Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
देशनैकनयाकान्ता कथं बालाद्यपेक्षया ।
इति चेदित्थमेव स्यात् तबुद्धिपरिकर्मणा ॥२-२६॥ देशनेति-धर्मगुह्यानुक्तौ बालाद्यपेक्षया । एकनयाक्रान्ता व्यवहारादिमात्रप्रधाना । देशना कथं युज्यते ? “एगं ते होइ मिच्छत्तं” इति वचनादिति चेद-इत्थमेव बालाद्यपेक्षया व्यवहारादिमात्रप्राधान्येनैव । तबुद्धेर्बालादिबुद्धेः परिकर्मणा अर्थान्तरग्रहणसौकर्यरूपा स्याद् । इत्थं चात्रार्थान्तरप्रतिपक्षाभावान्नयान्तरव्यवस्थापनपरिणामाच्च न दोषः, शिष्यमतिपरिकर्मणार्थमेकनयदेशनाया अपि सम्मत्यादौ व्युत्पादनात् ।।२-२६।।
બાલાદિ જીવોને ધર્મનું રહસ્ય કહેવામાં ન આવે તો માત્ર વ્યવહાર કે નિશ્ચયનયની પ્રધાનતાએ દેશના આપવાનું કઈ રીતે યોગ્ય છે? – આ પ્રમાણે શંકા નહિ કરવી જોઇએ. કારણ કે બાલાદિ જીવોની બુદ્ધિ આ રીતે જ પરિકર્મિત થતી હોય છે. - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બાલજીવોને બાહ્ય આચારની મુખ્યતાએ; મધ્યમજીવોને આત્યંતર આચારની મુખ્યતાએ વ્યવહારનયપ્રધાન દેશના આપવાની છે અને પંડિતજનોને ધર્મના રહસ્યની પ્રધાનતાએ નિશ્ચય(આંતરિક આજ્ઞા-બહુમાનાદિ-પરિણતિ) નયપ્રધાન દેશના આપવાની છે. પરંતુ આ રીતે એક નયપ્રધાન દેશના આપવાનું ઉચિત નથી. કારણ કે આવી એકાંતદેશનામાં મિથ્યાત્વદોષનો પ્રસંગ આવે છે. - આ પ્રમાણે શંકાકારનું કહેવું છે. તેના સમાધાનમાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે આ રીતે બાલાદિ જીવોની અપેક્ષાએ વ્યવહાર કે નિશ્ચયાદિની મુખ્યતાએ જ દેશના આપવાથી બાલાદિ જીવોની બુદ્ધિ પરિકર્મિત બને છે. સામાન્ય રીતે વર્તમાનમાં બાલાદિ જીવોને વ્યવહારાદિનયની મુખ્યતાએ જે અર્થ જણાવાય છે; તેનાથી બીજો નિશ્ચયાદિનયની મુખ્યતાએ જે અર્થ જણાવાય, તે અર્થ સ્વરૂપ અર્થાતરને ભવિષ્યમાં સરળતાથી ગ્રહણ કરી શકવાનું સામર્થ્ય અહીં બુદ્ધિનું પરિકર્મ છે.
યદ્યપિ આ રીતે પણ બાલાદિ જીવોને એકાંતદેશના આપવાથી મિથ્યાત્વનો પ્રસંગ આવે જ છે. કારણ કે એકાંતમાં મિથ્યાત્વ છે. પરંતુ અહીં બાલાદિ જીવોને વ્યવહારાદિપ્રધાન દેશના આપતી વખતે નિશ્ચયાદિ-અર્થાતરના પ્રતિપક્ષ તરીકે વ્યવહારાદિનું પ્રાધાન્ય જણાવાતું નથી. તેમ જ ભવિષ્યમાં બુદ્ધિની પરિકર્મિતતામાં નિશ્ચયાદિનયાંતરના વ્યવસ્થાપનનો પરિણામ છે. આથી સમજી શકાશે કે નિશ્ચયાદિનયાંતરની વ્યવસ્થાપનાના પરિણામકાળે વ્યવહારાદિનયપ્રધાન દેશના નિશ્ચયાદિનયસ્વરૂપ અર્થાતરના પ્રતિપક્ષ સ્વરૂપ ન હોવાથી પરમાર્થથી કોઈ દોષ નથી. શિષ્યની બુદ્ધિને પરિકર્ષિત કરવા માટે વ્યવહારાદિનયપ્રધાન દેશનાનું પણ સમર્થન સમ્મતિતકદિગ્રંથમાં કરાયું છે. ll૨-૨૬ll
ઉપર જણાવ્યા મુજબ બાલાદિ જીવોને અપાતી એકનયાક્રાંતદેશનામાં કોઈ દોષ ન હોય તોપણ તે દેશનાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી ન હોવાથી તેને પ્રમાણભૂત કઈ રીતે મનાય? - આવી શંકાનું સમાધાન કરાય છે
૭૮
દેશના બત્રીશી