________________
-
-
-
---
| I શ્રી શત્રુંજય તીથાય નમઃ | ભકિતદાનના કવિ પ. વીરવિજયજી
જૈન ચતુર્વિધ સંઘમાં સામુદાયિક ભકિતની એક વિશેષ અભિવ્યકિત તે દહેરાસરમાં અવારનવાર ભણાવાની પૂજાઓ છે. વિધવિધ દેશીઓમાં અને વિવિધ લાંછટામાં વાજિંત્રોની સૂરાવલીના સથવારે આ પૂજાનું ગાન સૌને માટે ભકિત મહોત્સવનાં અનેરો લહાવો બની રહે છે. મધ્યકાલીન ગુજરાતીની પરંપરામાં આવી પૂજાઓ આમ તો અનેક જૈન સાધુકવિઓએ રચી છે, પણ ઘણુંખરું તો, “શુભવીર' નું નામ જાણીતા બનેલા પંડિત વીરવિજયજીની પૂજાઓ જ વધારે પ્રચલિત થઈ છે. આમ પં. વીરવિજયજી જૈન પૂજાના અંક પવાય સમા બની ગયા છે.
પણ આ સાધુકવિ માત્ર પૂજા સાહિત્ય આપીને જ અટકયા નથી. એમના સાહિત્યરાશિ ઘણાં વિપુલ છે. અને મધ્યકાલિન ગુજરાતી સાહિત્યના દીધું અને લધુ સાહિત્યસ્વરૂપમાં એમનું પ્રદાન અતિ મહત્ત્વનું રહ્યું છે.
એમણે સ્તવનો, સજઝાયો, ચૈત્યવંદનો, દુહાઓ, સ્તુતિઓ, ગહૂળી, હરિયાળી, સંવાદ, બારમાસ, વિવાહલો જેવા લધુ પદ્યસ્વરૂપોમાં પોતાની કલમ ચલાવી છે, તો બીજી બાજુથી દીધું રાસાકૃતિની રચના પણ કરી છે. “પ્રશ્નચિંતામણી' જેવા સંસ્કૃત ગ્રંથ એમણે આપ્યો છે તો “અધ્યાત્મસાર પરનો બાલાવબોધ રચીને ગદ્યસાહિત્યમાં પણ પ્રદાન કર્યું છે.
ગુજરાતી સાહિત્યમાં અવાચીન યુગ શરૂ થયા તેના થોડાક સમય અગાઉ થયેલા અને મધ્યકાલીન સાહિત્યની પરંપરામાં વિપુલ સાહિત્યસર્જન કરી જનાર આ જૈન સાધુકવિની નાની મોટી રચનાથી ખાસ કરીને જન ચતુર્વિધ સંઘ ઘણું જ ઉપકૃત થયાં છે.
-: જીવન :અમદાવાદના પાનકોરનાકેથી દિલ્હી દરવાજા તરફ જતાં ધીકાંટા માર્ગ ઉપર ‘શાંતિદાસનો પાડો' નામે ઓળખાતી પોળમાં એક આંદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુટુંબમાં આ સાધુ મહાત્માના જન્મ થયો. એમના પિતાનું નામ યજ્ઞશ્વર અને માતાનું નામ વીજ કોર હતું. માતાની કૂખે ગંગા નામની પુત્રીના જન્મ પછી સંવત ૧૮ર૯ ના દશેરાના દિવસ (આસો સુદ ૧O) એમના જન્મ થયો. માતાપિતાએ આ નવજાત પુત્રનું નામ કેશવ રાખ્યું. પુત્રની ૧૫ વર્ષની વયે પિતાના દેહાંત થનાં ઘરના સઘળા કાર્યબોજ આ કેશવના શિરે આવી પડ્યો. ૧૮ની વય થતાં કેશવનું લગ્ન રખિઆત નામની એક બ્રાહ્મણ કન્યા સાથે થયું. લગ્ન પછી તરતના ગાળામાં માતા-પુત્ર વચ્ચે કલહનું એક નિમિત્ત ઊભું થયું. બહારગામ ગયેલા પુત્રની ગેરહાજરીમાં ઘરમાં ચોરી થતાં પુત્રને માતાએ ઠપકો આપ્યાં. અને આવેશમાં આવી કર્કશ વચનો કહ્યાં. આથી કેશવને સંસાર પ્રત્યે અરુચિ પેદા થઈ. કેશવ ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યા. માતાએ ખૂબ શોધખોળ કરતાં કેશવ