________________
૧૫
સિદ્ધ કરવાનું સુય રાખે છે, તેને તે અનુષ્ઠાનેાની વિધિ-બહુમાન પૂર્વકની પવિત્ર આરાધનાના પ્રભાવે અનુક્રમે ધમ ધ્યાન અને શુકલધ્યાનને ધ્યાવાની ચૈાગ્યતા પ્રાપ્ત થાય છે.
ગ્રન્થકાર મહર્ષિ એ સ્વયં, ધ્યાનની પૂર્વે શ્રુતચિંતા અને જ્ઞાનાદિ આચાર પાલન રૂપ ભાવનાને ધ્યાનના લક્ષણ તરીકે વર્ણવીને શ્રુતજ્ઞાન અને શુભ અનુષ્ઠાનના અભ્યાસની અગત્યને આવકારી છે. તેનુ પ્રધાન કારણ એ છે કે-શ્રુતજ્ઞાન અને સદનુષ્ઠાનના આસેવન વડે જ જીત્રની યેાગ અને ઉપયાગરૂપ બને શક્તિ ઉત્તરાત્તર વિકસે છે.
L
જીવની મુખ્ય એ શક્તિ છે યેાગ અને ઉપયાગ. યાગ એ આત્માની ક્રિયાત્મક એટલે કે વી સ્ફુરણરૂપ શક્તિ છે. અને ઉપયાગ એ ભાવાત્મક શક્તિ છે. પ્રત્યેક પ્રવૃત્તિમાં જીવની આ બને શક્તિએ કાર્ય શીલ હૈાય છે. તે અને શક્તિઓના તારતમ્ય વધ-ઘટને લઈ ધ્યાનની પણ ભિન્ન ભિન્ન ભૂમિકાએ ઘટી શકે છે.
૨૪. યાન ભેદોનુ' સક્ષિપ્ત સ્વરૂપ
ધ્યાન :-આ ગ્રન્થમાં દર્શાવેલા ૨૪ ધ્યાનમાર્ગભેદમાં સર્વ પ્રથમ ભેદ ધર્મધ્યાનના છે, તેમાં આજ્ઞા વિચય (આદિ) રૂપ ધર્મધ્યાનના નિર્દેશ છે. હકીકતમાં પરમાત્મા અને તેમની આજ્ઞા મને એક છે. જિનાજ્ઞાનુ ધ્યાન એ શ્રી જિનેશ્વર પરમાત્માનું જ ધ્યાન છે. તેથી પરમાત્મ ભક્ત અંતરાત્મા પ્રભુની આજ્ઞાને પ્રભુ સ્વરૂપ માની સ પ્રથમ તેનું જ ધ્યાન કરે છે.
શ્રી જિનાજ્ઞાના મહિમા
શ્રી જિનેશ્વર પરમાત્મા એ સમગ્ર જીવરાશિના પરમ હિતચિ'તક, પરમ આપ્તપુરુષ છે. તેમના ત્રિકાલાબાધિત વચનેાના સંગ્રહરૂપ દ્વાદશાંગી-જિનાગમા એ અત્યંત નિપુણ છે. કેમકે તેમાં આત્મદ્રવ્ય આદિનુ અત્યંત સૂક્ષ્મ છતાં હકીકતરૂપ સ્વરૂપ બતાવ્યુ` છે. તે આત્માના કેવળજ્ઞાન આદિ ગુણૈાના સ્વરૂપને યથાર્થ રીતે પ્રકાશિત કરે છે. તેમજ તે ગુણે પ્રાપ્ત કરવાના સચાટ ઉપાચા સમજાવે છે.
શ્રી જિનાજ્ઞા અમેાઘ છે, સર્વ જીવાના સર્વ દુ:ખાને હરનારી છે, સર્વ જીવાના પરહિત, સુખ અને કલ્યાણને સાધનારી છે; તેમાં જીવ માત્રના પરમહિતનું સર્વોચ્ચ ગાન છે. આ જિનાજ્ઞાની ત્રિવિધ-ત્રિકરણુયોગે આરાધના કરીને જ અનંતા આત્મા શાશ્વત સુખને પામ્યા છે, પામે છે, તેમજ પામવાના છે. આજ્ઞાનું અખંડ આરાધન એ જ ચારિત્ર છે. એક પણ જિનવચનને આત્મસાત્ બનાવવામાં આવે તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે (મવિ જ્ઞિનવચનં નિર્વારું મતિ) કહેવાનુ` તાપ` કે શ્રી જિનાજ્ઞા એજ મેાક્ષના સાચા માર્ગ છે, તેની આરાધનાથી શિવપદ છે, વિરૂદ્ધતાથી સ‘સારભ્રમણ છે.
Jain Education International
- For Private & Personal Use Only
www.jainelibrary.org