________________
-
-
અદયયન ચેાથું )
૩૦
-અટકવાનું શ્રીતીર્થંકરભગવંતે કહેલું છે, માટે તે કરવું જોઈએ એમ સમજીને) હે ભગવંત! હું સવં=સર્વ જેના સર્વ પ્રકારના) પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરું છું. (તેને તજું છું), તે આ પ્રમાણે–સૂક્ષ્મ કે બાદર, (તેમાં પણ) ત્રસ કે સ્થાવર (કોઈ પણ) જીવન પ્રાણેને, (અર્થાત્ ઈન્દ્રિય-બળ-શ્વાસે કે-આયુષ્યને) હું સ્વયં અતિપાત (નાશ કરું નહિ, બીજા કોઈના દ્વારા પ્રાણોને અતિપાત કરાવું નહિ અને બીજે કઈ પ્રાણેને અતિપાત કરે તેને સારો માનું નહિ. (અનુદું નહિ.) જીવું ત્યાં સુધી, ત્રિવિધત્રિવિધથી, એટલે મન-વચન અને કાયાથી, સ્વયં કરું નહિ, બીજા દ્વારા કરાયું નહિ અને બીજે કરે તેને સારો માનું નહિ. હે ભગવંત ! (ભૂતકાળમાં કરેલા) તeતે પ્રાકૃતિપાતનું પ્રતિક્રમણ કરું છું(આત્મ સાખે) નિન્દુ છું, (આપની સમક્ષ) ગહ કરું છું, અને મારા તે આત્માને સિરાવું છું. (તજુ છું). હે ભગવંત! પહેલા મહાવ્રતમાં હું સર્વ પ્રકારના પ્રાણાતિપાત થી વિરમવા માટે કટ્રિાિ =ઉપસ્થિત (આદરવાળ) થયો છું, અર્થાત્ પ્રાણાતિપાતથી અટકવાના પરિણામ (અધ્યવસાયે)વાળા થયે છું-૧. (સૂ. ૩)
| [ શબ્દાર્થ ઉપરના સૂત્ર પ્રમાણે. સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા જીવોની હિંસા થઈ શકતી નથી માટે અહીં “સૂક્ષ્મ” એટલે “અપ (ન્હાને) સમજો. આ સૂક્ષમ અને બાદર બન્નેના ત્રસ અને સ્થાવર એમ બે બે ભેદ છે, તેમાં કુન્યુઆ વગેરે સૂક્ષ્મત્ર અને અતિ– બારીક વનસ્પતિ આદિ સૂમસ્થાવરો જાણવા. ગાય-બળદ વગેરે 'બાદરગસ અને પ્રગટ દેખાય તેવા પૃથ્વી પાણી વગેરે બાદરસ્થાવર જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org