Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
45
જીવો આત્મહિત સાધવા ઉપદેશ સાંભળવા આવ્યા છે કે કોઈક માર્ગ વિષયક અર્થાત્ વિધિ-અવિધિ આદિ માર્ગવિષયક પૃચ્છા કરે છે, ત્યારે તેમને ઉન્માર્ગ બતાવવો કે ભળતો જ માર્ગ બતાવવો કે અસ્પષ્ટમાર્ગ બતાવવો, તે તેમની સાથે વિશ્વાસઘાત છે. વિશ્વાસ મૂકીને આવેલા જીવોનો વિશ્વાસઘાત કરવો એ બહું મોટું પાપ છે. અંદરનું અત્યંત રીઢાપણું અને અત્યંત મલિનતા વિના એ કાર્ય થઈ શકતું નથી. આથી તે મહાપાપ છે અને ત્યાં સુધી જ્ઞાનીઓએ કહ્યું છે કે, જેમ શરણે આવેલા જીવનું મસ્તક કાપી નાંખવામાં આવે, તે વિશ્વાસઘાત છે અને તેથી મહાપાપ છે, એ જ પ્રમાણે ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારા પણ સંસારથી ભયભીત અને સંસાર અટવીથી પાર ઉતરવાની ઇચ્છાથી શરણે આવેલા જીવોને અનંતસંસારની ગર્તામાં ધકેલનારા ઉન્માર્ગને બતાવીને તેમના ભાવપ્રાણોરૂપ મસ્તકને કાપનાર છે અને તેથી વિશ્વાસઘાતી છે. આ વાત ઉપદેશમાલા ગાથા-૫૧૮માં કરી છે.
"जह सरणमुवगयाणं, जीवाण सिरो निर्कितए जो उ । एवं आयरिओ वि हु, उस्सुत्तं पण्णवेंतो य ॥५१८॥"
આથી અન્ય શાસ્ત્રમાં ઉત્સૂત્ર પ્રરૂપકને કસાઈ કરતાં પણ ખરાબ-જઘન્ય કહ્યા છે. કસાઈ તો જીવોના દ્રવ્યપ્રાણોનો નાશ કરીને એક ભવ ખતમ કરે છે, જ્યારે ઉત્સૂત્ર પ્રરૂપક તો જીવોને ઉન્માર્ગે ચઢાવીને મિથ્યાત્વના ભાગી બનાવી તેમના જ્ઞાનાદિ ભાવપ્રાણોને હરી લે છે અને તેનાથી જીવો ભવોભવ મરે છે.
– પ્રભુ મહાવીરે ત્રીજા મરીચિજીના ભવમાં કપિલ નામના શિષ્ય આગળ અહીં સાધુપણું ક્યાં છે ? એવા પ્રશ્નના જવાબમાં “મારા (પરિવ્રાજક માર્ગમાં) પણ ધર્મ છે અને આદીનાથ પ્રભુના માર્ગમાં પણ ધર્મ છે, એવું અસ્પષ્ટ, સંદર્ભહીન, અવ્યવસ્થિત કથન કર્યું, તેના કારણે પ્રભુના આત્માનો સંસાર વધી ગયો હતો.
-
પ્રભુના સંસારીપક્ષે જમાઈ અને દીક્ષિત જીવનમાં શિષ્ય એવા જમાલીજીએ સકલનયથી સાધ્ય એવા વ્યવહારને એકાંગી નયથી પકડીને ઉત્સૂત્ર પ્રરૂપણા કરી, તો તેઓએ પણ સંસાર વધાર્યો છે.
પ્રભુના અન્યનયથી