________________
-
-
-
-
૩૭૮
[ દશ વૈકાલિક અહીં કોઈ માંસાહારનો પક્ષપાતી એમ કહે છે કે માંસને ત્યાગ કરવાથી બીજી પણ ઘણી વસ્તુઓને ત્યાગ જ કરવો પડશે, કારણ કે અનાજ વગેરે, કે દહીં છાશ વગેરે ઘણું પદાર્થો જીવોનાં શરીરરૂ૫ હેવાથી તેને પણ માંસ જ કહેવાય. તેને એમ સમજાવો જોઈએ કે અનાજ અને દહીં છાશ વગેરે લોકમાં માંસ તરીકે મનાતાં નથી, લોકમાં જેને માંસ તરીકે માનવામાં આવે છે તેને ત્યાગ કરવાનું અહીં કહ્યું છે. જે જે જીવોનું શરીર હોય તે સર્વને માંસ ગણવાને લોકવ્યવહાર નથી. એવી વ્યાખ્યા કરવાથી તે મહાઅનર્થ થાય. કારણ કે જળ પ્રવાહી છે તેમ મૂત્ર પણ પ્રવાહી છે, તેથી જળપાનની જેમ મૂત્રપાન કરવાને પ્રસંગ આવે, પત્ની સ્ત્રી છે તેમ માતા પણ સ્ત્રી છે માટે પત્નીની જેમ માતાની સાથે પણ મૈથુન સેવવાને પ્રસંગ આવે. એકેન્દ્રિયાદિ જીવોનાં શરીરરૂપ પદાર્થોને લેકમાં માંસ મનાતું નથી પણ પંચેન્દ્રિયના શરીરનાં કાપેલાં અંગો જ માંસ મનાય છે, માટે તેને ત્યાગ અવશ્ય કરવો જોઈએ. અનાજ વગેરે એકેન્દ્રિય જીવોના અંગોનું ભક્ષણ કરી શકાય છે, તેમ પંચેન્દ્રિય પણ જીવ છે માટે તેનાં અંગોનું પણ ભક્ષણ કરી શકાય, એમ કહેવું તે માંસાહાર કરવા છતાં નિર્દોષમાં ખપવા માટેની કુયુક્તિ છે.
અહીં વારંવાર કાયોત્સર્ગ કરવાનું કહ્યું, તેને અન્ય આચાર્યો કારણે વિગઈ વાપરવા માટે કયોત્સર્ગ કહે છે.
સ્વાધ્યાય સાથે આયંબિલ આદિ (ગવિધિમાં કરાય છે તે) તપ કરવાનું કહ્યું, તેમાં પણ એ હેતુ રહે છે કે-શાસ્ત્રોક્ત તપ સાથે સ્વાધ્યાય (અધ્યયન) કરે તો જ તે તે અધ્યયન ઉપકાર કરે, એથી ઉલટું તપ વિના આગમો ભણવાથી ઉન્માદ વગેરે દોષોનો સંભવ છે. | મુખ્ય માર્ગે વિગઈઓ વાપરનારને આગમો અને વિગઈઓના રાગીને છેદ સૂત્રો વાંચવા-ભણવાને અધિકાર નથી, એમ કહેવું છે. માટે પ્રત્યેક શાસ્ત્રવચનને આત્મહિત થાય તે રીતે વિચારવું.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org