________________
ચિંતા અને ભાવના એ દયાનની પૂર્વ ભૂમિકા છે. જેવા પ્રકારનું ધ્યાન કરવાનું લય/સાધકે બાંધ્યું હોય, તેને અનુરૂપ ચિંતા અને ભાવના કરવાથી બહુ જ સરળતાથી ધ્યાન દશામાં પ્રવેશી શકાય છે અને તેમાં સ્થિરતા પ્રાપ્ત કરી ઉત્તરોત્તર પ્રગતિ સાધી શકાય છે.
રોગના આઠ અંગોમાં ધ્યાન એ સાતમું અંગ છે, તેની પ્રાપ્તિ પૂર્વના છે એ અંગોનો અભ્યાસ કરવાથી જ થાય છે, તેમ અહીં ચિંતા અને ભાવના પૂર્વકના ધ્યાનાભ્યાસમાં પણ તે છ એ પ્રકારના અંગોનો અંતર્ભાવ થયેલ છે.
દરેક યોગમાર્ગના જાણકારોએ ધ્યાનસાધના પૂર્વ ધારણાની અનિવાર્યતા સ્વીકારી છે. તેમ પ્રસ્તુતમાં કહેવાતી ચિંતા અને ભાવના પણ ધારણું સ્વરૂપ હોવાથી ધ્યાન પૂર્વે તેની પણ તેટલી જ અનિવાર્યતા સિદ્ધ થાય છે.
ચિંતનરૂપ જ્ઞાન શક્તિ અને પંચાચારના અભ્યાસરૂ ૫ વર્યશક્તિ દ્વારા જ્યારે સાધકના આત્મ-પરિણામ ધ્યેયમાં સ્થિર બને છે, ત્યારે તેને ધ્યાન કહેવાય છે.
દયેય-પરમાત્મામાં ધ્યાતા–અંતરામાનું એકાગ્ર ચિત્ત થવું, અને પરમાત્માને સંયોગ થ એ ધ્યાન યોગ છે."
ધ્યાન યોગ : એ માક્ષને રાજમાર્ગ જ્ઞાનક્રિયાખ્યાં મેક્ષ અનંતજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માએ સભ્ય જ્ઞાન અને સમ્યફ ક્રિયાને મોક્ષનો માર્ગ કહ્યો છે. સમ્યગૂ દર્શન અને જ્ઞાન બંને એક સાથે રહેલાં હોવાથી દર્શનનો સમાવેશ સમ્યમ્ જ્ઞાનમાં થઈ જાય છે. એટલે અહીં તેને આગવો ઉલ્લેખ નથી થયો.
સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર-આ ત્રણે મળીને મોક્ષને માગ બને છે. સમ્યગુ દર્શનાદિ ત્રણેની વિધિપૂર્વકની આરાધના એજ મેક્ષનો રાજમાર્ગ છે. શુભ ધ્યાનમાં આ સમ્ય દર્શનાદિ ત્રણે અંતભૂત હોવાથી શુભ ધ્યાન એ મોક્ષને રાજમાર્ગ છે, એમ કહી શકાય.
શુભ ધ્યાનના મુખ્ય બે પ્રકાર છેઃ (૧) ધર્મધ્યાન (૨) શુકલ ધ્યાન.
આ બંને શુભ ધ્યાનમાં સમગ્ર મેક્ષમાગ સમાયેલો છે, તેથી દયાન–યોગ એ દ્વાદશાંગીરૂપ શ્રી જિનશાસનને સાર છે, રહસ્યાર્થ છે; શેષ સર્વ અનુષ્ઠાનો ધ્યાન–
ગને સિદ્ધ કરવાનાં સાધન છે. તેથી ધ્યાન એ મોક્ષ પ્રાપ્તિનું અનંતર કારણ છે અને શેષ–સર્વ વિરતિ, દેશવિરતિ આદિ સદનુષ્ઠાન એ પરંપરાએ મોક્ષનાં સાધક બને છે. એથી જ સર્વ જ્ઞાનાદિ આચારોના સમ્યફ પાલન દ્વારા જે સાધક શુભ ધ્યાનને છે. “જો મયિ ૠત્તિત્તતા' –
संयोगो योग इत्युक्तो जीवात्मपरमात्मनोः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org