________________
ર૧
પત્રસુધા
ફાગણ સુદ ૮, ૧૯૮૪ તત ૩૪. સત અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરદેવને અત્યંત ભક્તિથી
નમસ્કાર હે! નમસ્કાર હે! નમસ્કાર હે! નિત્ય નિરંજન અંતરજામી, રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર, દીઠા નહિ દેશાંતરમાં; સમય સમય તુજ ચરણશરણની છત્રછાંય ઉર છાયી રહો!
નિષ્કારણ કરુણની કથની વચન વિષે ન સમાય, અહે! અહો નિષ્કામી નાથ! શરણાગતને સદા હિતકારી, પરોપકારી પરમકૃપાળુદેવ, પરમત્કૃષ્ટ શુદ્ધસ્વરૂપના નિરંતર ભેગી! અમિતદાનદાતાર ! તારા ચરણની શીતળ શાંતિમાં આ બાળ તપ અનન્ય ભાવનાથી વારંવાર ધન્યવાદ આપી અતિ ઉલ્લસિત તન, મન અને આત્મભાવથી, વિનયભક્તિએ નમસ્કાર કરવા સમસ્ત અંગ નમાવે છે.
ગયા સપ્તાહમાં પ્રભુ આપની કરુણાની વૃષ્ટિ વરસ્યા કરી છે. પણ આ “અપાત્ર અંતર ત’ જાગી નહીં એમાં આપને શું કહ્યું? ગયા ચેમાસામાં તળાવ નદી નાળાં છલકાઈ ચરોતર તરળ થઈ ગયું હતું પણ કોઈ ટેકરે ગાયનાં પગલાંથી થયેલા ખાડામાં પાણી ભરાઈ ભરાઈને સુકાઈ જાય ને હતું તેવું કોરું થઈ રહે તેમાં મેઘને શો વાંક?
રામનામકા નાવડા, માંહિ બેસાર્યા રાંક,
અર્ધ પસારે કૂદી પડે, તેમાં સદ્દગુરુને શો વાંક?” અકર્મીના પડિયા કાણું એમ કહેવત છે, તેમ હે નાથ! આપના આશ્રિતોની અને તે દ્વારા આપની આ અપાત્ર બાળક ઉપર આટલી બધી કરુણા અને સમતા પ્રેરક મમતા છતાં આ અભાગિયા જીવને પ્રમાદ, મોહનિદ્રા દૂર થતી નથી એ જ ખેદકારક છે!
પૂજ્યપાદ સ્વામી શ્રી મોટા મહારાજ(પ્રભુશ્રીજી)ના દર્શનાર્થે પ. પૂ. સ્વામીશ્રી રત્નરાજ ફાગણ સુદ ૪ ને શનિવારને દિવસે અત્રે પધારેલ છે. તેમના સમાગમમાં ઘણું સાંભળવાનું, સમજવાનું નિમિત્ત બને છે પણ સ્મૃતિદોષથી તે અવધારી શકાતું નથી. પણ હે કૃપાળુ ભગવાન ! તારી અને તારા આશ્રિતોમાંને કોઈની અશાતના, અવિનય, અભક્તિ, અબહુમાનપણું આદિ દેશમાં આ ભારેકર્મી આત્મા ન આવી જાઓ એ અવશ્ય ઈચ્છું છું. આ અપાર અને અનાદિકાળના પરિભ્રમણને હવે અંત આવે અને તારા અચળ વિમળ આનંદપૂર્ણ અનંતપદમાં પ્રવેશ કરવાની તક પ્રાપ્ત થાઓ ! એ સિવાય સર્વ ઈચ્છાઓને નાશ થાઓ!
સર્વ આગ્રહથી રહિત, અગમ્ય અકથ્ય શાંતસ્વરૂપ પરમ પ્રગટ થઈ તેમાં જ તન્મયતા રહે! એ જ હેતુથી એ જ સાધનામાં સહાય કરે તેવી ચર્ચા અહોરાત્ર રહો ! તારી કરુણું, તારા શુદ્ધ સ્વરૂપ અને આનંદપૂર્ણતાનું મારામાં સામર્થ્ય આવો અને બાવીસ પરિષહ માંહેના સ્ત્રીપરિષહને જીતવા માટે પ્રયત્ન સંપૂર્ણ સફળ થાઓ! માયાજાળ કહે, અનાદિ અધ્યાસ કહે કે સંસારનું મૂળ કહે પણ ચિત્તની વૃત્તિ જ્યાં રહેવી જોઈએ ત્યાંથી ડગાવનાર ખુલ્લા દીવાને પવનના ઝપાટા જેવી સ્ત્રીની મૂર્તિ છે. તેનું અવલોકન, શબ્દશ્રવણ, વાર્તાલાપ આદિથી