________________
૩પ૦
[દશ વૈકાલિક [સ્વકૃતકર્મોદયને સમભાવે ભગવવાનું સત્વ ન હોવાથી પગલે પગલે થતા આધ્યાનમાંથી ગુરુના વિરહે કેણ બચાવે? પરિણામે મરવાનું બને અને એવું એક અજ્ઞાનમરણ અનેક જન્મ-મરણનું કારણ બને, અર્થાત્ સંસાર વધી જાય. વસ્તુતઃ માનવભવનું ફળ સમાધિમરણ છે. શ્રી જિનશાસનની આરાધનાને સાર પણ તે જ છે અને વિવિધ ધર્માનુષ્ઠાનના સેવનથી એ જ શીખવાનું છે. જેમ રોગીને વૈદ્યની જરૂર છે, તેમ કર્મરૂપરેગથી પીડાતા જીવને જ્ઞાની ગુરુ જ ધવંતરી વૈદ્ય છે. તેઓના અભાવે અસમાધિથી બચવું દુષ્કર છે. ખંધકમુનિએ ગુરુનું કર્તવ્ય બજાવી પિતાના પાંચસો શિષ્યોને આરાધક બનાવ્યા, પણ પિતાને ગુરુની નિશ્રા ન મળવાથી કપાયરૂપ અગ્નિને વશ પડી વિરાધક થયા. તેમ ગૃહસ્થને રાગ-દ્વેષ-કામક્રોધાદિનાં વિવિધ નિમિત્તાની વચ્ચે જીવતાં દુર્ગાનથી બચાવનાર ગુરુના અભાવે સમાધિમરણ દુર્લભ છે, માટે પણ ગૃહાશ્રમ હિતકર નથી એમ વિચારી સંયમમાં સ્થિર થાય.]
(૧૧) સિવારે ગૃહસ્થાશ્રમ સોવરે વિવિધ કલેશયુક્ત છે અને પરિણા=સાધુપર્યાય (સાધુજીવન) નિવસે-કલેશરહિત છે.
ખેતી, પશુઓનું પાલન, વેપાર, નોકરી, વગેરે આજીવિકાની વિડંબના, પંડિતોને ગણાય એવાં ટાઢ-તડકાનાં કષ્ટો સહવા, વારંવાર ઘી-વસ્ત્ર–અનાજ-ઘર વગેરે જીવનસામગ્રીની ચિંતા, ઈત્યાદિ શરીરનાં અને મનનાં વિવિધ કષ્ટ ગૃહસ્થને સહવાં પડે છે, છતાં ધર્મ સાધી શકાતો નથી. સાધુજીવન એવા કલેશ વિનાનું વિદ્વાનોને પણ પ્રશંસા કરવા એગ્ય અને આત્માને પણ એકાન્ત હિતકારી છે, માટે ગૃહસ્થજીવનથી સયું, એમ વિચારી સંયમમાં સ્થિર થાય.]
(૧૨) નિવાસે ગૃહાશ્રમ (ત્યાં સદાય કર્મને બંધ થાય તેવાં કાર્યો કરવાનાં હોવાથી) વધે બંધન છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org