Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“સુપાત્રવિશેષમાં અથવા તેવા પ્રકારના કારણવિશેષે અશુદ્ધ એવું પણ દાન બંનેના (લેનાર અને આપના૨ના) લાભ માટે થાય છે. અન્યથા અશુદ્ધદાન લાભ માટે થતું નથી.” – આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આગમમાં જણાવ્યા મુજબ પૂ. ગીતાર્થ અભ્યસ્તયોગી વગેરે વિશિષ્ટ મહાત્માને અશુદ્ધ આહારનું પ્રદાન કરવાથી તેમ જ પૂર્વે જણાવ્યા મુજબ દુષ્કાળ, અટવી વગેરેનું ઉલ્લંઘન અને રોગ વગેરે કારણે મહાત્માને અશુદ્ધ આહારાદિનું પ્રદાન કરવાથી મહાત્મા અને દાન આપનાર ગૃહસ્થ - એ બંનેને લાભ થાય છે. કારણ કે દાન આપનાર ગૃહસ્થ વિવેકથી શુદ્ધ અંતઃકરણવાળો છે; અને મહાત્મા ગીતાર્યાદિપદના સ્વામી છે. અન્યથા સુપાત્ર ગીતાર્થ ન હોય અથવા તો દુષ્કાળાદિ કારણ ન હોય તો સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી લેનાર અને આપનાર બંનેને લાભ થતો નથી. ।।૧-૨૩।।
नन्वेवं संयतायाशुद्धदाने फले द्वयोर्भवतु भजना, दातुर्बहुतरनिर्जराऽल्पतरपापकर्मबन्धभागित्वं तु भगवत्युक्तं कथमपवादादावपि भावशुद्ध्या फलाविशेषादित्यत आह
ઉપર જણાવ્યા મુજબ સંયતને અશુદ્ધદાન આપવાથી ફળની પ્રાપ્તિ થાય અથવા ન પણ થાય એ બરાબર છે. પરંતુ સંયતને અશુદ્ધદાન આપવાથી દાતાને કર્મનિર્જરા ઘણી થાય છે અને પાપબંધ ખૂબ જ અલ્પ થાય છે - આ પ્રમાણે જે ભગવતીસૂત્રમાં લખ્યું છે તે કઇ રીતે સંગત થાય ? કારણ કે અપવાદથી પણ અશુદ્ધદાન આપવાથી; આજ્ઞાપાલનનો ભાવ હોવાના કારણે ફળમાં ફરક પડતો નથી - આ શંકાના સમાધાન માટે જણાવાય છે—
अथवा यो गृही मुग्धो लुब्धकज्ञातभावितः । तस्य तत्स्वल्पबन्धाय बहुनिर्जरणाय च ॥१-२४॥
अथवेति-अथवा पक्षान्तरे । यो गृही मुग्धोऽसत्शास्त्रार्थो लुब्धकज्ञातेन मृगेषु लुब्धकानामिव साधुषु श्राद्धानां यथाकथञ्चिदन्नाद्युपढौकनेनानुधावनमेव युक्तमिति पार्श्वस्थप्रदर्शितेन भावितो वासितः । तस्य तत्संयतायाशुद्धदानं तु मुग्धत्वादेव स्वल्पपापबन्धाय बहुकर्मनिर्जरणाय च भवति ॥ १-२४।। “અથવા જે ગૃહસ્થ શિકારીના દૃષ્ટાંતથી ભાવિત એવો મુગ્ધ છે તેને, સંયતને અશુદ્ધદાન આપવાથી ખૂબ જ અલ્પપાપનો બંધ થાય છે અને કર્મનિર્જરા ઘણી થાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વ શ્લોકથી ‘સંયતને અશુદ્ધદાન આપવાથી’ ગ્રહણ કરનાર સંયતની અપેક્ષાએ અને દુષ્કાળાદિ કારણની અપેક્ષાએ જે ફળની પ્રાપ્તિ વૈકલ્પિક હતી તે બતાવી છે. હવે આ શ્લોકથી દાન આપનાર ગૃહસ્થની અપેક્ષાએ ફળની વૈકલ્પિકતા જણાવાય છે. શ્લોકમાંનું ‘અથવા’ આ પદ આવા પ્રકારના પક્ષાંતરને જણાવે છે.
જે ગૃહસ્થ મુગ્ધ છે; એટલે કે સત્ શાસ્ત્રોનો અર્થ જાણતો નથી અને પાસસ્થાથી ભાવિત છે, તે મુગ્ધ એવો ગૃહસ્થ સંયતને અશુદ્ધદાન આપે તો તેથી તેને અલ્પ પાપબંધ અને ઘણાં એક પરિશીલન
૨૭