________________
શાશ્વત સૌરભ ભાગ - ૧
પ્રિય આત્મન્, પ્રેમ...પ્રેમ...પ્રેમ.
ચેતન!અબ મોહે દરિસણ દીજે
માગસર સુદ ૫ - ૨૦૬૨ દશા પોરવાડ ઉપાશ્રય, અમદાવાદ
આજે સંયમજીવનનાં પિસ્તાલીસમા વર્ષે, વીતેલાં વર્ષોનું વળત૨ જોવા મન તલસે છે, તેનાં લેખાં-જોખાં કરવા મન ઉત્સુક છે. સંયમજીવન શેના માટે? સંયમજીવનથી શું સિદ્ધ કરવું છે ?
તારે ઘર સંકમાં કથં તેહિં (અર્થ : દોષોથી ઊભરાતા સંયમ માટે ઉપદેશમાલાના વચનમાં કહેવાયું છે કે તેઓએ ઘ૨બદલો જ કર્યો છે) સાર્થક કરવું છે કે અઘ તે સફલં જન્મા બોલી શકાય તેવું જીવવું છે ? પ્રભુ મહાવીરે સંયમ જીવનની અનિવાર્યતા કયા પ્રયોજન માટે કહી છે ! થોડીવાર તે વિચારી જો !
તારા સ્વરૂપ ઉપર હું ઓવારી લઉં છું. આજે સાતિચાર સંયમનાં ૪૫ વર્ષ થયાં. તે નિમિત્તે તારી સાથે થોડો સમય ગોઠડી કરવી છે.
પ્રભુએ મનુષ્યભવની સાર્થકતા વર્ણવતાં કહ્યું છે : “દેહથી આત્મા જુદો છે.”આ વચન શ્રદ્ધાથી સ્વીકાર્યા પછી તે અનુભવાય તો આ જન્મ લેખે લાગે. આ અનુભવ આત્મસાત કરવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રવજ્યા-દીક્ષાછે. જીવનમાં સાધુતા પ્રગટે ત્યારે જ દેહ ગૌણ બની શકે.
તે માટે જેટલાં સાધકસાધનો છે તેને અપનાવવાં. અને બાધક છે તેને સાવધાનીપૂર્વક ત્યજવાં. ઘાતકને તો દૂરના દૂર જ રાખવા. દેહાત્મવિવેક એ એક જ સાધ્ય છે, લક્ષ્ય છે. એ સિદ્ધ કરવા તેનાં સાધન-ઉપસાધન લેખે જે કાંઈ કરવું પડે તે જ્ઞાન-દર્શન-ચારિત્ર તરીકે ગણાતું હોય તે આદરપૂર્વક સેવવું.
દેહભાવ ભાન એ લૌકિક છે. આત્મભાવ ભાન તે લોકોત્તર
Jain Education Intemational
૭૧
છે. આ લૌકિક સ્થિતિ તો અનાદિની છે. મન, વચન અને કરણીમાંથી તેને ત્યજવાની છે, તેને સ્થાને લોકોત્તર વચનો, વિચારો અને વર્તણૂંકને તારે ચીવટથી અપનાવવાનાં છે. આ બધાંને તારું તારા બનાવવાનાં છે.
ન
અનાદિથી જે દેહાધ્યાસ ચિત્તવૃત્તિમાં ગાઢપણે વાયા છે તેને અળગો કરવાનું લક્ષ્ય એક ક્ષણ માટે પણ ન વીસરાય તે માટે, પ્રભુ દર્શન વંદન, તીર્થયાત્રા, સામાચારીનું પાલન કરવું; એની પુષ્ટિ માટે આગમ ગ્રંથોથી લઈ પ્રકરણ ગ્રંથોનું અધ્યયન કરવું; આ
બધાં સાધનોનો ઉપયોગ દેહભાવને સ્થાને આત્મભાવની સ્થાપના કરવા માટે છે.
રોજની ઘટમાળમાં પર-પદાર્થ પ્રત્યેની પ્રીતિ મૂળગામી બની ગઈ છે તેનાથી જીવને પાછા વાળીને પરમ તત્ત્વ પ્રત્યેનો લગાવ ઊભો કરવાનો છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફની ગતિ ક૨વાની છે. અનિત્યથી નિત્ય તરફ નજર નોંધવાની છે. અન્યથા આ જીવન
તો એવું અનિત્ય છે કે ઃ
“મારી હસ્તી, મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ, આંગળી જળમાંથી લીધીને જગ્યા પુરાઈ ગઈ. ” માત્ર દશ્ય જગતમાં ગતિ-સ્થિતિ સીમિત થઈ જાય છે તેને બદલીને અદશ્યમાં નજર દોડાવવાની છે; તારે ત્યાં સુધી પહોંચવાનું છે. દિવસમાં દસ વાર બોલજે : “દેહથી હું જુદો છું. ” આટલું લક્ષ્યરૂપે તારા મનમાં કોતરાઈ ૨હે તો તું આ સંસારમાં વિસામો શોધે પણ મુકામ તો ન જ કરે !
તારું આ લક્ષ્ય ઉચ્ચતમ છે. આ હેતુને તું પળભર પણ ભૂલતો ના ! પ્રભુ મહાવીરે કહ્યું છે કે : પળ એકનો પણ પ્રમાદ ન કરતે આ અર્થમાં છે. આત્મવિસરણ એ પ્રમાદ છે. સતત જાગૃતિ તે
અપ્રમાદ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org