Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વગેરે વિગઈનો ત્યાગ કરવાનો. તપમાં એક, બે વગેરે જ દ્રવ્ય વાપરવાનાં અથવા એક, બે વગેરે કોળિયા વાપરવાના. સદાને માટે અનિયતપણે વિહાર કરવાનો, એક જ સ્થાને નહિ રહેવાનું અને સદાને માટે કાયાનો ત્યાગ કરવો, મમત્વ નહિ રાખવાનું... આ બધા પણ બાહ્ય આચારો બાલજીવોને જણાવવા. અને અવસરે અવસરે તેની આગળ સેવીને બતાવવા. કોઈ વાર આપણાથી એ શક્ય ન હોય તોપણ બાલજીવોની દેખતાં અપવાદ નહિ સેવવા. અન્યથા ઉપદેશકની પ્રત્યે અશ્રદ્ધા થવાથી શ્રોતા(બાલજીવો)ઓને મિથ્યાત્વની વૃદ્ધિનો પ્રસંગ આવશે.
બાલજીવોને ઉદ્દેશીને વર્ણવેલા પૂ. સાધુભગવંતોના બાહ્ય આચારો ખરેખર જ સર્વશ્રેષ્ઠ છે. બીજા કોઈ પણ ધર્મમાં આવા આચારો ઉપદેશેલા નથી. સાધુપણાનું બાહ્ય સ્વરૂપ પણ કેટલું અઘરું છે – એ આથી સમજી શકાય છે. દુનિયાના દાર્શનિકોની જ્યાં નજર પણ પહોંચી નથી એવા આચારોને આત્મસાત્ કરનારા પૂ. મુનિભગવંતોનું બાહ્ય સ્વરૂપ પણ અદ્ભુત છે. મુનિજીવનની સર્વ - શ્રેષ્ઠતાનો પરિચય કરવા માટે આ આચારોનું પરિશીલન નિરંતર કરવું જોઈએ. કેટલીક વાર બાહ્ય આચારો પણ આંતરિક પરિણામોનું પ્રતિબિંબ પાડતા હોય છે. આવા પ્રકારના બાહ્ય આચારોની ઉપેક્ષા ખરી રીતે આંતરિક અશ્રદ્ધાલને સૂચવનારી છે. સમ્યગ્લોચ; ધરા શવ્યા; ચિત્ર તપ; પરીષહ; અલ્પોપધિત્વ; પાદત્રાણરહિતત્વ; બે પ્રહરની રાત્રે નિદ્રા; પિંડવિશુદ્ધિ; દ્રવ્યાદિ-અભિગ્રહ; વિગઈનો ત્યાગ; એકસિક્વાદિ પારણું; અનિયતવિહારકલ્પ અને નિત્ય કાયોત્સર્ગ. આ બધા આચારો ઉપર એક વાર નજર સ્થિર કરવાની જરૂર છે. શ્રોતા-ગણમાંથી સાચા બાલજીવો તો લગભગ અદશ્ય થયા છે. એના અભાવમાં ઉપર જણાવ્યા મુજબની દેશના ન પણ થાય તો ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ આ આચારો મુનિજીવનમાંથી અદશ્ય થાય તો શું થાય - એ ચિંતા કર્યા વિના ચાલે એવું નથી. ગમે તે રીતે એ આચારો પ્રત્યે શ્રદ્ધા કેળવીને એની દેશના દ્વારા બાલ-જીવોના હિતની ચિંતા કરવી જોઇએ. અન્યશ્રી શ્રી જિનશાસનની દેશનાપદ્ધતિ લુપ્ત થશે. ર-૨૧|| મધ્યમજીવોને આપવા યોગ્ય દેશનાનું વર્ણન કરાય છે
मध्यमस्य पुनर्वाच्यं वृत्तं यत्साधुसङ्गतम् ।
सम्यगीर्यासमित्यादि त्रिकोटीशुद्धभोजनम् ॥२-२२॥ मध्यमस्येति-आदिनाऽन्यप्रवचनमातृग्रहः । तिस्रः कोट्यो रागद्वेषमोहरूपाः कृतकारितानुमतिभेदेन હનનપવનય વા ર-રરા.
“મધ્યમ કોટિના જીવોને; સારી રીતે ઇસમિતિ, ભાષાસમિતિ વગેરેનું પાલન કરવું તેમ જ ત્રિકોટી પરિશુદ્ધ ભોજન ગ્રહણ કરવું વગેરે જે પૂ. સાધુભગવંતોનું સવૃત્ત છે - તે જણાવવું.” આ પ્રમાણે બાવીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે
૭૨
દેશના બત્રીશી