________________
અધ્યયન નવમું- ઉ૦ ૧] .
૨૮૩ સુFા નક્ષત્ર અને તારાઓના સમૂહથી પરિવરેલ
મમુક્ષો વાદળ રહિત સતી-ચંદ્ર વિમ=નિર્મળ = આકાશમાં તો શોભે, gવં એ રીતે મિકઠુમક સાધુઓ મથે (રહેલા) 1ળી આચાર્ય શોભે છે. (અર્થાત્ એવું વિચારે) (૧–૧૫)
[આ બે વૃત્તમાં આચાર્યને સૂર્ય અને ચંદ્રની સાથે સરખાવ્યા છે, તેમાં એ ભાવ છે કે આચાર્ય પોતાના જ્ઞાનદ્વારા પ્રત્યક્ષ-પરોક્ષ ભાવને પ્રકાશ કરનારા, તપના તેજથી દીપતા અને સદાચારથી શેભતા હોવાથી સૂર્યની જેમ જગતને ઉપકાર કરનારા હોય છે. ઘુવડની જેમ ભારેકમી આત્માને આવા આચાર્યનું વાસ્તવિક દર્શન થતું નથી, તેઓના ગુણો કે ઉપકાર ઓળખાતા નથી. એથી દુરાચારીઓ સૂર્યને દ્વેષ કરે તેમ દુર્જને આચાર્યને દ્વેષ-આશાતને કરે છે. ઘુવડ સૂર્યની સામે ટકી શકતો નથી તેમ મિથ્યાવાદીઓ પણ ઉત્તમ આચાર્યથી નાસતા ફરે છે, વગેરે વિવિધ રીતે સૂર્યની ઉપમા આચાર્યમાં ઘટે છે. ચંદ્રની ઉપમા પણ એ રીતે ઘટે છે કે દિવસે તાપથી સંતપ્ત થએલા જીવોને ચંદ્ર શીતલતા ઊપજાવે છે, તેમ વિષયકષાયની પરાધીનતા વગેરે સંસારનાં દુઃખોથી સંતપ્ત થએલા જીવોને આચાર્ય ઉપશમભાવનું સાત્વન આપે છે. સૂર્યમાં ભીમ ગુણ અને ચંદ્રમાં કાન્ત ગુણ છે, ત્યારે આચાર્યમાં ભીમ-કાન્ત બને ગુણે. હોય છે. ભીમ ગુણથી ભવ્ય પ્રાણીઓને અસંયમથી બચાવે છે અને કાન્તગુણથી તેઓનું આવર્જન કરી સન્માર્ગે દોરે છે, વગેરે યથાઘટિત વિચારીને તેઓ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટાવવો જોઈએ.]
(૪૧૬) મા વારિકા મહેલી,
સમાહિગોને સુરરિપુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org