Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
એથી એ ચોક્કસ છે કે ધર્મદશકે પુરુષાદિને અને પર્ષદાદિને જાણીને જ ધર્મદેશના આપવી જોઈએ. આથી જ આ પ્રમાણે ન કરવામાં આવે તો દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનના અભાવવાળા મંદ પદિશકનો નિગ્રહ એટલે કે અપસિદ્ધાંત બોલવાથી થનારો પરાભવ સ્પષ્ટ છે – આ પ્રમાણે પણ ત્યાં ત્યાં જણાવ્યું છે. આ બધું ત્યારે જ સંગત બને કે જ્યારે પુરુષાદિને આશ્રયીને દેશનામાં ભેદ માનીએ. જો જીવમાત્રને એકસરખી જ દેશના આપવાની હોય તો પુરુષાદિના જ્ઞાનનું વિધાન, પર્ષદાદિનું વિવેચન અને મંદનો પરાભવઃ આ બધાને જણાવવાનું કોઈ જ પ્રયોજન રહેતું નથી. માટે યથાસ્થાનદેશના આપવાના બદલે અસ્થાન દેશના આપવાથી કુશીલતાનો પ્રસંગ આવે છે – એ સમજી શકાય છે.
જોકે આ રીતે યથાસ્થાનદેશના જ આપવાની હોય તો શ્રી આચારાંગસૂત્રના નદી પુvy/ ત્ય. આ સૂત્રથી એકસરખી જ દેશના આપવાના વિધાનનો વિરોધ આવે છે; પરંતુ તેનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે; તે (ન પુરસ.. ઇત્યાદિ) સૂત્રનો અર્થ એ છે કે પૂ. સાધુભગવંતો વ્યાખ્યાન કરતી વખતે શ્રોતા પાસેથી કોઈ ફળની ઈચ્છા ન રાખે. આવી નિરીહતામાત્રને જણાવનારું એ સૂત્ર છે. પુરુષ વગેરેનો અને પર્ષદાદિનો વિચાર કરવાની જરૂર નથી-એ જણાવનારું એ સૂત્ર નથી. શ્રી આચારાંગસૂત્રમાં એ સૂત્રથી જણાવેલી એ વાતનો પરમાર્થ સમજાવતી વખતે તે સૂત્રની ટીકામાં શ્રી શીલાંકાચાર્ય મહારાજાએ પણ ઉપર જણાવેલી વાત જણાવી છે. “નદી પુvo..” આ સૂત્ર વ્યાખ્યાતાની નિરીહતામાત્રને જણાવનારું ન હોય અને રાજારેકને એકસરખી દેશના આપવાનું વિધાન કરનારું હોય તો; રાજાદિના અભિપ્રાયનું અનુસરણ કરવામાં ન આવે તો જે દોષ આવે છે તે આગળના જ સૂત્રમાં આચારાંગમાં જણાવેલું સંગત નહિ બને. એ સૂત્રમાં તે પ્રમાણે જણાવવાપૂર્વક સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનવાળાને જ દેશનાનો (દશના આપવાનો) અધિકાર છે. વિદ.. ઇત્યાદિ સૂત્રમાં જણાવ્યું છે કે “રાજાના અભિપ્રાયનો આદર ન કરીએ તો તે મારે પણ; તેથી તું અહીં જાણ ! આવી ધર્મદશનામાં શ્રેય-પુણ્ય નથી. આ પુરુષ કોણ છે, કયા દેવને માને છે... વગેરે જાણીને જ ધર્મદેશના કરવી જોઇએ.” ધર્મદેશના કરતી વખતે આ રીતે પુરુષાદિનું જ્ઞાન આવશ્યક છે. પુરુષાદિનું જ્ઞાન આવશ્યક ન હોય તો શ્રી નંદીસૂત્ર વગેરે ગ્રંથમાં પર્ષદાદિના ગુણ અને દોષનું વર્ણન કરવાનું અર્થહીન બની જશે. તેથી સમજી શકાશે કે પુરુષાદિવિશેષને આશ્રયીને દેશનાનો ભેદ(ફરક) કરવાનું યુક્ત જ છે. અન્યથા પરસ્થાનદેશનાથી કુશીલતા પ્રાપ્ત થશે. ર-૪ - દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનની અપેક્ષા રાખ્યા વિના ધમેદશનાને આપનારા ધર્મદશકને કુશીલતા પ્રાપ્ત થાય છે - એ જણાવ્યું. હવે આવા ધર્મદેશકોની દેશનાથી શ્રોતાઓને જે અનિષ્ટ થાય છે તે જણાવવા માટે પાંચમો શ્લોક છે–
૫૦
દેશના બત્રીશી