Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જ ઘટી છે; અને હજુ પણ ઘટતી રહેશે. પાત્રાપાત્રનો વિવેક કરવાનું તો દૂર રહ્યું પરંતુ તેને સમજવાનું પણ હવે આવશ્યક જણાતું નથી. સુપાત્રતમુનિ, શ્રાવક અને સમ્યગ્દષ્ટિ આત્માઓ)ની ભક્તિના નામે; સુપાત્રની અવજ્ઞા અને અપાત્રની ભક્તિ યોજનાપૂર્વક થઈ રહી છે. એ પ્રવૃત્તિની સાથે આપણને કોઈ સંબંધ નથી. આ શ્લોકમાં જણાવ્યા મુજબ સત્પાત્રને ઓળખીને સુપાત્રદાનમાં પ્રયત્નશીલ બની રહીએ – એટલું જ જણાવવાનું અહીં તાત્પર્ય છે. આ સંસારથી પાર ઊતરવાની ભાવનાવાળા આત્માઓએ સત્પાત્રની પરીક્ષા કરીને જ સુપાત્રદાનમાં પ્રવૃત્ત બનવું જોઈએ. f/૧-૨લા. સત્પાત્રની પરીક્ષા કરીને તેમને આપેલા દાનના ફળને વર્ણવાય છે–
एतेषां दानमेतत्स्थगुणानामनुमोदनात् ।
औचित्यानतिवृत्त्या च सर्वसम्पत्करं मतम् ॥१-३०॥ एतेषामिति-एतेषां मुनिश्राद्धसम्यग्दृशां दानम् । एतत्स्थानामेतवृत्तीनां गुणानामनुमोदनात्तदानस्य तद्भक्तिपूर्वकत्वाद् । औचित्यानतिवृत्त्या स्वाचारानुल्लङ्घनेन च । सर्वसम्पत्करं ज्ञानपूर्वकत्वेन परम्परया મહત્ત્વપૂર્વ મતમ્ II9-રૂ|.
પૂ. મુનિભગવંતો, શ્રાવકો અને સમ્યગ્દષ્ટિ આત્માઓને કરેલું દાન; તેઓશ્રીના ગુણોની અનુમોદનાથી અને ઔચિત્યનું અતિક્રમણ ન કરવાથી સર્વસંપત્તિને કરનારું છે. આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. મુનિભગવંતાદિને જ્યારે દાન અપાય છે ત્યારે તેઓની પ્રત્યે બહુમાન હોવાથી દાન દ્વારા તેઓશ્રીના જ્ઞાનાદિગુણોની અનુમોદના થાય છે. તેમ જ આ દાન સુપાત્રમાં જ કર્યું હોવાથી અને અપાત્રમાં કર્યું ન હોવાથી ઔચિત્યનું પણ પાલન થાય છે. સુપાત્રદાન કરવા સ્વરૂપ પોતાના આચારનું ઉલ્લંઘન એ વખતે નથી. તેથી પૂ. મુનિભગવંતાદિને અપાતા દાનથી પૂ. મુનિભગવંતાદિમાં રહેલા તે તે ગુણોની અનુમોદના અને
ઔચિત્યનું અનતિક્રમણ(અનુપાલન) થતું હોવાથી એ સુપાત્રદાન જ્ઞાનપૂર્વકનું હોવાથી સર્વસંપત્તિને આપનારું છે; અર્થાત્ પરંપરાએ મહાનંદસ્વરૂપ મોક્ષને આપે છે.
આથી સમજી શકાશે કે મોક્ષપ્રાપક અનુષ્ઠાનનું મહત્ત્વ ખરી રીતે તેની જ્ઞાનપૂર્વકતા અને ઔચિત્યની અતિક્રમણતાના અભાવને લઈને છે. શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલાં તે તે મોક્ષપ્રાપક અનુષ્ઠાનો કરતાં પૂર્વે તે માટે અપેક્ષિત જ્ઞાન મેળવી લેવું જોઇએ અને જ્ઞાનપૂર્વક જ તે તે અનુષ્ઠાન કરવાં જોઈએ. એ વખતે એનો પણ ખ્યાલ રાખવો જોઇએ કે ઔચિત્યનો ભંગ ન થાય. જે દાન સુપાત્રમાં વિહિત હોય એ દાન અપાત્ર-કુપાત્રમાં અપાય તો ઔચિત્યનો ભંગ સ્પષ્ટ છે. ઔચિત્યનું અતિક્રમણ-એ મોટો દોષ છે. લોકોત્તર અનુષ્ઠાન ઔચિત્યના અભાવે
એક પરિશીલન