Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કરતાં સારા છે. તેમની ભક્તિ કરવામાં એકાંતે લાભ છે.”.. વગેરે વાતોનો આ શ્લોકની સાથે મેળ બેસે એવો નથી. એવી વાતોને કાને ધર્યા વિના સંયત અને અસંયતનો વિવેક કરીને જ સુપાત્રદાન કરવું જોઇએ. અન્યથા અપાત્રને-અસંયતને- સંયત માનીને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી કર્મબંધ જ થશે.
અહીં યાદ રાખવું જોઇએ કે અસંયતને દાન આપવાનો નિષેધ નથી. અસંયતને ગુરુ માનીને જ દાન આપવાનો નિષેધ છે. અસંયતનાં દુઃખ દૂર કરવાની ભાવનાથી અથવા તો ઘરે આવ્યા છે તો ઔચિત્ય જાળવવું જોઈએ - એવી ભાવનાથી અસંયતને અનુકંપાદાન કે ઉચિતદાન આપવાનો નિષેધ નથી. એ દાનથી કર્મબંધ થતો નથી. કારણ કે અનુકંપાદાનનો કોઈ પણ સ્થાને શ્રી જિનેશ્વરદેવોએ નિષેધ કર્યો નથી... ઇત્યાદિ પૂ. ગીતાર્થ ભગવંતો પાસેથી બરાબર જાણી લેવું જોઇએ. I૧-૨શા
અસંયતને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી જે અનિષ્ટ પ્રાપ્ત થાય છે તેની ભયંકરતાને દષ્ટાંતથી જણાવાય છે–
दोषपोषकतां ज्ञात्वा तामुपेक्ष्य ददज्जनः । .
प्रज्वाल्य चन्दनं कुर्यात् कष्टामगारजीविकाम् ॥१-२८॥ તોતિ–સ્પષ્ટ: Il9-૨૮.
અસંયતને ગુરુ માનીને ભક્તિપૂર્વક દાન આપવાથી તેની અસંયતતા સ્વરૂપ દોષનું પોષણ થાય છે – એમ જાણવા છતાં તેની ઉપેક્ષા કરીને જેઓ અસંયતને શુદ્ધ કે અશુદ્ધદાન આપે છે તેઓ ચંદનનાં કાષ્ઠને બાળીને કોલસા બનાવવાનો કષ્ટમય વ્યાપાર(ધંધો) કરે છે - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે – આપણી પાસે ચંદનનાં કાષ્ઠ હોય અને તેને બાળીને કોલસા બનાવીને જીવનનો નિર્વાહ કરવાનો આપણને પ્રસંગ આવે તો એ કેટલું ખરાબ કહેવાય - એ આપણે સમજી શકીએ છીએ. બસ! આવી જ સ્થિતિ; અસંયતને સંયત માનીને દાન આપવાથી સર્જાય છે. ચંદનના કાષ્ઠની કિંમત કેટલી અને કોલસાની કિંમત કેટલી - એનો જેને ખ્યાલ છે; તે માણસ ચંદનનાં કાષ્ઠના અંગારાથી આજીવિકા ચલાવવાનો વિચાર પણ ના કરે. સુપાત્રદાનનું મહત્ત્વ જેને ખ્યાલમાં છે, તે કુપાત્રને સુપાત્ર માનીને દાન આપવાનો વિચાર ન જ કરે – એ સમજી શકાય છે.
વર્તમાનમાં ઉપર જણાવેલી વાતની ઘોર ઉપેક્ષા સેવાય છે. માર્ગ દર્શાવવાના સ્થાનેથી પણ સુપાત્ર-કુપાત્રનો વિવેક કરવા પ્રત્યે દુર્લક્ષ્ય કરાય છે - એ ખૂબ જ અનુચિત છે. માર્ગદર્શકોએ ગૃહસ્થ દાતાઓને સંયત અને અસંયતનો ભેદ સ્પષ્ટપણે સમજાવવો જોઈએ. સાથે સાથે અસંયતને ભક્તિપૂર્વક દાન આપવાથી ખૂબ જ અનિષ્ટ થાય છે - એ પણ સમજાવવું જોઇએ.
એક પરિશીલન
૩૩