________________
આ રચના સં ૧૮૯૬ માં એમની પાકટ વયે થયેલી છે. એમાં અગિયાર જેટલી અવાંતરકથાઓ વણી લેવામાં આવી છે. આ રાસન ચરિત્રનાયક ધમ્મિલકુમાર લગ્ન થયા છતાં સંસારના સુખોપભોગમાં આસકત થવાને બદલે વિરકિતભાવ અનુભવે છે. એથી ચિંતિત થયેલા માતાપિતા સામે ચાલીને પુત્રને સંસારાભિમુખ કરવા જે પ્રયાસો કરે છે એના પરિણામે પુત્ર ધમિલ ધૂત, મઘપાન અને વેશ્યાગમનનો વ્યસની બની બેસે છે. ધમ્મિલ અને પોતાની ગણિકાપુત્રી વસંતતિલકાની પરસ્પરની ગાઢ આસકિતથી નારાજ બનેલી ગણિકાની માતા જ ધમ્મિલને અરણ્યમાં ફેંકાવી દે છે. પણ છેવટે જંગલમાં મુનિ દ્વારા કહેવાએલાં વિધિથી કથાનકો દ્વારા ધમ્મિલ ધર્માભિમુખ બને છે. આયંબિલ તપનો મહિમા અહીં દર્શાવાયો છે. મુખ્ય કથાની સાથે અહીં ગૂંથી લેવાયેલી દ્રષ્ટાંતકથાઓ સમગ્ર રાસને રસિક બનાવે છે. કથાનક રસપ્રદ છે. પણ એમાંથી પ્રાપ્ત થતો બોધ વિરાગતાનો છે.
“ચંદ્રશેખર રાસ ૫ વીરવિજયજીની છેક ઉત્તરાવસ્થામાં સં ૧૯૦૨ માં રાજનગરમાં રચાયેલી કૃતિ છે. આખી કૃતિ ચાર ખંડોમાં અને ૫૭ ઢાળોમાં વિભાજિત છે. આ રાસકૃતિનો મુખ્ય ઉદ્દેશ ન્યાયપુરઃસર ઉપાર્જિત કરેલા દ્રવ્યથી કરાતા દાનનો મહિમા વર્ણવવાનો છે. આ રાસમાં મુખ્ય કથાનક વારાણસીના રાજા મહાન અને રાણી શીલવતીના પુત્ર ચંદ્રશેખરનું છે. એકદા રાજકુમાર ચંદ્રશેખર એક યોગીની સાધનામાં સહાયક થવા માટે સ્મશાનમાં જાય છે. ત્યાંથી માંડીને તે અનેક ચમત્કારિક પ્રવાસો અને અલૌકિક અનુભવોની પરંપરામાંથી પસાર થતો રહે છે. આ આખું જ કથાનક અત્યંત રસપ્રદ, મનોરંજક અને ગતિશીલ છે. ચંદ્રશેખરના મુખ્ય કથાનકની સાથે અનેક અવાજોરકથાઓ - દૃષ્ટાંતકથાઓ ગૂંથાયેલી છે. રાજકુમારો, જોગીઓ, વિદ્યાધરો, રાક્ષસો, જોગણીઓ, વ્યંતરો, ધર્મોપદેશ કરતા મુનિઓ, રાજકુમારીઓ - એમ વૈવિધ્યપૂર્ણ અસંખ્ય પાત્રાની સૃષ્ટિ અહીં સજાયેલી છે.
આ ત્રણ રાસકૃતિઓ ઉપરાંત એમની “સ્થૂલિભદ્રની શિયળવેલ” પણ જૈન સમાજમાં ખૂબ પ્રચલિત બનેલી રચના છે. પૂર્વાવસ્થામાં કોશા ગણિકાના પ્રેમમાં ગાઢપણે આસકત એવા સ્થૂલિભદ્ર દીક્ષિત થયા પછી પ્રથમ ચાતુર્માસ માટે કોશાને ત્યાં જ પાછા ફરીને કોશાને પ્રતિબોધિત કરે છે તેની આ અત્યંત રસિક અને આલંકારિક શૈલીથી પ્રયકત રચના છે.
રાજિમતી-નેમિનાથના જીવન પ્રસંગોને આલેખતી ‘નેમિનાથ-રાજિમતી બારમાસ', “નેમિનાથ વિવાહલો', “રહનેમિ સંવાદ' એમ વિવિધ સ્વરૂપોવાળી કૃતિઓ વીરવિજયજીએ રચી છે.
નીતિમય વ્યવહાર-જીવનનો બોધ આપતી ‘હિતશિક્ષા છત્રીસી' પણ શ્રાવકવર્ગમાં અત્યંત જાણીતી બનેલી બોધાત્મક કૃતિ છે.
આગળ નિર્દેશ કર્યો તે પ્રમાણે વીરવિજયજી સૌથી વધારે ગવાતા રહ્યા છે. “શુભવીર” ને નામે એમણે રચેલી વિવિધ પૂજાઓને કારણે. એમણે રચેલી પૂજાઓમાં સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, ૪૫ આગમની પૂજા, નવ્વાણ પ્રકારી પૂજા, બારવ્રતની પૂજા અને પંચ કલ્યાણકની પૂજાનો સમાવેશ થાય છે.