________________
૩૬૨
[ દશ વૈકાલિક મહિને સનત અને મહેન્દ્ર દેવલોકના દેવોથી, આઠ મહિને પાંચમાછઠા દેવલોકના દેથી, નવ માસ થતાં સાતમા આઠમા દેવલોકના દેવોથી, દશ મહિને આનતાદિ ચાર સ્વર્ગના દેથી, અગીયાર મહિને નવયકવાસી દેવોથી, અને બાર મહિનાનો પર્યાય થતાં અનુત્તર વિમાનવાસી દેવના આનંદથી પણ અધિક આનંદ હોય છે. તે પછી પર્યાય વધતાં જેમ જેમ આત્મશુદ્ધિ વધે તેમ તેમ “શુકલ’= અખંડચારિત્ર, અમાત્સર્ય, કૃતજ્ઞતા, વગેરે ગુણવાળે થઈને “શુકલાભિજાત્ય એટલે પરમનિર્મળ થએલો તે શાશ્વત સુખને પામે છે. સંગનાં સુખો પરિણામે વિયેગજ દુઃખમાં પરિણમે છે અને સ્વભાવનું સુખ શાશ્વતું બની જાય છે. માટે દૈવી સુખની ઉપમા સંયમના સુખ સાથે ઘટે તેમ નથી, તે પણ સંયમનું મહત્ત્વ સમજાવવા અન્ય ઉપમાના અભાવે દેવી સુખોની સાથે તેને સરખાવ્યું છે. જેમ નાટક ગીત વાજિંત્ર વગેરેનાં સુખો ભોગવતા દેવો અદીન મનવાળા હોય છે, તેમ પ્રતિક્રમણ-પડિલેહણ-સ્વાધ્યાય-વિનય, વૈયાવચ, તપ-જપ, ધ્યાન વગેરે કાર્યોમાં શાક્તરસનો આસ્વાદ લેતા સાધુઓ પ્રસન્નતાને અતુલ આનંદ અનુભવે છે. હાસ્ય, શૃંગાર, વગેરે સર્વ રસના આનંદથી વધી જાય તેવો શ્રેષ્ઠ આનંદ શાન્તરસને હેય છે અને સાધુની સર્વ ક્રિયાઓ શાન્તરસમાં પરિણમનારી હોવાથી શ્રમણપણાના આનંદની તુલનામાં એકેય આનંદ આવી શકતો નથી.] (૪૯૪) વમત્રમં સુવમુત્તમ,
रयाण परिआइ तहाऽरयाणं । निरओवमं जाणिअ दुक्खमुत्तमः
रमिज्ज तम्हा परिआइ पंडिए ।चू०१-११॥ ત+ઠ્ઠા તે કારણે પરિવારૂ-શ્રમણ પર્યાયમાં વાળ= રક્ત મુનિઓનાં મરોયમંત્રદેવના જેવાં ઉત્તમં સુવરવં=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org