્ત્વ છે. ત્યાં શ્રુતજ્ઞાન તેને કહેવાય છે કે જે; સકલશાસ્ત્રના અવિરોધી એવા અર્થને જણાવનારા અને પ્રમાણ તથા નયથી રહિત વાક્યથી ઉત્પન્ન થયેલું હોય છે.” – આ પ્રમાણે દસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે, હવે પછીના
શ્લોકો(૧૧-૧૨-૧૩)થી શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ વર્ણવ્યું છે, એ પ્રમાણે શ્રત અને ચિંતા જ્ઞાનથી ઉત્તરમાં ઉત્પન્ન થનારી ભાવના છે. તે ભાવનાજ્ઞાનથી શાસ્ત્રતત્ત્વનો પરમાર્થ સારી રીતે ગ્રહણ કરાય છે. એકલા શ્રુતજ્ઞાનથી કે ચિંતાજ્ઞાનથી એ શક્ય બનતું નથી. એ માટે ભાવનાજ્ઞાન આવશ્યક છે. ભાવનાજ્ઞાન; શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાનની ઉપયોગિતા જ એ છે, જેથી તે બંને જ્ઞાનના ઉત્તરકાળમાં ભાવનાજ્ઞાન થાય છે. એનાથી વાક્યર્થ પારમાર્થિકસ્વરૂપે જણાય છે. આ પ્રમાણે આ શ્લોકના પૂર્વાદ્ધથી; પંડિતજનો જેની પરીક્ષા કરે છે તે શાસતત્ત્વનું નિરૂપણ પૂર્ણ થયું. જોકે આટલા નિરૂપણથી શાસ્ત્રતત્ત્વનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી. પરંતુ હવે પછી ભાવનાજ્ઞાનના નિરૂપણ વખતે એ માટે પ્રયત્ન કરાશે. - હવે આ શ્લોકના ઉત્તરાર્ધથી ત્રણ જ્ઞાનમાંના શ્રુતજ્ઞાનનું નિરૂપણ કરાય છે. આ શ્લોકનો ઉત્તરાદ્ધ અને અગિયારમો સંપૂર્ણ શ્લોક : એમ દોઢ શ્લોકથી શ્રુતજ્ઞાનનું સ્વરૂપ વર્ણવેલું હોવાથી આ શ્લોકના ઉત્તરાદ્ધ-માત્રના વિવેચનથી એ અંગે (શ્રુતજ્ઞાનના સ્વરૂપ અંગે) ચોક્કસ ખ્યાલ નહીં આવે. તેથી અહીંના વિવેચનનું અનુસંધાન કરી આગળના (૧૧મા) શ્લોકનું વિવેચન જોવું.
અહીંના પ્રમાણનયતાનું સર્વાનુI૬ વાચાર્ - આ પચ્ચમ્યન્ત પદો; અગિયારમા શ્લોકમાં ઉત્પન્ન અહીં જોડવાનાં છે. સકલશાસ્ત્રના અવિરોધી એવા અર્થનો નિર્ણય જે વાક્યથી
પદ
દેશના બત્રીશી