Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જન્મી નહિ હોય ને? – એવી શંકા જાગ્યા વગર રહેતી નથી. દર્દ ઉત્કટ હોય તો ઔષધ વધુ ઉત્કટ હોવું જોઈએ. કાળ વિષમ હોય તો થોડું વધુ સત્ત્વ કેળવવું જોઇએ ને ? આપણે આચાર પાળતા નથી માટે આચાર કહેવાનું માંડી વાળવાનું યોગ્ય નથી. આચારકથન તો કરવાનું જ, એ સાથે આચાર-પાલન પણ કરવા માટે પ્રયત્ન કરતા રહેવાનું. ર-૨ના
બાલજીવોને બાહ્ય-આચારપ્રધાન જ દેશના આપવાની છે. તેમાં કેટલાક બાહ્ય આચારો જણાવાય છે–
सम्यग्लोचो धराशय्या तपश्चित्रं परीषहाः ।
अल्पोपधित्वमित्यादि बाह्य बालस्य कथ्यते ॥२-२१॥ सम्यगिति-आदिनाऽनुपानत्कत्वं, रजन्यां प्रहरद्वयं स्वापः, महती पिण्डविशुद्धिः, द्रव्याद्यभिग्रहाः, विकृतित्यागः, एकसिक्थादिपारणकम्, अनियतविहारकल्पः, नित्यं कायोत्सर्गश्च इत्यादिकं गृह्यते ।।२-२१।।
“સારી રીતે લોચ કરવો; પૃથ્વી ઉપર શયન કરવું; ભિન્ન ભિન્ન જાતના તપ કરવા; પરીષહો સહન કરવા અને અલ્પ ઉપાધિ રાખવી.. ઇત્યાદિ બાહ્ય (જોનારની નજરે દેખાય તેવા) આચારો બાલજીવોને કહેવાય છે.” - આ પ્રમાણે એકવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે બાલજીવોને પૂ. સાધુભગવંતોના બાહ્ય આચારો કેવા હોય છે તે જણાવતી વખતે જણાવવું કે માથાના અને દાઢીમૂછના વાળનો લોચ સારી રીતે કરવો. કોઈ પણ જાતની અરતિ વગેરે ન કરવી. “દેહદુઃખ મહાફલમ્ - એમ સમજીને લોચ કરવો. પરંતુ અસ્ત્રા વગેરેથી હજામત કરવી નહિ. પૃથ્વી ઉપર સંથારો પાથરીને શયન કરવું. પલંગ વગેરેનો ઉપયોગ કરવો નહિ. બે ઉપવાસ, ત્રણ ઉપવાસ વગેરે તપ કરવો. સુધા, તૃષા, ઉષ્ણ, શીત અને વધુ વગેરે બાવીશ પરીષહો સહન કરવા. કોઈ પણ જાતની દીનતા ન રાખવી. તેમ જ સાધુપણા માટે આવશ્યક એટલી જ ઉપધિ (વસ્ત્ર-પાત્રાદિ) રાખવી. કોઈ પણ વસ્તુ મૂકી રાખવી પડે અને બીજા દ્વારા મંગાવવી પડે એટલી ઉપધિ ન રાખવી. અલ્પ જ ઉપધિ રાખવી. આ બધા બાહ્ય આચારો બાલજીવોને કહેવા.
શ્લોકમાંના ‘રિ પદથી સૂચવેલા બીજા પણ આચારો કહેવા. જેમ કે ચાલતી વખતે ખુલ્લા પગે જ ચાલવું. પગમાં કોઈ પણ જાતના ચંપલ કે પાવડી વગેરે ધારણ કરવા નહિ. રાત્રે બે પ્રહર જ નિદ્રા લેવી. પહેલા અને છેલ્લા પ્રહરમાં ઊંઘવાનું નહિ, સ્વાધ્યાય જ કરવાનો. પોતાના માટે રાંધેલું, કાપેલું કે ખરીદેલું હોય તે ભિક્ષામાં લેવાનું નહિ. બેતાળીશ દોષથી રહિત જ ભિક્ષા લેવાની... વગેરે પિંડવિશુદ્ધિનું પાલન અઘરું છે. દ્રવ્યને આશ્રયીને અમુક જ વસ્તુ લેવાની. ક્ષેત્રને આશ્રયીને અમુક જ જગ્યામાં લેવાની. કાળને આશ્રયીને અમુક જ કાળે અને ભાવને આશ્રયીને અમુક જ પાસેથી લેવાની વગેરે અભિગ્રહ ધારણ કરવા. દૂધ, દહીં, ઘી
એક પરિશીલન