________________
એમનાં ધર્મપત્ની હરકુંવર શેઠાણીએ પોતાની દેખરેખ તળ ચંનિમાણનું કામ પૂર્ણ કરાવ્યું અને સં ૧૯૦૩ માં આ દહેરાનો અજંનસલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પંડિત વીરવિજયજીની નિશ્રામાં થયો. આ ઘટનાનું આલેખન હઠીસિંહની અંજનશલાકાના ઢાળિયાં' માં થયું છે.
અમદાવાદના શેઠ પ્રમાભાઇ હીમાભાઈએ સિદ્ધાચલગિરનારના સંઘ કાઢેલાં એમાં વીરવિજયજી પણ સામેલ હતા. એ સંઘનું આંખે દેખ્યું માહિતીપ્રદ વર્ણન ‘સિદ્ધાચલ ગિરનાર સંઘ સ્તવન' માં પ્રાપ્ત થાય છે.
સંવત ૧૯૦૮ ના ભાદરવા વદ ૩ ને દિવસે ભટ્ટીની પાળના ઉપાશ્રય ખાતે ચાતુમાસ દરમ્યાન પં વીરવિજયજીના સ્વર્ગવાસ થયો. એ દિવસે સારાયે અમદાવાદ નગર પાખી પાળી હતી.
એમના સ્વર્ગવાસ પછી બીજે જ વર્ષે સં ૧૯૦૯ ના મહા સુદ ૬ને દિને આ ઉપાશ્રયમાં એમનાં પગલાં સ્થાપિત કરવામાં આવ્યાં. (સં. ૨૦૦૮ માં પંડિત વીરવિજયજીના સ્વર્ગવાસની શતાબ્દી મટ્ટીની પાળના ઉપાશ્રય ખાતે ધામધૂમથી ઉજવવામાં આવી હતી અને આ શતાબ્દી નિમિત્તે એમની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી.)
શ્રી વીરવિજયજીના શિષ્ય શ્રી રંગવિજયજીએ સં. ૧૯૧૧ ની ચૈત્રી પૂનમે પંડિત શ્રી વીરવિજયજી નિવણ રાસ’ નામે પદ્યરચના કરી છે, જેમાં સ્વગુરુ વીરવિજયજીનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. આ કૃતિમાં એમના જીવનની મહત્ત્વની ઘટનાઓના ઉલ્લેખો મળી રહે છે.
-: સાહિત્યસર્જન :પંડિત શ્રી વીરવિજયજીનું સાહિત્યસર્જન વિપુલ રહ્યું છે. જૈન પૂજાઓના રચયિતા તરીકે તો એમની ઓળખ સોને સુવિદિત છે જ, પરંતુ એ સિવાય પણ અનેક નાનાંમોટાં મધ્યકાલિન સાહિત્યસ્વરૂપોમાં એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યાં છે.
દીધ સ્વરૂપની રચનાઓમાં એમની ત્રણ રાસકૃતિઓ વિશેષ ધ્યાન ખેંચે છે. આ ત્રણે રાસકૃતિઓ ધર્મબોધ સાથેનો રસપ્રદ કથાનકોનું નિરૂપણ કરે છે. ૧. સુરસુંદરીનો રાસ, ૨. ધમ્પિલકુમાર રાસ અને ૩. ચંદ્રશેખર રાસ - આ ત્રણેય રાકૃતિઓ મુદ્રિત સ્વરૂપે પ્રકાશિત થયેલી છે.
પં. વીરવિજયજીએ ‘સુરસુંદરી રાસ' ની રચના સં ૧૮૫૭ માં એમની ૨૮ વર્ષની વયે કરી છે. ૪ ખંડ અને પર ઢાળમાં વિભકત એવી ૧૫૮૪ કડીની આ દીધું રચના છે. આ રાસકૃતિમાં ચંપાનગરીના રાજા રિપુમર્દનની પુત્રી સુરસુંદરી અને એ જ નગરીના ધનાવહ શેઠના પુત્ર અમરનું કથાનક આલેખાયું છે. નવકારમંત્ર અને બ્રહ્મચર્યવ્રતના અલોકિક મહિમાને આ રાસ વર્ણવે છે. અનેક યાતનાઓમાંથી પસાર થતી સુરસુંદરીની સહનશીલતા અને સાત કોડીએ રાજય સેવા નો પડકાર ઝીલી લેવાની આંતર તાકાતનું નિરૂપણ કરતી આ કથામાં સુરસુંદરીનું અંક શીલવ્રતા નારી અને અડગ નિષ્ઠાવાન શ્રાવિકાનું ઉજજવળ વ્યકિતત્વ ઝળકી ઊઠે છે અવાંતરકથાઓ અને સમસ્યા આદિ તત્ત્વોથી આ રાસકૃતિ અત્યંત રસપ્રદ બની છે.
ઘમ્મિલકુમાર રાસ' એ છ ખંડ અને ૭૨ ઢાળમાં વિભાજિત, ૨૪૮૮ કડીની રચના છે. કવિની