Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આશ્રયીને એ વાત નથી. આધાર્મિકદાન તો એકાંતે દુષ્ટ છે... આવી માન્યતા શંકાકારની છે. તેનું નિરાકરણ કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી ફરમાવ્યું છે કે
આધાર્મિકદાન એકાંતે દુષ્ટ છે આવી પોતાની માન્યતાની હાનિ ન થાય એ માટે શંકાકારે શ્રી ભગવતી વગેરે સૂત્રના પાઠમાં “અશુદ્ધ' (અપ્રાસુક-અષણીય) પદથી આધાર્મિકને છોડીને અન્ય ઉત્તરગુણાશુદ્ધદાન જ વિવક્ષિત છે - આ પ્રમાણે કહીને શ્રી ભગવતીસૂત્રનો વિરોધ દૂર કર્યો પરંતુ આમ કરવાથી શ્રી સૂત્રકૃતસૂત્રમાં જણાવેલી વાતનો વિરોધ આવે છે તે ના જોયું. જૂ કરડવાના ભયથી શરીર પરનાં કપડાં તો દૂર કર્યા પરંતુ તેથી નાગા દેખાઈશું - એનો વિચાર ન કર્યો. જૂ કરડવાથી કોઈ નાગા થતા નથી. શંકા કરનારે શ્રી ભગવતીસૂત્રના વિરોધને દૂર કરી શ્રી સૂત્રકૃતસૂત્રના વિરોધ સામે ન જોયું. શ્રી સૂત્રકૃતસૂત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે – “આધાકર્મિક આહારાદિનો જેઓ પરસ્પર ઉપયોગ કરે છે તેઓ પોતાના કર્મથી (આધાર્મિક આહારાદિના ઉપયોગના કારણે બંધાયેલાં કર્મથી) લેપાયેલા જાણવા; અથવા નહિ લેપાયેલા જાણવા.” આશય એ છે કે સંયતને આધાર્મિક લેવાથી અને દાતા ગૃહસ્થને આધાકર્મિક આપવાથી સ્વકર્મનો લેપ થાય છે અથવા નથી પણ થતો. આ રીતે આધાર્મિક આહાર વગેરેને લેનાર અને આપનાર બંનેને આશ્રયીને ફળનો વિકલ્પ જણાવ્યો છે. આધાર્મિકદાન; જો એકાંતે દુષ્ટ હોય તો શ્રી સૂત્રકૃતસૂત્રમાં જણાવેલી વાતમાં વિરોધ આવશે. તેથી શંકાકારની વાત બરાબર નથી. આધાકર્મિકદાન લેનાર ગીતાર્થ હોય અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવના આલંબને લેતા હોય તો તેઓશ્રીને કર્મબંધ થતો નથી. પરંતુ એવું ન હોય તો તેઓશ્રીને કર્મબંધ થાય છે. આવી જ રીતે આધાર્મિક દાન આપનાર ગૃહસ્થ પાસત્યાદિથી ભાવિત મુગ્ધ હોય તો તેને તે વખતે કર્મબંધ થતો નથી, પરંતુ આધાર્મિક દાન આપનાર ગૃહસ્થ અભિનિવિષ્ટ હોય તો તેને તેવું અશુદ્ધદાન આપતી વખતે કર્મબંધ થાય છે. શ્રી સૂત્રાકૃતાંગ સૂત્રમાં એ રીતે સંયતને આધાર્મિક દાન આપવાથી ફળની ભજના સ્પષ્ટપણે જણાવી છે. આધાકર્મિકદાનને એકાંતે દુષ્ટ માનનારને શ્રી સૂત્રકૃતાંગ સૂત્રનો વિરોધ સ્પષ્ટ છે.
શ્રી સૂત્રકૃતસૂત્રનો વિરોધ દૂર કરવા માટે આધાર્મિકદાનને એકાંતે દુષ્ટ માનનાર એમ કહી શકશે નહિ કે સૂત્રની વાત આધાર્મિક લેનાર સંયતમાત્ર માટે છે પરંતુ આધાર્મિકદાન આપનાર ગૃહસ્થ માટે નહિ. આવો અર્થ નહિ કરી શકવાનું કારણ એ છે કે સૂત્રમાં “અન્યોન્ય' પદનો પ્રયોગ છે. તેનો અર્થ પરસ્પર' - આ પ્રમાણે હોવાથી આધાર્મિકદાન આપનાર અને લેનાર - બંનેના માટેની એ વાત છે. તેથી ઉપર જણાવેલા અર્થથી જુદો અર્થ કરવાની કોઈ જ શક્યતા નથી.
શ્રી સૂત્રકૃતસૂત્રમાં મહાકાહું મુંનંતિ.. ઈત્યાદિ જે પાઠ છે તે; સ્વરૂપથી જે અસાવદ્યગૃહસ્થ પોતાના માટે કરેલું છે; તેના ઉપયોગમાં ફળની ભજનાને જણાવે છે. આ ધાર્મિક તો એકાંતે દુષ્ટ જ છે. યથાકૃત (ગૃહસ્થ પોતાના માટે બનાવેલ) અશનાદિના પરિભોગના વિષયમાં એક પરિશીલન
૩૧