________________
૧૪
[દશ વૈકાલિક (૧૬) પુર્વ પતિ સંપુઠ્ઠા, પંકિલા વિકાસ
विणिअटुंति भोगेसु, जहा से पुरिसुत्तमो 'त्ति बेमि'
સંવૃદ્ધા=સમ્યગ્રબુદ્ધિ (સમકિત)વાળા, વળી પંgિબા=સમ્યમ્ જ્ઞાનવાળા (સાવદ્ય-નિરવદના ભેદને સમજનારા–પાપભી) અને વિરાળા=સમ્યગુચારિત્રના પાલનમાં ચતુર-વિચક્ષણ મુનિવરો પર્વ પતિ એ પ્રમાણે કરે છે. શું? તે કહે છે વા=જેમ છે તે પુરસુત્તમ પુરુષોમાં ઉત્તમ રથનેમી ભોગથી અટક્યા તેમ મેમુ ભોગોને વિષે વિબિટ્ટુતિ=સર્વથા નિવૃત્ત થાય છે. ભેગોને તજી દે છે. રિ-એમ શ્રી મહાવીરદેવે કહેલું હું વેમિકહું છું. (૧૧)
[ અહીં બીજું અધ્યયન પૂર્ણ થયું. એમાં રથનેમિ અને રાજીમતિના દષ્ટાન્તથી ભોગોની ઈચ્છાને તજવારૂપ સાધુનું કર્તવ્ય જણાવવા સાથે તુચ્છભોગેની અભિલાષા તુચ્છ પુરુષને થાય છે, એમ જણાવીને ઉત્તમપુરુષને અનુસરવાનો ઉપદેશ આપ્યો છે. જે નવા નવા આત્મગુણે પ્રગટાવવાની ઈચ્છા પૂર્વક પ્રયત્ન કરે તે ઉત્તમ, જેને ગુણે વધારવાની ઈચછા ન થાય તે પ્રમાદી મધ્યમ, જેને દોષ સેવવાની ઈચ્છા થાય તે અધમ અને જે પ્રતિજ્ઞાને તેડીને પણ દોષોને સેવે તે અધમાધમ જાણો. ઉત્તમતા તથા અધમતા પિતાની ઈચ્છાઓ અને પ્રવૃત્તિ દ્વારા સમજી શકાય છે. મન વચન અને કાયા ઉપર સંયમ-અંકુશ રાખવાથી ઈચ્છાનિધિ થાય છે, એથી ચિત્ત શાન્ત બને છે અને પરિણામે વૈરાગ્યભાવ દઢ થતાં આકરાં કષ્ટ વેઠવા છતાં શુદ્ધ આનંદને સાક્ષાત્કાર થાય છે.-૧૧]
દ્વિતીયમ્ અધ્યયન સમાપ્તમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org