________________
અધ્યયન દશમં ]
૩૪૩
[ આ છેલ્લા અધ્યયનમાં સમગ્ર ગ્રન્થના ઉપસંહાર તરીકે ઉત્તમસાધુનાં લક્ષણે જણાવી આત્માર્થીએ પિતાની સાધુતાને બને તેટલી નિર્મળ અને વિશિષ્ટ બનાવવાનું સૂચન કર્યું છે. વર્તમાનમાં કાળ–સંઘયણ બુદ્ધિ વગેરેની હાનિના કારણે અહીં જણાવેલા ગુણ આત્મામાં ન પ્રગટાવી શકાય તે પણ લક્ષ્ય–યેય ઉંચું રાખવાથી વિદનભૂત કર્મોને ક્ષયોપશમ થાય, ઉપરાંત પિતાની આરાધનાનું અભિમાન ન થાય, પૂર્વના મહર્ષિએના ચારિત્ર પ્રત્યે માન અખંડ રહે, તેથી તેઓને વિનય થાય અને આ વિનયદ્વારા પિતાની યેગ્યતા વધતી જાય. કોઈ પણ ગુણ કે વસ્તુને મેળવવા માટે તેવી યોગ્યતા પ્રગટાવવી જરૂરી છે. વસ્તુ કે ગુણને મેળવવાને તે જ સાચો ઉપાય છે. બીજી એ વાત પણ સમજવાની છે કે અવસર્પિણી કાળના પ્રભાવે ઉત્તરોત્તર શુભ ભાવ ઘટે અને અશુભભાવ વધે, એ અનિવાર્ય છે. તેથી તે તે કાળે તે તે ક્ષેત્રમાં જે જે મહાત્માએ સંયમના ખપી અને નિરુપાયે અપવાદને સેવતા હોય તેઓને સાધુ તરીકે વન્દનીય પૂજનીય અને માનનીય કહ્યા છે. તેવા સાધુઓથી પ્રભુનું શાસન ચાલવાનું છે અને તેઓની સેવાથી આત્મહિત સાધવાનું છે. માટે આત્માર્થીએ પોતાના કાળમાં જે વિશિષ્ટ ગુણવંત હોય તેઓને વિનય વગેરે કરીને સ્વહિતની સાધના કરવી.]
समत्तं दसममज्झयणम् । દશમું અધ્યયન સપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org