________________
રોચકા ગામે ગયાની ભાળ મળી, ત્યાં તપાસ કરતાં ખબર પડી કે કેશવ ત્યાંથી પણ નીકળી ગયો છે. છેવટે પુત્રવિયોગના આધાતે માતાનું અવસાન થયું. બહેન ગંગા પણ આ આકસ્મિક આઘાતોથી મૃત્યુ પામી. પણ કેશવની પત્ની રખિયાતનું શું થયું એની કોઈ વિગત સાંપડતી નથી.
કેશવ ઘર છોડી અમદાવાદથી ધોલેરા પાસે આવેલા ભીમનાથ ગામે જઇ પહોંચ્યો. ત્યાં એને કોઇ અસાધ્ય રોગ લાગુ પડ્યો. આ રોગગ્રસ્ત અવસ્થામાં જ જૈન સાધુ શુભવિજયજીનો કેશવને સમાગમ થયો. શ્રી શુભવિજયજીએ સંવિજ્ઞ પક્ષના શ્રી સત્યવિજયજી-કપૂરવિજયજી-ક્ષમાવિજયજી-જવિજયજીની પાટપરંપરામાં થયા. આ શુભવિજયજીના ધર્મોપદેશથી કેશવના ધાર્મિક સંસ્કારો જાગ્રત થયા. અને વળી આ જ ગાળામાં કેશવનો અસાધ્ય રોગ નિર્મૂળ થતાં યુવાન કેશવ શ્રી શુભવિજયજીનો આજ્ઞાંકિત ભકત બની રહ્યા. શ્રી શુભવિજયજીની સાથે કેશવે શંત્રુજયની યાત્રા કરી. કેશવની દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છાને લક્ષમાં લઈ સંવત ૧૮૪૮ માં પાલિતાણાથી ખંભાત જતાં માર્ગમાં પાનસરા મુકામે કેશવની દીક્ષાવિધિ કરવામાં આવી. અને ત્યારથી ૧૯ વર્ષનો આ યુવાન કેશવ શ્રી શુભવિજયજીના શિષ્ય ‘વીરવિજયજી’ બન્યા.
એ પછીના પાંચેક ચાતુર્માસ ખંભાત ખાતે તેઓ રહ્યા. તે દરમ્યાન વીરવિજયજીએ જૈન શાસ્ત્રોનું ઊંડુ અધ્યયન કરી લીધું. તેથી સં ૧૮૫૮ પછીના ગાળામાં વડોદરામાં તેમને પંન્યાસપદ આપવામાં આવ્યું. સં. ૧૮૬૦ માં વીરવિજયજી જયારે અમદાવાદમાં હતા ત્યારે એમના ગુરુ શ્રી શુભવિજયજી કાળધર્મ પામ્યા. આમ, સળંગ બાર વર્ષ સુધી સેવેલો પોતાના ગુરુનો સથવારો ચાલ્યો ગયો. ગુરુના દિવંગત-વર્ષમાં જ વીરવિજયજીએ ગુરુજીનું ચરિત્ર આલેખતી કૃતિ ‘શુભવેલિ' ની રચના કરી.
શ્રી વીરવિજયજી પોતાના ગુરુની સાથે અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રય તેમજ લવારની પોળના ઉપાશ્રય રહેલા. પાછળથી ચાંલ્લાઓળની નજીક આવેલી ભઠ્ઠીની પોળનો ઉપાશ્રયે વીરવિજયજી ત્યાં રહેવા લાગ્યા. પરિણામે આજે પણ એ ઉપાશ્રય શ્રી વીરવિજયજી મહારાજના ઉપાશ્રય તરીકે ઓળખાય છે.
સં. ૧૮૭૧ નું ચાતુર્માસ એમણે સુરતમાં કરેલું, ત્યારે જતિઓએ તિથિવાદ અંગેનો ઝઘડો ઊભો કરેલો અને તે ઝઘડો કોર્ટ સુધી પહોંચેલો. પરંતુ એમાં તિઓ ફાવી શકયા નહોતા.
શ્રી વીરવિજયજીએ રચેલી કેટલીક કૃતિઓમાંથી તત્કાલીન ઐતિહાસિક ઘટનાઓની વિગતો પ્રાપ્ત થાય છે. જેમ કે મુંબઈના શેઠ મોતીચંદ અમીચંદ (મોતીશા) શત્રુંજય ઉપર જે નવી ટૂક બંધાવી ત્યારે પં. વીરવિજયજીની ઉપસ્થિતિમાં અંજનસલાકા પ્રતિષ્ઠા મહોત્સવ થયેલો. આ પ્રતિષ્ઠા-મહોત્સવ સંવત ૧૮૯૩ ના મહાસુદ ૧૦ ના રોજ નિર્ધારિત થયો હતો. પણ એ પહેલા જ શેઠ મોતીશાનું અવસાન થયું. (સં. ૧૮૯૨ ના ભાદરવા સુદ પડવાએ) પણ એથી પ્રતિષ્ઠાનું કામ અટકયું નહીં. શઠ મોતીશા પોતે પુત્ર ખીમચંદન સંધ લઈ પ્રતિષ્ઠા કરાવવાની ભલામણ કરતા ગયા હતા. પં. વીરવિજયજીએ રચેલા ‘મોતીશાના ઢાળિયાં' માં આ મહોત્સવની વિગતો આલેખાઈ છે.
એ જ રીતે શેઠ હઠીસિંહ કેસરીસિંહ અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર બાવન જિનાલયનું ભવ્ય દહેરું બંધાવવું શરૂ કરેલું. (જે આજે હઠીસિંગના દહેરા તરીકે સુપ્રસિધ્ધ છે.) શેઠ હઠીસિંહનો સ્વર્ગવાસ થતાં
૧૫