________________
અધ્યયન નવમું–ઉ૦ ૩]
૩૦૧ અધ્યયન નવમું -ઉદેશે ત્રીજો [આ ઉદ્દેશામાં “પૂજ્યને પૂજવાથી પૂજક પણ પૂજ્ય બને એ વાકયને અનુસારે આચાર્યાદિને વિનય કરનારો પણ ક્રમશઃ પ્રગટતા વિવિધ ગુણોને યોગે પૂજ્ય બને છે, એમ જણાવ્યું છે અને સાથે સાથે મોક્ષાર્થીએ વિનય માટે શું શું કરવું જોઈએ ? તે સમજાવ્યું છે. વિનય કરવાથી જેમ જેમ કર્મોને ભાર ઓછો થાય છે તેમ તેમ આકરી પણ વિશિષ્ટ જીવનચર્યા વિનય પૂર્વક સહેલાઇથી જીવી શકાય છે. જ્યાં સુધી જીવનમાં સાચે વિનય પ્રગટ્યો નથી ત્યાં સુધી જ વિષય-કષાય વગેરે જીવને સતાવી શકે છે. કહ્યું છે કે “નિર્મળ- શીતલ અને મીઠું પણ જળ લીમડા વગેરેને સંયોગ પામીને કડવું બની જાય છે. જીવનના આધારભૂત દૂધ પણ સપના મુખમાં જતાં પ્રાણનો નાશ કરનાર વિષ બની જાય છે અને નિર્મળ શ્રુતજ્ઞાન જેવી ઉત્તમોત્તમ સમ્પત્તિ પણ દુરાચારીને મળી જાય તો અપકીતિને પામે છે-કલંકિત થાય છે. એક વિનય જ એવો વિશિષ્ટ ગુણ છે કે જે દુર્જન જેવા કુપાત્રને પણ સુપાત્ર બનાવીને તે આત્માને સાચો શણગાર બની જાય છે.” લખલૂટ લમીથી જે કામ થતાં નથી તે વિનયથી વિના પ્રયાસે સિદ્ધ થાય છે. બળ બુદ્ધિ કે બીજી શક્તિઓ જે કામ ન સાધી શકે તે કામ એક વિનય સાધી શકે છે. આ ઉદ્દેશામાં વિનીતની વિશિષ્ટતા સાથે તે કેવી રીતે પૂજય બને છે, તે સુંદર રીતે સમજાવ્યું છે.] (૪૧) સાયરિ નિમિવાદિની,
મુશ્વતમાળા પરિવારની આ आलोइअं इंगिअमेव नचा.
વો તમારૂ જ પુન્નો I-રૂ-શા આમિર=અગ્નિહોત્રી બ્રાહ્મણ =અગ્નિને સુરસ્કૂલમાળો સમ્યફ સેવતે જે રીતે પવિજ્ઞાનિકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org