Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રત્યે કારણ મનાય છે. આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે વર્જનાભિપ્રાય સ્થળે જે વિરાધના છે તે વિરાધનામાં; જીવઘાતપરિણામજન્યત્વાત્મક સંયમનાશહેતુ(સંયમના નાશનું કારણ)સ્વરૂપ પોતાનું સ્વરૂપ છે જ નહિ, તેથી વર્જનાભિપ્રાયના કારણે તેનો ત્યાગ અશક્ય છે. સંયમજીવનમાં જ્યારે જીવઘાતનો પરિણામ આવે છે ત્યારે તે પરિણામના કારણે જે પણ પ્રવૃત્તિ થાય તે સઘળીય સંયમના નાશનું કારણ બને છે. જીવઘાતપરિણામથી જન્ય વિરાધનામાં સંયમના નાશની કારણતા છે. સંયમનાશની કારણતા જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ છે અને તે વિરાધનાનું સ્વરૂપ છે. પરંતુ વર્જનાભિપ્રાયસ્થળે વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ પોતાનું સ્વરૂપ જ ન હોવાથી વર્જનાભિપ્રાયને કારણે તેનો (વિરાધનાના સ્વરૂપનો) ત્યાગ શક્ય જ નથી. વિદ્યમાનનો ત્યાગ હોય છે, જે વિદ્યમાન નથી તેનો ત્યાગ અશક્ય છે.
‘વર્જનાભિપ્રાય-સ્વરૂપ ઉપાધિના કારણે જીવઘાતપરિણામજન્યત્વાત્મક વિરાધનાસ્વરૂપની હાનિ થાય છે' - એનો અર્થ એ છે કે સામાન્યથી વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વનું જે પ્રમાત્મક જ્ઞાન થતું હતું તે જ્ઞાનનો પ્રતિબંધ થાય છે. વર્જનાભિપ્રાયના કારણે વિરાધનામાં તેવું જ્ઞાન ન થવા સ્વરૂપ જ અહીં વિરાધનાના સ્વરૂપની હાનિ-ત્યાગ છે. તેથી વર્જનાભિપ્રાયવિશિષ્ટ નિર્જરાસ્થળે ઉપાધિ(વર્જનાભિપ્રાયસ્વરૂપ ઉપાધિ)વિશિષ્ટ વિરાધના પ્રતિબંધક ન હોવાથી નિર્જરા થવામાં કોઇ દોષ નથી. જપાપુષ્પવિશિષ્ટ સ્ફટિક સ્થળે પણ તેની શ્વેતતાનો ત્યાગ શ્વેતતાના જ્ઞાનના પ્રતિબંધ સ્વરૂપ છે. આ પ્રમાણે પણ કહેવાનું ઉચિત નથી. કારણ કે સ્ફટિકમાં તો શ્વેતતા છે અને જપાપુષ્પના કારણે તેની શ્વેતતા પ્રતીત થતી નથી. પરંતુ અહીં તો વર્જનાભિપ્રાય સ્થળે વિરાધનામાં જીવઘાતપરિણામજન્મત્વ છે જ નહિ. તેથી તેના જ્ઞાનને રોકવાનું કાર્ય વર્જનાભિપ્રાયથી કઇ રીતે થાય ? ઘટમાં પટત્વ ન હોવાથી પટત્વનું જ્ઞાન થતું નથી એનો અર્થ એ નથી કે દંડાદિના કારણે ઘટમાં પટત્વનું જ્ઞાન થતું નથી. આથી સમજી શકાશે કે વર્જનાભિપ્રાયને ઉપાધિ માનવાનું શક્ય નથી. જેના અભાવના કારણે જ જેનું જ્ઞાન થતું ન હોવા છતાં તેના જ્ઞાનનો પ્રતિબંધ કરનાર તરીકે બીજાને માનવાનું ઉચિત નથી. અન્યથા ગમે તેને ગમે તેના જ્ઞાનનો પ્રતિબંધ કરનાર માનવાની આપત્તિ આવશે. આથી સમજી શકાશે કે જીવઘાતપરિણામથી જન્ય એવી વિરાધનાને; વર્જનાભિપ્રાયવિશિષ્ટ નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક માનવાનું તેમ જ ઉપાધિરહિત વિરાધનાને પ્રતિબંધક માનવાનું ઉચિત નથી.
“ઉપર જણાવ્યા મુજબ જીવઘાતપરિણામજન્ય વિરાધનાદિને પ્રતિબંધક માનવાનું ભલે ઉચિત ન હોય પરંતુ વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માનવામાં કોઇ દોષ નથી. એટલું જ નહિ, એમ કરવામાં વર્જનાભિપ્રાયને નિર્જરાની પ્રત્યે સ્વતંત્ર કારણ માનવાની જરૂર ન પડવાથી લાઘવ થાય છે.” - આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે વર્જનાભિએક પરિશીલન
૪૧