Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
સાપેક્ષ એવા વ્યવહારનય પ્રધાન “જે થઈ રહ્યું હોય, તે થઈ ગયું છે એમ કહેવાય” કથનનો વિરોધ કરીને અન્યનયથી (વ્યવહાર-નયથી) નિરપેક્ષ એકાંતે ઋજુસૂત્રનયથી ગર્ભિત “જે થઈ ગયું હોય, તે જ થયું એમ કહેવાય” આવી પ્રરૂપણા કરે છે. આ ઉત્સુત્ર પ્રરૂપણા છે. તેના પ્રભાવે તેમનો ખૂબ સંસાર વધે છે.
આથી શાસ્ત્રવચનો અને શાસ્ત્રનિર્દિષ્ટ ઉદાહરણોને મનમાં ઉપસ્થિત રાખીને જગતમાં ચાલતા કુતર્કોને વશ પડી ઉસૂત્રમાં અટવાઈ ન જવાય તેની કાળજી રાખવી દરેક આત્માર્થી આરાધક માટે ખૂબ જરૂરી છે.
સર્વે આરાધકો-શ્રીસંઘો દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય આદિ ધાર્મિકદ્રવ્યના સવ્યયના વિષયમાં શાસ્ત્ર અને સુવિહિત પરંપરાને જાણીને સાચી રીતે તેનો વહીવટ કરે અને શાસ્ત્રવિરુદ્ધ વાતોથી ગેરમાર્ગે ન દોરવાય એ જ એક અભિલાષા છે.