________________
૨૨
બેધામૃત પણ હૃદય અડલ અકંપ રહે, ફાનસના કાચથી દી સુરક્ષિત રહે તેમ તારું સ્મરણ નિરંતર મારી ફેર રક્ષણ કરતું રહો! સર્વ વસ્તુ ભુલાઈ જાઓ! જે કદી દૂર નથી તે સસ્વરૂપને સદાય ઉપગ અખંડિત પ્રવાહરૂપે નિરંતર નિશદિન પ્રગટ પરમ જાગ્રત રહો!
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ફાગણ સુદ ૧૪, હુતાશની સેમ, ૧૯૮૪
તત છે સત અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી
નમસકાર હે! નમસ્કાર હે! નમસ્કાર ! ક- મgો! સત્તાન ક્ષેત્રેમ્સ કરતા પ્રતિરપિતા ,
भक्तिपूर्णजलक्षेत्रे शिष्यास्ते कलमा इव ।। ભાવાર્થ- અજ્ઞાનના ધરુવાડિયેથી ઉપાડી તુજ શિષ્યને,
તે ભક્તિજલ ભરપૂર ક્યારીમાં ફરી રેપ્યા હવે; ત્યાં પિષ પામી પ્રેમને ગુણ કણસલાં ભારે નમે,
પરિપક્વતા પામી પ્રકાશે હેમમય કરી ક્ષેત્ર તે. અજ્ઞાનથી અંધ થયેલા આ દીન શિષ્યને દેરનાર અને ધવંતરિ સમાન દિવ્યચક્ષુ–દષ્ટિ દઈ અમિત ઉપકાર કરનાર આ અસાર ભવસમુદ્રમાંથી ઉપાડી ક્ષીરસાગરના નીરને વિસારી દે તેવી મધુર અલૌકિક વાણી વર્ષાવનાર ગગનવિહારી દેવ! આ પામરની રમત તરફ પિતાતુલ્ય નજર કરી, તેની બાળકીડાભરી લાગણી અને તારા માર્ગ તરફ મેં ફેરવી આતુરતાથી જોનાર આ હૃદયની લાગણી સાથે ત્રિકરણગે આજ સુધી થયેલા અપરાધ, અશાતના, અવિનય, અભક્તિની ક્ષમા યાચી તુજ ચરણકમળમાં મસ્તક મૂકી સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર આ અજ્ઞ બાળ કરે છે તે સ્વીકારી કૃપાદૃષ્ટિ કરશે.
હે પ્રભુ! કેટલી વિપરીતતા! અનાદિથી આમ ને આમ જ ભૂલ ચાલી આવી છે. એક દેહ અને ઈન્દ્રિયેની રમતમાં જ આ જીવ પિતાને ભૂલી, નશ્વર વસ્તુમાં જ મેહ્યો ! “તે બધે સુવિચાર ત્યાં પ્રગટે સુખદાય.” “આવે જ્યાં એવી દશા” એ દશાય આવી નહીં, અને બધેય પાયે નહીં તે વિચારણું ક્યાંથી આવે? અનંતકાળ ગયા છતાં આ જીવ જ નહીં, તે કુંભકર્ણની નિદ્રાને ક્યાં પડી રહ્યો? આકાશમાં વાદળાં આવતાં હોય અને તેમાં જુદાં જુદાં પ્રાણના આકાર બનતા હોય તે જોઈને છોકરાઓ વહેચી લે કે પેલે ઘેડે મારે અને પેલું ઊંટ તારું, અને પવનથી અફળાતાં વાદળાં બદલાઈ બીજાં રૂપ કરે તેને અવલંબીને છોકરાં કાળ ગાળે, કંકાસ કરે, લડી મરે, તેમ આ ઈન્દ્રિયેના વિષયે માં હે પ્રભુ! મારું, તારું, સારું, નરસું, ઘણું, એઠું, આદું, પાછું કરી, આ જીવ કર્મનાં પિટલાં બાંધી મિથ્યા ભ્રમણમાં મેહ કરી રહ્યો છે, દુઃખનાં કારણથી હજી ત્રાસ પામતો નથી, ઝેરને ઝેર જેતે નથી તે તેને વૈરાગ્ય, ઉદાસીનતા, નિજાનંદ, સહજ દશાને સ્વાદ ક્યાંથી આવે?
આ દેહને સુરક્ષિત રાખવાને અને ત્રાસથી મુક્ત થવાને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પ્રાપ્ત કરવા સુધીને શ્રમ આ જીવે ઉઠાવ્યો. જે જીભ હોય તે જીવનને હાનિ કરતાં દ્રવ્ય