________________
પણ મરતે નથી. જીવ તે અચછેદી, અભેદી, અણુહારી, અકષાયી, અતિન્દ્રિયાદિક વિશેષણે વિશિષ્ટ છે. શાસ્ત્રમાં હિંસા માટે કહ્યું છે કે,
પશુ સવહ્ય દુકાદ હિંસા શ્રેષબુદ્ધિથી બીજાને દુખ ઉત્પન્ન કરવું તેનું નામ હિંસા છે. હવે વિચાર કરે કે-જૂઠું બેલવાથી બીજાને દુઃખ નથી થતું? જે થાય છે તે તે પણ હિંસા છે. અને તે રીતે જે જે કાર્યમાં હિંસાજન્ય દેષને આવિર્ભાવ છે, તે દરેકના નિષેધ પરત્વે અમારે ઉપદેશ છે.” ચર્ચાનું પરિણામ એજ આવ્યું કે, તેમણે માંસભક્ષણને સર્વથા ત્યાગ કર્યો. એક વખત મહામહેપાધ્યાય શતશિંદ્ર વિદ્યાભૂષણ એમ.એ. મુલાકાતે આવ્યા, અને “બોધ તથા જૈનધર્મની એકત્રતા” એ વિષય ઉપર અનેક પ્રશ્નો કર્યા અને જ્યારે છેવટે તેમણે જૈન દર્શન, બેધથી નિરાળુ અને પ્રાચીન દર્શન છે તેમ જોયું, ત્યારે તુર્ત તેમણે “જેને ન્યાય”ને અભ્યાસ શરૂ કર્યો અને મહારાજશ્રીના ઉપદેશથી માંસાહારનો સર્વથા ત્યાગ કર્યો.
ડેકટર સુધચંદ્રદાસ એલ.એમ& એસ. મહારાજશ્રી તથા શિષ્ય સંપ્રદાય પૈકી કઈ કેઈને તબીયત નાદુરસ્ત જણાય તે એગ્ય ઉપચાર અર્થે શ્રી સંઘ તરફથી હમેશાં આવી જવાને રોકવામાં આવ્યા હતા. તેઓ નિવૃત્તિએ મહારાજશ્રી પાસે ધર્મચર્ચા કરતાં પરિણામ એ આવ્યું કે તેઓને જૈન તત્વની અપૂર્વતાનું ભાન થતાં તેમણે જીવ વિચાર નવતત્વાદિને અભ્યાસ શરૂ કર્યો ને પ્રતિકમણાદિ કિયા શરૂ કરવા સાથે શુદ્ધ સમક્તિી જૈન થયા અને ગુરૂ સેવા અર્થે પિતાને ચાર્જ સંઘપાસેથી ન લેવા જણાવ્યું.
મહારાજશ્રી સાથે કલકત્તે બનારસ પાઠશાળાથી મુક્ત થયેલ જે વિદ્યાર્થીમંડળ હતું, તેમાંથી કેટલાકની ઈચ્છા ઘણું વખતથી દીક્ષા લેવાની હતી. અને ઘણી વખત દીક્ષા આપવા માટે મહારાજશ્રીને વિનતિ પણ કરતા હતા. એક વખત મહારાજશ્રીએ“સંસારની માયાવી સંબંધ-જાળ” એ વિષય ઉપર વિદ્યાર્થિઓ સમક્ષ ઉપદેશ કરતાં કહ્યું કે
આ સંસારનું સ્વરૂપ ઈન્દ્રજાળ, વિદતના ચમત્કાર, અથવા સંધ્યાના રંગ સમાન છે. મનુષ્યોને કાયમને માટે સુખ સ્થિતિ રહેતી નથી, કાઈને સ્ત્રી સંબંધી, કેાઈને પુત્ર સંબંધી, કોઈને દ્રવ્ય સંબંધી તે કઈને ઘર, હાટ, હવેલી સં
[ 26 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org